SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-૫વૃત્તિ-ભાષાંતર जले तैलं खले गुह्यं, पात्रे दानं मनागपि। प्राज्ञे शास्त्रं स्वयं याति, विस्तारं वस्तुशक्तितः ॥३॥ પાણીમાં તેલ - લુચ્ચા પાસે ગુહા વાત, પાત્રમાં થોડું પણ દાન, અને ચતુરને વિષે શાસ્ત્ર આ ચાર વસ્તુની શક્તિથી પોતાની જાતે વિસ્તાર પામે છે. એક વખતે તે બહેનો એક ઠેકાણે ભેગી થઈને પરસ્પર કહેવા લાગી કે આપણો જો વિદ્વાન એવો એક પતિ થાય તો સારું, જો પાપકર્મથી સ્ત્રીને મૂર્ણપતિ થાય તો જન્મપર્યત દુ:ખ પીઠ નાજ છોડે. આથી જે આપણી કરેલી સમસ્યાને પૂરે તે જ આપણો પતિ થાય. નહિંતર અગ્નિ (આપણું શરણ) આ પ્રમાણે પુત્રીઓએ કરેલી પ્રતિજ્ઞાને જાણીને રાજાએ પરણવા માટે રાજાઓને આમંત્રણ આપ્યું. વીરસેન પણ આવ્યો. રાજાએ (તેને) ઉત્તમ સ્થાન આપી તેનું સન્માન ક્યું. બીજા પણ રાજાઓ સન્માન કરાયેલા ત્યાં રહયા. ઉત્તમવેશ અને આભૂષણોવાલી સર્વ બહેનો સખીઓ સહિત રાજાઓ પાસે આવીને આ પ્રમાણે સમસ્યા પૂછે છે. (૧) સર્વજ્ઞો અરિહંત હોય છે. (૨) – તે નારી મને જ્હો (૩) ત્રીજી ગીત ગવરાવે છે. (૪) સુકતનું મૂલ શું? (૫) તેથી પરમાર્થમાં લાગો, (૬) તપોધનો શું કરે છે ? (૭) સક્લ જગતનો જેણે ઉધ્ધાર ર્યો. (૮) દિવસે કરેલા પાપને કોણ હરે ? આ સમસ્યાઓની પૂર્તિ જ્યારે બીજા રાજાઓએ ન કરી ત્યારે વીરસેન રાજાએ તે ન્યાઓની સામે घरमज्झे घररहिआ चउवीस जिणा (जया) निरावरणा। केवलनाण समग्गा सव्वन्नु हुंति अरिहंता ॥१८॥(घुट् २८) (૧) ઘરની અંદર – ઘર વગરના આવરણ રહિત – કેવલજ્ઞાન સહિત સર્વજ્ઞ અરિહંત એવા ચોવીશ જિનેશ્વરે છે. ( જિન મંદિરમાં પ્રતિમારૂપે રહેલાં છતાંય ઘરસંસારથી રહિત – સંસારને છડેલા, ( કર્મના ) આવરણ વગરના સંપૂર્ણ ક્વલજ્ઞાન પામેલા અરિહંતો ચોવીશ છે. (પુટ સંજ્ઞાવાલા અક્ષરો – ૨૪ – છે. તેમ પ્રભુ – ૨૪ – છે. ) (૨) રોરા સુપુષ્યાન, પાપાન યા ન હોવા गौराङ्गी वल्लभापत्युः, सा नारी मम कथ्यताम् ॥१९॥ (राका पूर्णिमा) સારા પુણ્યવાલાઓને ગમે છે, પાપીઓને જે નથી ગમતી, ગૌરઅંગવાલી અને પતિને વલ્લભ એવી જે પત્ની છે તે નારી કોણ? તે મને જ્હો – પૂર્ણિમા.
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy