SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ પાંડવોએ કરેલો શ્રી શત્રુંજયનો ઉધ્ધાર અને ૨૦ ક્રોડ સાથે મુનિગમન ૪૩ - પગલે પગલે કરોડો ભવનાં પાપો પણ પંડરીકગિરિની યાત્રા કરવામાટે જનારાનાં ઓગળી જાય છે. જે પુંડરીકગિરિ તરફ એક એક ડગલું આપે છે. તે કરોડો ભવમાં કરેલાં પાપોમાંથી મુક્ત થાય છે. જે હંમેશાં સારા ભાવપૂર્વક પુંડરીકગિરિનું ધ્યાન કરે છે તે સંસારના તાપને દૂર કરીને પરમપદને પામે છે. આ પ્રમાણે શ્રી ગુરુની વાણી સાંભળીને વૈરિમર્દન રાજા ઘણા સંઘ સહિત શ્રી શત્રુંજયમાં જિનેશ્વરોને નમન કરવા માટે ગયો. ત્યાં પહેલાં મોટા વિસ્તારપૂર્વક શ્રી ઋષભદેવની પૂજા કરીને ફરીથી બે પાદુકાઓને ભક્તિથી પૂજી, તે પછી રાજાએ રાયણવૃક્ષને શ્રેષ્ઠ અક્ષતવડે તેવી રીતે વધાવ્યું કે જેથી તેહ પામતાં તે વૃક્ષે વસ્ત્રોને ભીનાં કરતાં દૂધની વૃષ્ટિ કરી. તે પછી બીજાં જિનમંદિરોમાં અરિહંતનાં બિંબોની સંઘ લોક સહિત રાજાએ પૂજા કરી. તે પછી રેવતગિરિ ઉપર જઈને વૈરિમર્દન રાજાએ શ્રી નેમિનાથ ભગવાનની આદરપૂર્વક પૂજા કરી. તે પછી અનુક્રમે પોતાના સિંહ નામના પુત્રને પોતાના રાજયઉપર ઉત્સવપૂર્વક બેસાડી દીક્ષા લઈને વૈરિમર્દન રાજા મોક્ષમાં ગયો. આ પ્રમાણે શી પાંડવ ચરિત્ર સંપૂર્ણ. भरह कराविअ बिंवे, चिल्लतलाई गुहाठिअनमंतो। जहि होई इगवयारी, तं सित्तुंजय महातित्थं ॥२६॥ ગાથાર્થ : ચિલ્લસરોવરની ગુફામાં રહેલા ભરત–રાજાએ કરાવેલાં બિંબોને નમસ્કાર કરતાં જયાં એકાવનારી થાય છે. તે શત્રુંજય તીર્થ ય પામો. (ર૬). ટીકાર્ય : પ્રથમ ચક્રવર્તીએ કરાવેલ શ્રી ઋષભદેવ પ્રભુના બિંબને ચિલ્લમુનિના (નામના) સરોવરની ગુફામાં રહેલા નમસ્કાર કરતાં જ્યાં એભવમાં મોક્ષગામી થાય છે. તે શત્રુજ્ય મહાતીર્થ જ્ય પામો. दहिफलफलयसमीवे- अलक्खदेउलियपरिसरपएसे। सिवदारं पिव दारं, जीड़ गुहाए विहाडेउं॥२७॥ अट्ठमतवेणतुट्ठो- कवडिजक्खो जहिं भरह पडिमं। वंदावइ जयउ तयं सिरिसित्तुंजयमहातित्थं ॥२८॥ ગાથાર્થ – બહેડા નામના ઝાડની પાસે અલક્ષ નામના દેવલના ભાગોળમાં – પ્રદેશમાં મોક્ષના દ્વારજેવું ગુફાનું દ્વાર ઉઘાડીને અઠ્ઠમતપવડે તુષ્ટ થયેલો કપર્દિયક્ષ જ્યાં ભરતરાજાએ કરાવેલ પ્રતિમાને વંદન કરાવે છે તે શ્રી શત્રુંજય મહાતીર્થ જ્ય પામો– (૨૭–૨૮)
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy