SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર यौवनेऽपि प्रशान्ता ये - येच हृष्यन्ति याचिताः। वर्णिता येच लजन्ति, ते नरा जगदुत्तमाः ॥ જે મનુષ્ય જગતમાં ઉત્તમ હોય છે. તેઓ યૌવનમાં પણ પ્રશાંત હોય છે. યાચના કરાયેલા જેઓ આનંદ પામે છે. અને વખાણ કરવાથી જેઓ લજજા પામે છે. રાજાએ શત્રુને હણવા માટે ઉત્તરકુમારને ગયેલો જાણીને બખ્તર ધારણ કરીને જેટલામાં તે શત્રુના સૈન્યની વધુ ઈચ્છાવડે ચાલ્યો તેટલામાં એકે મનુષ્ય આવીને કહ્યું કે હે રાજા તમારો પુત્ર બધા શત્રુઓને જીતીને ઉદ્યાનમાં આવ્યો છે. તે વખતે કેકે કહ્યું કે – જેનો સારથિ બૃહન્નટ હોય તેના હાથમાં શત્રુઓના વધથી જયલક્ષ્મી આવે છે. આ બાજુ અકસ્માત રથમાંથી ઊતરીને ઉત્તરકુમારે પિતાને નમીને કહ્યું કે મેં સઘળા શત્રુઓને જીતી લીધા. ઉત્તરકુમાર જ્યારે બધા શત્રુઓને જીતીને ઘરે આવ્યો ત્યારે રાજાએ પુત્રની જીતનો ઉત્સવ ર્યો. ચોથે દિવસે કરી છે આપ્ત દેવોની પૂજા જેણે એવો – અને શુદ્ર દેવોની કરી છે ઉલ્લાસ પામતી પૂજા જેણે અને પોતાના વેશથી યુક્ત ભીમ આદિભાઈથી લેવાયેલા કામદેવની ઉપમાવાલા – યુધિષ્ઠિર જેટલામાં રાજ્યસભામાં આવે છે. તેટલામાં તેઓને પાંડવ જાણીને વિરાટરાજા ઊભો રહ્યો. વિરાટરાજાએ બળાત્કારે પોતાના સિંહાસન ઉપર યુધિષ્ઠિર રાજાને સ્થાપન કરી નમસ્કાર કરીને કહ્યું કે મારાવડે જે જે અપરાધ કરાયા હોય તે તે ક્ષમા કરો. યુધિષ્ઠિરે કહ્યું કે તમારી પાસે અમે સુખ પૂર્વક રહ્યા છીએ. આ નગરીમાં તમારા પ્રસાદથી અમે પ્રતિજ્ઞા પૂરી કરી છે. માટે કહ્યું છે કે – गुणदोषसमाहारे, गुणान् गृह्णन्ति साधवः। ક્ષીરનીર સમાહરે, હંસા: ક્ષમિત્તાવિત્નમ્ II स्वगुणं परदोषं वा, वक्तुं याचयितुं परम् । अर्थिनं च निराकर्तुं, सतां जिह्वा जडायते॥ स्वश्लाघा परनिन्दा च, मत्सरो महतां गुणे। असम्बद्धप्रलापित्व, - मात्मानं पातयत्यधः ॥ સજજન પુરુષો ગુણ અને દોષના સમૂહમાં ગુણોને ગ્રહણ કરે છે. દૂધ અને પાણીના સમૂહમાં હંસો જેમ નિર્મલ એવા દૂધને ગ્રહણ કરે છે. (તમે) ૧. સજજન પુરુષોની જીભ પોતાના ગુણોને કહેવા માટે અને પારકાના દેશોને કહેવા માટે બીજાની પાસે યાચના કરવા માટે અને યાચનો તિરસ્કાર કરવા માટે જડ જેવી થાય છે. ૨. પોતાનાં વખાણને પારકાની નિંદા મહાપુરુષોના ગુણને વિષે ઈર્ષ્યા, અને સંબંધ વગરનું બોલવાપણું આત્માને નીચો પાડે છે. વિરાટ રાજાએ કહ્યું કે આ હાથી – ઘોડા વગેરેથી વિભૂષિત એવું રાજ્ય મહેરબાની કરીને હે ધર્મપુત્ર યુધિષ્ઠિર ! અંગીકાર કરો. ધર્મપુત્ર યુધિષ્ઠિરે કહ્યું કે હેમસ્ય રાજા! તમે પુત્રસાથે ચિરકાલ રાજયકરો. અમે દેશાંતરમાં જઇશું તે પછી વિરાટરાજાએ યુધિષ્ઠિરને કહ્યું કે તમે અહીં કેટલાક દિવસ સુધી સુખપૂર્વક રહો.
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy