SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર રાજાવડે કહેવાયેલા સુબંધુએ પણ ચાણક્ય મંત્રી પાસે જઈને તેને ખમાવ્યા. બીજાઓએ પણ આદરપૂર્વક ખમાવ્યા. ચાણક્ય અનશન ગ્રહણ કરી પંચપરમેષ્ઠી સ્મરણ કરતાં સર્વ આયુષ્યના અંતે પંડિત મરણથી દેવલોકમાં ગયો. એક વખત- સુબંધુ મંત્રી સાથે બિંદુસાર રાજા શ્રેષ્ઠ વસ્તુ ગ્રહણ કરવાની ઈચ્છાવડે ચાણક્યના ઘરે ગયો. રાજાવડે આદેશ કરાયેલો સુબંધુ જલદી ઘરની અંદર જઈને દાભડાને ભેદીને ગંધ સુધી હર્ષિત થયો. તેમાં રહેલા અક્ષરો સુબંધુએ સારી રીતે વાંચ્યા. શરૂઆતમાં જે આ ગંધ સુંઘશે તે મુનિ થશે અને તે મુનિ નહિ થાય તો આ ગંધના પ્રભાવથી તરતજ મરણ પામશે. તે પછી સુબંધુ- ચિત્તમાં અત્યંત ચિંતાવાળો થયો. તે પછી મણના ભયથી સઘળા વ્યાપારનો ત્યાગ કરી સુબંધુ પોતાની જાતે સંયમ લઈને પૃથ્વીતલઉપર વિહાર કરવા લાગ્યો. ક્યું છે કે: पंथ समा नत्थिजरा, खहासमा वेअणा नत्थि। मरणसमं नत्थिभयं, दारिद्दसमो वइरिओ नत्थि॥१॥ માર્ગ સરખી જરા (ઘડપણ) નથી. સુધા (ભૂખ) સમાન વેદના નથી. મરણ સરખો ભય નથી. અને દાદ્રિ સરખો શત્રુ નથી (૧) અનુક્રમે બિંદુસાર રાજા ન્યાયથી રાજયનું પાલન કરતા હતા ત્યારે તેને રૂપની શોભાથી કામદેવને જીતી લેનારો અશોકગ્રી નામે પુત્ર થયો. અનુક્રમે વૃદ્ધિ પામતો અશોશ્રીપુત્ર બિંદુસાર વડે સ્વર્ગમાં જતાં પોતાની પાટપર સ્થાપન કરાયો. અશોશ્રી રાજા પૃથ્વીનું પાલન કરતો હતો ત્યારે કામદેવ સરખો– વિનયવાલો કુણાલ નામે કુમાર થયો. રાજાએ કુણાલને ભક્ત જાણીને નીતિરૂપ છે આત્મા જેનો એવા કુણાલને રહેવા માટે ઉજજયની નગરી હર્ષવડે આપી. આઠ વર્ષનો તે કુમાર હંમેશાં પ્રજા ઉપર રાગવાળું છે મન જેનું એવો તે પિતાના વચનને અનુસારે જાય છે. ઊભો થાય છે. અને રહે છે. કહયું છે કે – રાજપુત્રો પાસેથી વિનય શીખવો. પંડિત પાસેથી સુભાષિત શીખવું જુગારીઓ પાસેથી જૂઠું શીખવું ને સ્ત્રીઓ પાસેથી કપટ શીખવું. તે કુમારને વિદ્યગ્રહણ યોગ્ય જાણીને હર્ષને ભજનારા રાજાએ એક વખત કુમાર ઉપર શાસપાઠ (ભણવા) માટે લેખ લખ્યો. કુણાલા સુખને માટે પ્રાપ્ત ભણો. ત્યાં રહેલી તેની શોક્યમાતાએ હદયમાં આ વિચાર્યું. મારી શક્યનો પુત્ર- કુણાલ જો હમણાં મરે તો મારા પુત્રને અનુક્રમે પિતાની રાજયલક્ષ્મી થાય. તે પછી ગુપ્તપણે લેખને લઈને નેત્રના અંજનની–સળીવડે રાણીએ અકાર ઉપર બિંદુ આપ્યું. અંધીયતામ્ એ પ્રમાણે થયું. પિતાએ મોક્લેલા મુદ્રિત કરેલા તે લેખનું તેજ વખતે મેળવી લેખની પાસે તે લેખ વંચાવ્યો. એટલામાં લેખક મૌન થઈને નીચે મુખે રહ્યો તેટલામાં કુણાલે કહયું કે એમાં શું લખ્યું છે તે કહો “આ કુણાલ અંધ થાઓ ” આ– પ્રમાણે લેખમાં લખ્યું છે. આ પ્રમાણે લેખના મુખેથી સાંભળીને કુણાલ આ પ્રમાણે વિચારવા લાગ્યો પિતાએ પુત્ર એવા મારા ઉપર હિતને ઈMા આ લેખ પ્રસાદરૂપે કરાયેલો છે. માટે મારે તે માન્ય રાખવો જોઈએ. मातृ-पितृगुरुणां तु, पालयन्ति यके जनाः। तेषामत्रपरत्रापि, जायते सुखसन्ततिः॥
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy