SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મની પ્રભાવના કરનાર શ્રી સંપ્રતિ રાજાની કથા શ્રી શત્રુંજયગિરિ તરફ એક એક પગલું આપે છતે કરોડોભવનાં પાપોમાંથી મુક્ત થવાય છે. नंदीश्वरेषु यत् पुण्यं, यात्रायां जायते नृणाम्। ततश्च द्विगुणं पुण्यं, तीर्थे कुण्डलपर्वते॥ त्रिगुणंरूचके हस्ति- दन्तेषु च चतुर्गुणम्। एतद् द्विगुणं जम्बू - चैत्ये यात्रां वितन्वताम्॥ षोढा तु धातकीखण्डे, तच्छाखिजिनपूजनात् । पुष्करोदर बिम्बानां - द्वात्रिंशद्गुणसम्मितम्॥ मेरूचूलाऽर्हदर्चायां, पुण्यं शतगुणं भवेत्। सहस्रं, तु संमेताद्रौ, लक्षसङ्ख्याञ्जनाद्रितः॥ दशलक्षमितं श्रीमदैवतेऽष्टापदे च तत्। शत्रुञ्जये कोटिगुणं, स्वभावात् स्पर्शतो मतम्॥ मनोवचन कायानां, शुद्धया पूजयतां नृणाम्। शत्रुञ्जये जिनं पुण्य - मनन्तं भवति ध्रुवम्॥ નંદીશ્વરદ્વીપને વિષે યાત્રા કરવાથી મનુષ્યોને જે પુણ્ય થાય. તેનાથી બમણું પુણ્ય કુંડલપર્વત તીર્થને વિષે થાય. ચક દ્વીપને વિષે ત્રણગણું પુણ્ય થાય. હસ્તિદત તીર્થને વિષે ચાર ગણું થાય, તેનાથી બમણું પુણ્ય જંબુચૈત્યને વિષે યાત્રા કરનારને થાય. ” તેનાથી છ ગણું પુણ્ય ધાતકી ખંડમાં તેનાં વૃક્ષો ઉપર (રહેલા) જિનેશ્વરની પૂજા કરવાથી થાય. અને પુથ્વીપમાં વર્તનારાં જિનબિંબોની પૂજા કરવાથી બત્રીશગણું પુણ્ય થાય. મેસ્પર્વતની ચૂલિકાઉપર અરિહંતની પૂજા કરવાથી સો ગણું પુણ્ય થાય. સંમેતશિખરઉપર હજારગણું પુણ્ય થાય, અંજન ગિરિઉપર લાખગણું પુણ્ય થાય. રૈવતગિરિઉપર અને અષ્ટાપદઉપર દશલાખગણું પુણ્ય થાય. ને સ્વભાવથી શ્રી શત્રુંજયગિરિને વિષે સ્પર્શ કરવાથી કરોડગણું પુણ્ય મનાયું છે. મન વચન અને કાયાની શુદ્ધિથી શ્રી શત્રુંજયને વિષે જિનેશ્વરની પૂજા કરતાં મનુષ્યોને નિશ્ચ અનંતું પુણ્ય થાય છે. આ પ્રમાણે સાંભળી સંપ્રતિરાજાએ કુમકુમ પત્રિકાઓ મોક્લીને શ્રી સિદ્ધગિરિનાં વંદન માટે સંધને બોલાવ્યો. સંપ્રતિરાજાને સંઘમાં ભેગાં થયેલાં આવા પ્રકારનાં દેવમંદિર વગેરે અનુક્રમે નગરની પાસે શોભતાં હતાં. પાનાં ૭, ત્રણસો દેવાલય –લાકડાંનાં આક્યો દેવ મંદિર, ઘોડાઓ –૧૯-લાખ– રથ ત્રણ કરોડ પ્રમાણ સેના એક લાખ, એક રોડ પાડાઓ, અને પોઠ્યિા ઘણા, સારા દિવસે શ્રી શત્રુંજયતરફ ચાલતો સંપ્રતિ રાજા વલ્લભી નગરની પાસે મહોત્સવ સહિત રહયો. શ્રી શત્રુંજય તીર્થને વિષે નમસ્કાર કરીને લાપશી કરીને સંધની અંદર રથને લાવ્યો. તે પછી ચાલતો સંઘ મોક્ષને આપનાર શ્રી શત્રુંજ્યપર્વતઉપર ચઢયો. અને મૂળનાયક શ્રી ઋષભદેવ જિનેશ્વરને નમ્યો. સંપ્રતિરાજાએ ખાત્રપૂજા–બજનું અર્પણ – વગેરે કાર્ય સમસ્તપણે નિર્મલ સંઘ સાથે ર્યુંકોઈક પડી ગયેલા
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy