SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પાંડવોએ કરેલો શ્રી શત્રુંજયનો ઉધ્ધાર અને ૨૦-ક્રોડ સાથે મુક્તિગમન ૪ धरान्तस्थं तरोर्मूल - मुच्छ्रयेणानुमीयते। तथा पूर्वकृतो धर्मो- ऽप्यनुमीयेत सम्पदा॥१॥ राज्यं सुसम्पदो भोगाः, कुले जन्म सुरूपता। पाण्डित्यमायुरारोग्यं, धर्मस्यैतत्फलं विदुः ॥२॥ धनदो धनमिच्छूनां, कामदः काम मिच्छताम्। धर्मएवापवर्गस्य, पारम्पर्येण साधकः ॥३॥ પૃથ્વીની અંદર રહેલું વૃક્ષનું મૂલ ઊંચાઈવ અનુમાન કરાય છે. તેવી રીતે પૂર્વે કરેલો ધર્મ સંપત્તિવડે અનુમાન કરાય છે. ૧. રાજય – સંપત્તિ– ભોગો- ઉત્તમકુલમાં જન્મ– સારુરૂપ – પંડિતાઈ – આયુષ્ય અને આરોગ્ય એ ધર્મનું ફલ જાણવું. ૨. ધર્મ અને ધનના ઇકોને ધન આપનાર છે. કામના ઈકોને કામ આપનાર છે. ને પરંપરાએ ધર્મ મોક્ષને સાધનારો છે. ૩. તે વખતે ગાંધારીએ રણભૂમિમાં આવીને કૃષણને % મારાવડે ભોજન કરાશે નહિ. પરંતુ પુત્રો સાથે બળી જવાશે. તે વખતે કૃષ્ણ કહ્યું કે અગ્નિ પ્રવેશ ન કરવો જોઈએ. કારણકે કામક્ષણ કરવાથી મનુષ્યોને દુર્ગતિમાં પડવું થાય છે. કહ્યું છે કે – रज्जुग्गहविसभक्खण - जलजलणपवेस तण्ह छुहदुहओ। गिरिसिर पडणाउ मुआ, सुहभावा हुंति वंतरिआ॥ ગળા ફાંસો – ઝેરખાવું – પાણીમાં પ્રવેશ – (પડવું) અગ્નિમાં પ્રવેશ (પડવું) તરસ અને ભૂખના દુ:ખથી - પર્વતના શિખર ઉપરથી પડવાથી – મરેલા જે શુભભાવવાળા હોય તે વ્યંતરો થાય છે. ૨. આ પ્રમાણે કૃષ્ણ કહા છતાં પણ જયારે ગાંધારીએ દાગ્રહ ન છોડ્યો. ત્યારે સઘળો લોક નગરીની અંદર આવ્યો. કૃણ રાત્રિમાં ગુપ્ત પણે રહયે તે લાગી છે ભૂખ જેને એવી ગાંધારી હતી ત્યારે દેવવડે એક શ્રેષ્ઠ એવા ફળવાળો આંબો કરાયો. ભૂખથી પીડા પામેલી ગાંધારી આંબો ઘણો ઊંચો હોવાથી તે આંબાનાં ફલ લેવા માટે જરાપણ શક્તિમાન ન થઈ. તેથી ઘણા પુત્રોના ઘણા ફ્લેવરો વડે ઊંચું સ્થાન (ઢગલો) કરીને તેની ઉપર તે રહી. તો પણ જયારે ફળો લેવા માટે સમર્થ ન થઈ ત્યારે ફરીથી બીજા ક્લેવો વડેઊંચું સ્થાન (ઢગલો) ક્યું. તે વખતે કૃષ્ણ પ્રગટ થઈને આ પ્રમાણે કાંકેઃ- તમારાવડે ખરેખર આવું નિંદિત કરાયું કેમ દેખાય છે? પછી અત્યંત લજજા પામેલી – ભૂખથી પીડા પામેલી એવી ગાંધારીએ કૃષ્ણની આગળ આ પ્રમાણે પ્રગટ કહ્યું કે : वासुदेव जरा कष्टं - कष्टं वैधव्य वेदना। पुत्राणां मरणं कष्टं, कष्टात्कष्टतराक्षुधा॥ यतः- पञ्चनश्यन्ति पद्माक्षि! क्षुधार्तस्य न संशयः । तेजो लज्जामति आनं- मदनश्चापि पञ्चमः ॥१॥
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy