SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર દુર્યોધનવડે એકાંતમાં મોક્લાવાયેલો દુઃશિલ્યાનો પતિ જયદ્રથ રાજા એક વખત યુધિષ્ઠિર પાસે આવ્યો. કુંતીએ જમાઈ એવો તે પોતાના ઘરમાં નિમંત્રણ કરાયો ત્યારે અર્જુને તેને દિવ્યરસોઈ વડે જમાડ્યો. શઆતમાં પાંડવોને ક્લ-કપટ બોલવામાં તત્પર એવો તે દુષ્ટ ચિત્તવાલો દ્રોપદીને રથારૂઢ કરીને ચાલ્યો. દ્રૌપદીના હરણનું વૃત્તાંત સાંભળીને તે વખતે તેને હણવા માટે જતાં એવા ભીમ અને અર્જુનને જાણીને કુંતીએ તે પુત્રોને હયું કે તમારા બન્નેએ યુધ્ધ કરતાં દ્રૌપદીને તેવી રીતે પાછી લાવવી કે જેથી હમણાં જમાઈ જ્યદ્રથ મરે નહિ. शैले शैले न माणिक्य, मौक्तिकं न गजे गजे। साधवो नहि सर्वत्र, चन्दनं न वने वने॥१॥ अयं निजः परो वेति, गणना लघुचेतसाम्। उदारचरितानां तु, वसुधवै कुटुम्बकम्॥२॥ દરેક પર્વત પર માણિક્ય હોતું નથી. દરેક હાથમાં મોતી હોતું નથી. સાધુઓ સર્વત્ર હોતા નથી. દરેક વનમાં ચંદન હોતું નથી. આ પોતાનો અથવા પારકો. એવી ગણતરી નાના મનવાલાઓને હોય છે. ઉદાર ચરિત્રવાલાઓને તો પૃથ્વી એ જ કુટુંબ છે. માતાનું વચન સ્વીકારીને ભીમ અને અર્જુન પત્નીને પાછી લાવવા માટે માતાને નમીને જલદી ચાલ્યા કહયું છે કે : - श्रृण्वन्ति पितुरादेशं, ते केऽपि विरलाः सुताः। आदिष्टं यदि कुर्वन्ति, सर्वं ते यदि पञ्चषाः॥१॥ કેટલાક વિરલ પુત્રો પિતાના આદેશને સાંભળે છે અને જેઓ આદેશ કરેલ સર્વને કરે છે તેવા તો પાંચ અથવા છ હોય છે. પુત્રો તે છે કે જે પિતાના ભક્ત હોય, પિતા તે છે કે જે પોષણ કરે મિત્ર તે છે કે જયાં વિશ્વાસ હોય, સ્ત્રી તે છે કે જ્યાં શાંતિ હોય. જયદ્રથના છત્ર વગેરેને કાપતાં પોતાનાં હૃદયમાં માતાની વાણીને યાદ કરતાં રાત્રને મારી ન નાંખ્યો. ભીમે તેના રથને અને મુગુટને ગદાવડે ચૂર્ણ કરતાં શત્રુ જયદ્રથને (જરાપણ) મારી નાંખ્યો નહિ. તે વખતે અર્જુને જયદ્રથના મસ્તને બાણવડે મુંડન કરતાં મજબૂત એવા પણ જયદ્રથ રાજાને નિચે ભય પમાડ્યો. ભીમ વડે ગદાથી રથને પાપડની જેમ ચૂર્ણ કરાયો ત્યારે જ્યદ્રથ તે વખતે નાસી જવામાં તત્પર મનવાલો થયો. હવે જ્યારે જ્યદ્રથ રાજા દ્રોપદીને મૂકીને નાઠોતે વખતે તે બંને તે સ્ત્રીને લઈને માતાની પાસે આવ્યા, ભીમ–અર્જુન અને દ્રૌપદીએ માતાનાં બે ચરણોને નમીને પોતાનો એહ દેખાડવાથી માતાના મનને આનંદ પમાડ્યો. એક વખત નારદે આવીને પાંડવોની આગળ કહયું કે તમારાવડે મુકાયેલો શત્રુ તમારા ઉપર શેષ ધારણ કરે છે. તે દુર્યોધને તમને કપટવડે મારવા માટે અશક્ત એવા તેણે લોકોને પૂછી પૂછીને એકાંતમાં શ્રેષ્ઠ દેવીની આરાધના કરી છે. તેણે કહયું કે તમારા વડે શત્રુતરફ મુકાયેલાં બાણો નિષ્ફલ નહિ થાય. અને શત્રુઓ ક્ષણવારમાં નાશ પામશે. મારાવડે તો તમારી આગળ હમણાં તમારા હિતના માટે શત્રુનું દ્રોહ કરનારું સ્વરૂપ વિશે કહેવાય છે.
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy