SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-લ્યવૃત્તિ-ભાષાંતર ત્રણભવમાં ઉત્તમ બની સિદ્ધિપદને પામે છે. ત્યાં સુધી જ અહીં હત્યા વગેરે પાપો ચારે બાજુ ગર્જના કરે છે કે જ્યાં સુધી ગુરૂ મહારાજના મુખેથી “શ્રી શત્રુંજય એવું નામ સંભળાતું નથી (ત્યાં સુધી) બીજા શાસ્ત્રોમાં પણ કહયું છે કે :- અડસઠતીર્થની યાત્રા કરતાં જે લ મળે છે, તે લ શ્રી આદિનાથભગવંતનું સ્મરણ કરવાવડે થાય (છે.) આ પ્રમાણે જેનું ઘણું માહાભ્ય-લોકમાં–મનુષ્યોમાં સંભળાય છે. તે તીર્થનું મંદબુધ્ધિવાલાવડે કેવી રીતે વર્ણન કરી શકાય ? (અથવા ન જ કરી શકાય ) શ્રી સુધર્મા સ્વામીએ જે તીર્થનું માહાસ્ય કરોડો શ્લોકેવડે વર્ણવ્યું છે, તે વર્ણનને ઉત્તમ એવા ભદ્રબાહુ ગુરૂએ સંપ્યું છે. અને ત્યાર પછી વજસ્વામીએ તે વર્ણનને ભવ્યજીવોનાં ઉપકાર માટે નાનું કર્યું. ત્યાર પછી તેને ધનેશ્વર રિજીએ સંક્ષિપ્ત ર્યું ત્યાર પછી બીજા ઉત્તમ ગુરૂવર્યાએ તે વર્ણનને સંક્ષેપ કર્યું છે. ત્યાર પછી તપાગચ્છના અધિપતિ એવા ઉત્તમગુરૂ ધર્મઘોષસૂરિજીએ અંધકારને (પાપરૂપી અંધકારને) દૂર કરનાર આ “ રાત્રેય લ્પને” બનાવ્યો. દેવેન્દ્રસુરિ અને વિદ્યાનંદસૂરિનો અકસ્માતથી તેરમા દિવસે કાલધર્મ – (મૃત્યુ) થયો. ત્યારે તેમના ગણમાં ધર્મકર્તિમુનિ ઉપાધ્યાય હતા. અને અનુક્રમે શુભપુણ્યોદયવડે તેઓની છ માસ પછી આચાર્ય પદવી થઈ. અને લોકોમાં ધર્મઘોષગુરૂ – (સૂરિ) એવા નામથી ચારે બાજુ પ્રસિધ્ધ થયા. તે જ ધર્મઘોષ સૂરિએ આ “શ્રી શત્રુંજય લ્પ” ભવ્યપ્રાણીઓના બોધમાટે ક્યો. તેની આ પ્રથમ સ્તુતિ છે. શ્રતધર્મમાં વર્ણન કરેલ તે (આ) તીર્થ છે. જે ગુઓમાં ઉત્તમ એવા ધર્મઘોષ સુરિજીએ કરેલ આ સ્તોત્રની - સ્તવનની તે તે કથાથી યુક્ત એવી વૃત્તિ – ટકા કરાય છે. (શુભશીલગણિવડે) તે આ પ્રમાણે (તની પરંપરા આ છે.) તપાગચ્છરૂપી આકાશમાં સૂર્યસરખા સોમસુંદર સૂરીશ્વરના પટ્ટાલંકાર મુનિસુંદરસૂરિ મહારાજ થયા. ને હમણાં તેમના પદરૂપી ઉદયગિરિને પ્રતાપી સૂર્ય જેવા રત્નશેખરસૂરીશ્વર પ્રકાશિત કરે છે. તે મુનિસુંદરસૂરિના શિષ્ય સરળ બુધ્ધિવાળા શુભાશીલ નામના ગણિવડે ભવ્યપ્રાણીઓનાં બોધમાટે ગુરુઓમાં મુગટ સરખા એવા ધર્મઘોષ સૂરિએ કરેલ આ સ્તવનની તે તે ક્યાથી યુક્ત એવી વૃત્તિ – ટીકા ખરેખર હમણાં કરાય છે. શરૂઆતમાં તે સ્તોત્રની પ્રથમ ગાથાનો સંબંધ કહેવાય છે. તે આ પ્રમાણે : सयधम्मकित्तिअंतं तित्थं देविंद (विंद) वंदिअंथणिमो। पाहुडए विज्जाणं, देसिअमिगवीसनामं जं॥१॥ શ્રત ધર્મમાં હેલ છે અને દેવેન્દ્રોવડે વંદન કરાયેલ તે તીર્થને અને વિદ્યાના પ્રાકૃતમાં જે એક્વીશ નામ બતાવ્યાં છે. તેને અમે સ્તવીએ છીએ. વ્યાખ્યા :- શ્રતનો ધર્મ તે બોધ, અથવા કૃતધર્મ. એટલે કે સિદ્ધાન્ત અથવા શ્રત એજ ધર્મ તે શ્રત ધર્મ. તે બે પ્રકારે છે. સાધુધર્મ અને શ્રાવકધર્મ. શાસ્ત્રમાં કહયું છે કે :
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy