SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ પાંડવોએ કરેલો શ્રી શત્રુંજયનો ઉધ્ધાર અને ૨૦–કોડ સાથે મુક્તિગમન મુનિએ ક્હયું કે ચંપાનગરીમાં સાગરદત્ત નામે શેઠ હતો. તેને સુભદ્રાથી ઉત્પન્ન થયેલી સુકુમારિકા નામે પુત્રી હતી. તેને યૌવનમાં જિનદત્તના પુત્ર સાગર સાથે પરણાવી. રાત્રિમાં પરણેલી તેણીએ પતિની સાથે પલંગમાં આશ્રય ર્યો. સળગતા અંગારા સરખાં તેનાં અંગના સ્પર્શથી બળતું છે શરીર જેનું એવો સાગર તેને છોડી નાસીને દૂર ગયો. ઊંધ પૂરી થઇ ત્યારે ધણીને ગયેલો જાણીને રોવામાં તત્પર એવી પુત્રીને માતાએ પૂછ્યું કે હે પુત્રી ! તું કેમ રડે છે? પુત્રીએ કહયું કે હે માતા ! મને છોડી દઇને ધણી કોઇક ઠેકાણે ચાલી ગયો છે. માતાએ કહયું કે હે પુત્રી ! તું રડ નહિ તારો પતિ આવશે. તપાસ કરવા છતાં પણ જ્યારે સાગર કોઇ ઠેકાણે મળ્યો નહિ. ત્યારે તેના પિતાએ તે બીજા વરને આપી. તે પતિ પણ પૂર્વના પતિની માફક પ્રિયાને છોડી દઇને દૂર ગયો. હવે તેણીને એકાંતમાં બીજા વરને આપી. તે પણ સળગતા અંગારા સરખાં તેનાં અંગના સ્પર્શથી રાત્રિમાં તે કન્યાને છેડીને વેગપૂર્વક દૂર નાસી ગયો. ૩૯૧ ઘી વગરનું અલ્પ ભોજન – પ્રિય સાથેનો વિયોગ – અપ્રિય સાથેનો સંયોગ તે સર્વ પાપની ચેષ્ટા છે. અનુક્રમે બળતાં અંગારા સરખા પુત્રીના શરીરના સ્પર્શને જાણીને પિતાએ ક્હયું કે તું અહીં રહી ધર્મધ્યાન કર. એક વખત વૈરાગ્યથી તેણીએ ગંગા નામના સાધ્વીની પાસે સંયમ ગ્રહણ કર્યો અને તીવ્ર તપ કરે છે. એક – બે – ત્રણ – ચાર – પાંચ વગેરે ઉપવાસને હંમેશાં કરતી ગ્રીષ્મૠતુમાં હર્ષવડે ઉપવનમાં આતાપના ગ્રહણ કરે છે. તે વખતે ત્યાં પાલખીમાં રહેલી શ્રેષ્ઠ આકૃતિવાલી દેવદત્તા નામની વેશ્યા પાંચ પુરુષોવડે સેવા કરાતી ત્યાં આવી. તે પાંચે પુરુષોવડે પગ ધોવા આદિ વડે તેના શરીરની નિરંતર સેવા કરાતી જોઇને. સાધ્વી વિચારવા લાગી કે હું આ ભવમાં પુરુષને દ્વેષ કરવા લાયક થઇ, અને આ ( સ્ત્રી ) પાંચ પુરુષોના ભોગને ભજનારી છે. આથી મને તીવ્ર તપના પ્રભાવથી ખરેખર કામદેવ – સરખા પાંચ પુરુષ થાઓ. તેણીએ તીવ્ર તપ કરી અંતે સંલેખના કરી પોતે ચિંતવેલાની આલોયણા લીધા વગર – સૌધર્મેન્દ્રની પ્રિયા થઇ. સ્વર્ગમાંથી ચ્યવીને પૂર્વે આચરેલા તપના પ્રભાવથી રાજાની પુત્રી થઇને પાંચની પ્રિયા થઇ. તેણીએ પૂર્વ ભવમાં તપનું જે નિયાણું કર્યું હતું, તેણીને તેનો ઉદય થવાથી પાંચ પતિ થયા. પાંચ પતિ હોવા છતાં પણ આ દ્રૌપદી સતી છે. આ પ્રમાણે આકાશમાંથી દિવ્યવાણી થઇ. તેથી તેના પિતા હર્ષિત થયા. તે પછી માતાપિતાએ હર્ષ પામેલી તે દ્રૌપદી કન્યા પાંચે પાંડવો સાથે સારા ઉત્સવપૂર્વક પરણાવી. દ્રુપદરાજાએ ઉત્તમ અન્ન –પાનને વસ્ર આપવાવડે પુત્ર સહિત – પાંડુરાજાનો સત્કાર ર્યો. દ્રુપદ રાજાએ તે વખતે બીજા રાજાઓનો પણ શ્રેષ્ઠ વસ્ર આદિ આપવાવડે સત્કાર ર્યો અને તેઓ પોતાના નગરમાં ગયા. પુત્રો સાથે પાંડુ રાજા વિસર્જિત કરાયેલા ( વિદાય કરાયેલા ) સુંદર ઉત્સવપૂર્વક હસ્તિનાપુર નગરીમાં ગયો. નારદમુનિ સાથે પાંડુ રાજાએ આ પ્રમાણે વ્યવસ્થા કરી. ધર્મપુત્ર યુધિષ્ઠિર આદિને વારા પ્રમાણે દ્રૌપદીના ઘરમાં રહેવું. કહયું છે કે : वृकोदराद्याः सहसा मनस्विनः सहोदरास्तं परिवव्रिरे नृपम् । द्युहस्तिनो हस्तमिवासुहृद्रण- छिदानि दानं रणपारदादराद् ।। १ ।। ભીમ (વૃકોદર ) વગેરે ચતુરભાઇઓ તે રાજાને એક્દમ ઘેરી વળ્યા શત્રુના યુધ્ધને છેદવામાં એક્દમ કારણભૂત એવા આકાશ હસ્તિની સૂંઢની જેમ, યુધ્ધના પારને આપનારાની જેમ આદરથી ઘેરી વળ્યા.
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy