SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ પાંડવોએ કરેલો શ્રી શત્રુંજયનો ઉધ્ધાર અને ૨૦–ક્રોડ સાથે મુક્તિગમન सतां पथा प्रवृत्तस्य, तेजोवृद्धी रविरिव । यदृच्छयाऽतुवृत्तस्य, रूपनाशोऽस्ति वायुवत् ॥ १ ॥ - સત્પુરુષોના માર્ગવડે પ્રવર્તેલાને સૂર્યની જેમ તેજની વૃદ્ધિ થાય છે. અને પોતાની ઇચ્છા પ્રમાણે ચાલનારને વાયુની જેમ રૂપનો નાશ થાય છે. ॥ ૧ ॥ અષ્ટાપદ વગેરે તીર્થોમાં તીર્થંકરોને નમસ્કાર કરતા અર્જુને બાર વર્ષ પૂરાં કર્યાં. અર્જુન તે પ્રતિજ્ઞા પૂર્ણ કરીને ઘણા વિદ્યાધરો સહિત – ઘણાં વિમાનોવડે આકાશને ઢાંક્તો પોતાના નગરમાં ગયો. વધૂ સહિત પુત્ર અર્જુનને આલિંગન કરીને પાંડુરાજા પોતાના ઘરે પ્રવેશ ઉત્સવપૂર્વક લાવ્યો. કોઇકના મુખેથી પોતાની બહેન પ્રભાવતીને વિદ્યાધરવડે હરણ કરાયેલી જાણીને મણિચૂડ ઘણો દુ:ખી થયો. ૩૯૫ તે વખતે મણિચૂડની સાથે અર્જુન આકાશમાર્ગે જઇને શત્રુને જીતીને વેગથી પ્રભાવતીને પાછી લાવ્યો. પાંડુરાજાએ અનુક્રમે યોગ્ય જાણીને રાજય ઉપર યુધિષ્ઠિરને પોતાની પાટઉપર સ્થાપન ર્યો. બીજા પુત્રોને યુવરાજપદે સ્થાપન ર્યાં. ભીમ વગેરે ચાર ભાઇઓએ ભાઇના આદેશથી ભાઇની ભક્તિથી શત્રુનાં રાજ્યોને ગ્રહણ ર્યાં. પાંચે ભાઇઓને દ્રૌપદીના ગર્ભથી ઉત્પન્ન થયેલા સિંહ જેવા બલવાન પાંચ પુત્રો થયા અર્જુનની પ્રીતિથી મણિચૂડ વિધાધરે ઇન્દની સભા સરખી નવી સભા તેજ વખતે ત્યાં કરી. તે સભામાં રાજા ધર્મપુત્ર ( યુધિષ્ઠિર ) ચાર ભાઇઓ સાથે બેઠેલો દેવતાઓની સાથે જેમ ઇન્દ્ર શોભે તેમ શોભે છે. ત્યાં યુધિષ્ઠિરે ઘણા ધનનો વ્યય કરી શાંતિનાથ ભગવાનનો શ્રેષ્ઠ સુવર્ણમય પ્રાસાદ કરાવ્યો. જ્યાં શાંતિનાથ ભગવાનનાં ત્રણ ક્લ્યાણકો થયાં. તે હસ્તિનાગપુર નામનું તીર્થ મનુષ્યોને મોક્ષ આપનારું થાય. તે સભામાં પ્રવેશ કરતા દુર્યોધન રાજાએ પાણી વગરના સ્થાનમાં પણ પાણીની ભ્રાંતિવડે બન્ને પગનાં વસ્ત્રો ઊંચાં કર્યાં. કોઇક ઠેકાણે તેજના ભ્રમથી જતો એવો તે ભીંતપર મજબૂતપણે અથડાયો. ભીમવડે હાંસી કરાયેલો દુર્યોધન ઘણો લજજા પામ્યો. અંદર ક્રોધ પામેલો બહાર શીતલ સ્વભાવવાળા એવા ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધને કોમલવાણી વડે પાંડુપુત્રોને યું : : मुखं पदलाकारं, वाचा चन्दनशीतला । हृदयं कर्त्तरीतुल्यं, त्रिविधं धूर्त्तलक्षणम् ॥ મોઢું કમલપત્ર સરખા આકારવાલું હોય, વાણી ચંદન સરખી શીતલ હોય, હૃદય કાતર સરખું હોય આ પ્રમાણે ત્રિવિધ ( ત્રણ પ્રકારે ) ધૂર્તનું લક્ષણ છે. યુધિષ્ઠિર નિરંતર યાચકોને દાન આપતો હતો. તેના યશના સમૂહને સાંભળીને દુર્યોધન અતિ દુ:ખી થયો. શાંતિનાથ પ્રભુની પ્રતિષ્ઠાના ઉત્સવમાં યુધિષ્ઠિરવડે વસ્ર આદિવડે દુર્યોધનનું સન્માન કરાયા છતાં પણ તે રોષવાળો થયો. ક્હયું છે કે : – વૃશિાનાં- મુખનાં, ટુર્નનાનાં ચ વેધસા विभज्य नियतंन्यस्तं, विषं पुच्छे मुखे हृदि ॥ १ ॥
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy