SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિમલગિરિ નામ આપનાર સૂરરાજાની ક્યા આજ્ઞા પળાવી અને નિર્મલ યશ મેળવ્યો. એક્વાર રાજા ઘરના મુખ્ય માણસોના પરિવાર સાથે ઉદ્યાનમાં ગયો. ને ત્યાં ક્રીડા કરતાં એવા તેણે શ્વેતવસ્ત્રવાલી એક સ્ત્રીને જોઇ. અને રાજાએ તે નારીને પૂછ્યું તું કોણ છે ? અને ક્યાંથી આવી છે ? ત્યારે તે સ્ત્રીએ જવાબ આપ્યો કે તારે આ અહીં હમણાં નામ વગેરે પૂછવાવડે શું પ્રયોજન છે ? રાજાએ ક્હયું તું લોને સુખ – દુ:ખ શું કરે છે ? નારીએ કહ્યું હું જેના ઘરે જઉં છું તેના ઘરે ઘણી લક્ષ્મી થાય. ત્યારે રાજાએ ક્હયું તું તારા આગમનથી મારા મકાનને કૃતાર્થ કર. ત્યારે દેવીએ ક્હયું કે હે રાજન કાલે સવારે તારે ઘેર આવીશ. હર્ષિત થયેલો રાજા ઘેર આવીને બીજે દિવસે સવારે રાજ્યસભામાં રહેલો જેટલામાં દેવીના આગમનને જુએ છે. તેટલામાં ભંભાના અવાજને કરતો એક માણસ આવીને કહે છે કે હે સ્વામિ ! શત્રુ સિંહરથરાજા અહીં તમારા રાજ્યને લેવા માટે આવ્યો છે. રાજા ઊભો થઈને બખ્તર ધારણ કરી જેટલામાં યુધ્ધકરવા માટે નગરની બહાર ગયો તેટલામાં શત્રુનું મોટું સૈન્ય જોઇને આ પ્રમાણે વિચારવા લાગ્યો. જો હું આ શત્રુ સાથે યુધ્ધ કરું તો ખરેખર સ્ત્રીના બોલવાના બહાનાથી હું હણાયેલો જ છું. જો હમણાં નાસી જવામાં આવે તો મારૂં જીવિત થાય, જીવતો માણસ ખરેખર ઘણાં ક્લ્યાણને પામે છે. તે પછી તે નગરીમાં પ્રવેશ કરીને હ્લિાના દરવાજાને મજબૂતપણે બંધ કરીને મંત્રી સાથે વિચારણા કરીને રાજા નાસવાની ઇચ્છાવાળો થયો. કેટલીક લક્ષ્મી લઈને પત્ની – પુત્ર અને મંત્રી સાથે રાજા જીવિતની ઇચ્છાથી ગુપ્તપણે રાત્રિએ નગરમાંથી બહાર ગયો. કહયું છે કે – વિષ્ટાની અંદર રહેલા કીડાને અને દેવલોકમાં રહેલા ઇન્દ્રને જીવવાની ઇચ્છા સરખી હોય છે. અને મરણનો ભય બન્નેને સરખો હોય છે. सव्वे जीवावि इच्छन्ति - जीविउं न मरिज्जिउं । तम्हा पाणिवहं घोरं जावज्जीवाइ वज्जए ॥२॥ - સર્વજીવો જીવવા માટે ઇચ્છે છે. મરવા માટે ઇચ્છતા નથી. તેથી જીવનપર્યંત ભયંકર પ્રાણવધનો ત્યાગ કરવો જોઇએ. રાજા ગયો તેમ સવારમાં જાણીને શત્રુ રાજા નગરની અંદર આવીને તે સુખપૂર્વક મદનરાજાના રાજ્યને શોભાવવા લાગ્યો. જતો એવો તે મદનરાજા જેટલામાં અનુક્રમે ભીલની પલ્લીમાં ગયો. તેટલામાં ભીલોએ તે રાજાની સર્વલક્ષ્મી અપહરણ કરી गतसारेऽत्र संसारे- सुखभ्रान्तिः शरीरिणाम् । તાતાપામિવાનુઃ-વાતાનાં સ્તન્યવિભ્રમઃ IIII सम्पदो जलतरङ्गविलोला यौवनं त्रिचतुराणि दिनानि. शारदाभ्रमिव चञ्चलमायुः किं धनैः कुरुत धर्ममनिंद्य ॥ २ ॥
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy