SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ રર શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર रणारम्भप्रणयिनां - क्षत्रियाणां रिपुग्रहे । जीवितं राज्यलाभाय, कीर्तिलाभाय पञ्चता ॥ २ ॥ યુદ્ધના આરંભના પ્રેમી એવા ક્ષત્રિયો શત્રુઓને પકડે ત્યારે જીવિત રાજ્યના લાભ માટે થાય અને મરણ કીર્તિના લાભ માટે થાય. આ શત્રુઓની આડંબરરૂપી વાદળાંથી શોભિત એવી સેના મારી આગળ જલદી દૂર જશે. એમાં સંશય નથી. दुद्द (द) रडियं महिषीणं कडक्खयं, सेवडाण मंतणयं । खमणाण य वक्खाणं, साडबंरो चेव निष्फलो चेव ॥ १ ॥ દેડકાનો અવાજ – સ્ત્રીઓનો કટાક્ષ – સેવકોની મંત્રણાઓ – અને સાધુઓનું આડંબર સહિત બોલવું એ બધું નિલ છે. ૧. કુમારે ક્યું કે મરી ગયા પછી કીર્તિરૂપી ફલ અહીં કોણ જોશે? ને અહીંયાં તો યુદ્ધમાંગયેલા મારું મૃત્યુ – હમણાંજ દેખાય છે. અર્જુને કહ્યું કે આ જગતમાં ઉત્તમ યશ એજ સાર હેવાય છે. આ (સાર) શત્રુની પાસેથી નાસવા વડે તે શક્ય નથી કહ્યું છે કે: दैवोऽपि शङ्कतेतेभ्यः कृत्वा विघ्नानिखिद्यते । विघ्नैरस्खलितोत्साहाः, प्रारब्धं ये त्यजन्ति न ॥ १ ॥ " વિઘ્નોવડે નથી સ્ખલના પામ્યો ઉત્સાહ જેનો એવા જેઓ શરુ કરેલા કર્મને છોડતા નથી. તેઓ પાસેથી નસીબ પણ શંકા પામે છે. એ વિઘ્નો કરીને ખેદ પામે છે. ૧. અર્જુન ઉત્તરકુમારને સ્વસ્થ કરીને કહ્યુકે તું સારથિ થા હું શત્રુઓને જીતીને ક્ષણવારમાં ગાયોને પાછી વાળીશ. અર્જુન શત્રુઓની દૃષ્ટિના ગોચરમાં જઇને હ્યું કે આ ગંગાપુત્ર ભીષ્મ બળથી ઇન્દ્ર સમાન છે. પણ આ દુર્યોધન રાજા પાંડવોનો દૃઢ શત્રુ છે. આ પાંડુરાજાના ભાઇ વિદુર ચતુર પુરુષોમાં અગ્રણી છે. આ પાંડવોના ગુરુદ્રોણાચાર્ય ને અશ્વત્થામા નિશ્ચે બલવાન છે. આ સૂર્યપુત્ર કર્ણ દાની – માની અને મહાબલ છે. આ દુર્યોધનનો ભાઇ સુયોધન કાંતિવાળો છે. ઇત્યાદિ સેનાના ઘણા શત્રુઓને બતાવતો અર્જુન બોલ્યો કે જો
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy