SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય નામ પાડનાર - શુક રાજાની કથા ' પ્રમાણે ગર્વ ન કરવો જોઈએ. કર્યું છે કે : स्वचित्तचिन्तितो गर्वः कस्य नाम न विद्यते ? । उत्क्षिप्य टिट्टिभः पादौ, शेते भाभयाद्भुवः ॥१॥ रे ! पक्षिनागतस्त्वं कुत इह सरसः तत् कियझो विशालं, किं मद्धाम्नोपि बाढं नहि नहि सुमहत् पाप ! मा जल्प मिथ्या; इत्थं कूपोदरस्थः शपति तटगतं, दर्दुरो राजहंसं, નવઃ સ્વપેન ભવતિ, વિષય નાપરે ચેન g: Inયા ન્તા: સ વ વિષા યુવાનં પુછાંવત્ન: વર્ષ,* कुक्षिश्चन्द्रकितो वपुः कुसुमितं सत्त्वच्युतं चेष्टितम्; अस्मिन् दुष्टवृषे वृषाग्रिमगुणग्रामानभिज्ञात्मनो, ग्रामीणस्य तथापि चेतसि चिरं धुर्येति विस्फूर्जितम् ॥३॥ પોતાના ચિત્તમાં ચિંતવેલો ગર્વ કોને હોતો નથી? ટિટિટભ નામનું પક્ષી પૃથ્વીના ભંગના ભયથી બે પગોને ઊંચા કરીને સૂએ છે. હે પક્ષી! તું ક્યાંથી આવ્યો ? સરોવરમાંથી. તે સરોવર ક્વડું છે ? વિશાલ છે. શું મારા સ્થાનથી પણ મોટું છે? નહિ નહિ એના કરતાં પણ મોટું છે. હે પાપી તું જુઠું ના બોલ. આ પ્રમાણે કૂવાની અંદર રહેલો દેડકો ક્લિારે રહેલા રાજહંસને ઠપકો આપે છે. નીચ માણસ તે છે કે જેણે બીજા દેશો જોયા નથી, તે થોડા વડે પણ ગર્વિષ્ઠ થાય છે.. જે બળદને સાત જ દાંત છે. બાકીના પડી ગયા છે. ) શીંગડાની જોડ છે તે હાલી ગયેલી છે. પૂંછડું છે તે કાબરચીતરું છે. પેટ એક્કમ ચપટું થઈ ગયેલું છે, શરીરની ચેષ્ટા સત્વવગરની છે. આવા ઠેકાણા વગરના પોતાના બળદમાં બળદના શ્રેષ્ણુણોના સમૂહથી અજાણ એવા ગામડિયાના મનમાં પોતાના બળદ માટે ખૂબ જ અભિમાન છે કે મારો બળદ ખૂબ જ શ્રેષ્ઠ છે. પોપટે કહેલું રાજાએ સાંભળીને કહયું કે મારું અંતઃપુર જેવું શ્રેષ્ઠ છે હે શુક! તેવા પ્રકારનું કઈ ઠેકાણે દેખાતું નથી. પોપટે કહયું કે હે રાજન ! સત્યુ કોઈ ઠેકાણે ગર્વ ન કરવો જોઈએ. કારણ કે ત્રણેય જગતમાં તરતમપણું હોય છે. શ્રેષ્ઠ એવા શ્રીપુર નામના નગરમાં ગગલિ નામે રાજા હતો. તે રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તાપસવ્રત ગ્રહણ ક્યું. પતિની પાછળ સગર્ભા એવી પત્ની પણ તાપસી થઈ. અને તે બંને ઋષભદેવ જિનેશ્વરની સેવા કરવા લાગ્યાં. તે તાપસી વનમાં પુત્રીને જન્મ આપીને સૂતિકારોગથી મરણ પામી. તે પછી પિતા તે પુત્રીને અનુક્રમે મોટી કરવા લાગ્યા. તે પુત્રીકમલમાલા જેવા પ્રકારની સુંદર સ્ત્રી છે. તેવા પ્રકારની એક પણ સ્ત્રી
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy