SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર મનુષ્ય દુખે કરીને પૂરી શકાય એવા પેટ ભરવાના વૃત્તાંતમાં (કાર્યમાં) શું શું કરતો નથી? લજજાને છેડે છે. ચંડાળલોની સેવા કરે છે. દીનવચન બોલે છે. કરવા લાયક અને નહિં કરવા લાયક્તા વિવેકનો આશ્રય કરતો નથી. સદગતિની અપેક્ષા રાખતો નથી. ભાંડપણું કરે છે. નાચવાની ક્ષાનો અભ્યાસ કરે છે. (૧) આ બાજુ ચાણક્ય ચંદ્રગુપ્તરાજાની પાસે કહયું કે હે રાજન ! તું હંમેશાં જમવા છતાં પણ ક્ષીણદેહવાલો કેમ થયો? રાજાએ કહ્યું કે હ્રાસ (અપહરણ) થવાથી (બીજીવાર) પીરસાતું નથી. પરંતુ કોઈ અસર અથવા પ્રેત પીરસેલું હરણ કરે છે.” ક્યારેક બે-ત્રણ ચાર કોળિયા મારા પેટમાં આવે છે, વધારે નહિં. હે મંત્રી રાજા આ તમે જાણો. તપાસ કરવા ક્યાં પણ જ્યારે કોઈ બીજો જોવાયો નહિ તે વખતે ચાણક્ય અત્યંત ચિંતાથી વ્યાપ્ત થયો. ચાણક્ય વિચાર્યું કે કોઇક દિવ્યપુરુષ અથવા દેવ રાજાના પાત્રમાંથી લઘુલાઘવપણે આહાર હરણ કરે છે. મારે બુદ્ધિથી તે શ્રેષ્ઠ પુરુષને પકડવો જોઈએ. કારણકે પ્રજાના રક્ષણ માટે રાજાનું રક્ષણ કરવું જોઇએ. જ્હયું છે કે – दृष्टस्य दण्डः स्वजनस्य पूजा, न्यायेन कोशस्य सदा प्रवृद्धिः। अपक्षपातो रिपुराष्ट्रचिन्ता, पञ्चैव यज्ञाः कथिता नृपाणाम्॥१॥ क्षमीदाता गुणग्राही- स्वामी दःखेन लभ्यते। अनुकूल: शुचिर्दक्षः स्वामिन् ! भृत्योऽपि दुर्लभः ॥२॥ દુષ્ટનો દંડ-સ્વજનની પૂજા- ન્યાયપૂર્વક હંમેશાં ખજાનાની વૃદ્ધિ પક્ષપાતરહિતપણું શત્રુથી દેશની ચિંતા, રાજાના આ પાંચ યજ્ઞો @યા છે. (૧) ક્ષમાવાલો- દાતા– ગુણગ્રાહી એવો સ્વામી દુઃખે કરીને પ્રાપ્ત થાય છે. (વળી) હે સ્વામી ! અનુકૂળ પવિત્ર અને ચતુર એવો ચાકરપણ દુર્લભ છે. (૨) રાજા જમતા હતા ત્યારે ચાણક્ય ગુપ્તપણે ચોરને ખેંચવા (પકડવા) માટે ઘરની અંદર સૂક્ષ્મ ચૂર્ણ નાખ્યું. રાજા જમીને ઊભો થયો ત્યારે બે મનુષ્યનાં પગલાં પૃથ્વી પર લાગેલાં જોઈને તે બન્નેને પકડવા માટે ચાણક્ય તૈયાર થયો. રાજા અડધું જમે છતે ચાણક્ય તે ઘરમાં આંખને દુઃખ આપે તેવો દઢ-ઉક્ટ ધુમાડો કરાવ્યો. તે વખતે તે બન્નેની આંખો ધુમાડાથી ગળી ગઈ. (ધોવાઈ ગઈ) અને અંજન પડી ગયું અને બન્નેનાં શરીરો પ્રગટ થયાં. ચાણક્યવડે અને રાજાવડે જતાં એવા બને નાના સાધુઓ જોવાયા. તે પછી ગુરુની આગળ આવીને નિદાના ભય વડે કહ્યું આ બને નાના સાધુઓ શા માટે આવું અકાર્ય કરે? ગુએ કઠોર ભાષણથી નાના સાધુઓને ઠપકો આપ્યો. સાધુઓને આવા પ્રકારની ચોરી કરવી ક્યારે પણ યોગ્ય નથી. અકાર્ય કરવાથી માણસનો નરકમાં પાત થાય છે. ત્યાર પછી ચાણક્ય અને રાજાને બોલાવીને કહયું જો આ બને ભિક્ષા ન પામે તો દુ:ખી થાયજ્હયું છે કે – पञ्च नश्यन्ति पद्माक्षि! क्षुधातस्य न संशयः। तेजो लज्जामतिर्ज्ञानं, मदनश्चापि पञ्चमः॥१॥ હે કમલ સરખા નેત્રવાલી (સ્ત્રી). ભૂખથી પીડાયેલાને આ પાંચ પદાર્થો નષ્ટ થાય છે. એમાં સંશય નથી.
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy