SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર તમને લક્ષ્મી કેમ અપાય? મંત્રીશ્વરે ઉત્સવ માંડીને શ્રેષ્ઠીઓને જમવા માટે બોલાવીને શ્રેષ્ઠ ભોજન જમાડીને મદિરા પિવડાવીને ચિત્રશાલામાં સુવડાવેલા તે શેઠિયાઓ હાસ્યમાં તત્પર એવા પરસ્પર પોતપોતાના ઘરની લક્ષ્મી હેવા લાગ્યા. ચાણક્ય કહયું કે મારા ઘરમાં સોનાનો દંડ છે. ને શ્રેષ્ઠ માણિક્યથી ભરેલ સુંદર ચાર સોનાની મૂંડીઓ છે. ને ચાર કરોડપ્રમાણ સોનામહોરથી (યુક્ત) ચંડિકનામે રાજા મારે વશ છે. તેથી ઝાલર વગાડો. તે પછી કોળીઓએ ઝલ્લરી વાદ્ય વગાડે તે વખતે બીજો શેઠ હાથ ઊંચો કરીને મોટેસ્વરે પ્રગટપણે બોલ્યો. * આક્યો યોજન જવામાં હાથીનાં જેટલાં પગલાં થાય તેટલા હજાર સોનામહોવડે હું દરેક પગલાની પૂજા કરું, પૂર્વની જેમ ઝાલર વાગે ને બીજો કોઈ બોલ્યો કે * એક મૂઢો તલ વાવે ત્યારે, વરસાદ વરસે ત્યારે, અને સાથે વાયુ હોય ત્યારે જેટલા તલ થાય, તેટલા હજાર સોનામહોર મારા ઘરમાં છે. માટે ઝાલર વગાડે, * પૂર્વની જેમ ઝાલર વાગી ત્યારે બીજો બોલ્યો કે વરસાદ આવવાથી યમુના ને ગંગા પાણી વડે અત્યંત ભરાય છે. ત્યારે એક દિવસના ગાયના માખણવડે હું અટકાવું માટે હે કેળી ! તમે જલદી ઝાલર વગાડો, * પૂર્વની જેમ ઝાલર વાગી ત્યારે બીજો ધનેશ્વર બોલ્યો કે એક દિવસે જન્મેલા જાતિવંત ઘોડાઓની સંખ્યાવડે અયોધ્યા અને પાટલી પત્તન ભરાય જાય તો પણ તે ઘોડાનાં શ્રેષ્ઠ બચ્ચાંઓ મારા ઘરમાં ઘણાં છે. આથી તે વાજિંત્રને વગાડનારા હમણાં ઝાલર વગાડે. * પૂર્વની જેમ ઝાલર વાગી ત્યારે બીજો માણસ બોલ્યો કે ભતના સર્વ મનુષ્યો એક વર્ષ સુધી જેટલા ચોખા ખાય તેટલા મારા ઘરમાં એક વર્ષમાં ઊગે છે, તેટલા જુદી જુદી જાતના ચોખા મારા ઘરમાં છે. માટે હે કોળીઓ ! હમણાં મજબૂતપણે ઝાલર વગાડો. * ઝલ્લરી વાજિંત્ર વાગ્યું ત્યારે બીજો શેઠ અભિમાનવડે બોલે છે કે મારા ઘરમાં તેટલા પ્રમાણવાલું ધાન્ય ને ધન” છે કે જે ધનવડે–ચંદ્રગુપ્ત રાજાવડે પાલન કરાયેલી પૃથ્વીને હું દેવા રહિત કરું, આથી હે કોળીઓ ! મજબૂત પણે હમણાં ઝાલર વગાડો. * પૂર્વની જેમ ઝાલર વાગી ત્યારે બીજો શેઠ આ પ્રમાણે બોલ્યો કે મારા ઘરમાં એક કરોડ રત્નો છે. સાત ભાર પ્રમાણ સોનું છે. ત્રણ મૂઢા મોતી છે, અને પરવાળાં વગેરે બીજી વસ્તુઓની સંખ્યા મારવડે જાણી શકાતી નથી, આથી હે કળીઓ ! એક્ટમ આ સમયે શ્રેષ્ઠ ઝાલર મધુર અવાજ સાથે તમારવડે વગડાઓ વગડાઓ, * સર્વ ઠેકાણે ચાણક્યવડે લોકે સાલી કરાવાયા હતાં, કારણ કે તે બુદ્ધિનો ભંડાર સ્વામીભક્ત ને ધર્મ ધુરંધર
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy