SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ પાંડવોએ કરેલો શ્રી શત્રુંજયનો ઉધ્ધાર અને ૨૦-કોડ સાથે મુક્તિગમન ૪૯ અગ્નિ – બ્રાહ્મણ – યમ – રાજા – સમુદ્ર – પેટ ને ઘર એ સાત અનેક રીતે પૂરવા માં પણ પુરાતાં નથી ! તૃષ્ણારૂપી ખાણ (ઘણી) ઊંડી છે. દુખે કરીને પુરાય એવી. (તે) નાવડે પુરાય? જે પૂરણ નાંખવા વડે નિષ્ણે ખોદાય છે. એક વખત પાંડુ રાજા સભામાં રહ્યા હતા ત્યારે એક મનુષ્ય આવીને કહયું કે કાંપીલ્યપુર નામે શ્રેષ્ઠ નગર શોભે છે. ત્યાં દ્રુપદરાજાને ચૂલની નામે સ્ત્રી છે. ધૃષ્ટ ઘુમ્ન નામે પુત્ર છે અને દ્રૌપદી નામે પુત્રી છે. તેના સ્વયંવરમાં સર્વે યાદવ વગેરે દશાહ – દમદત આદિ રાજાઓ શ્રેષ્ઠ – દિવસે આવશે, હે પાંડુ ! તમે પણ જલદી પોતાના પાંચ પુત્રો સાથે સ્વર્ગના નગરને જેમ છે તેમ કાંપીલ્યપુર નગરને શોભિત કરશે. તે પછી પાંડુરાજા પાંચ પુત્રો સાથે જલદી ગયો અને ત્યાં હર્ષવડેદ્રુપદરાજાવડે સન્માન કરાયો. તે વિવાહમંડપમાં સુંદર એવા મંચઉપર મંચને વિશે દશાર્ણવગેરે રાજાઓ ક્રમપૂર્વક બેઠા ત્યારે દિવસની શરૂઆતમાં બે શ્રેષ્ઠ વો પહેરીને પાલખીમાં બેઠેલી દ્રૌપદી વિવાહમંડપમાં ગઈ. આબાજુ દ્રુપદ રાજાના આદેશથી ત્રધરે (પ્રતિહારીએ) હયું કે: – રાધા સ્તંભના શિખરના અગ્રભાગઉપર સુંદર ચક્ર ભમે છે. તેના જમણા ને ડાબા પક્ષને વિષે બાર આરાઓ અત્યંત ભમે છે. તે ચના અગ્રભાગ ઉપર રાધા નામની શ્રેષ્ઠ પૂતલી છે. તે ઘીથી ભરેલી કઢાઈની અંદર પ્રતિબિંબ પામેલા તેના ડાબા નેત્રને સ્તંભની નીચે રહેલો પુરુષ ઊંચાહાથવાલો ને નીચામુખવાલો જે પૂતળી વધશે તે વરને આ રાજપુત્રી દ્રૌપદી વરશે. તે પછી જે જે રાજા ધનુષ્યને ધારણ કરીને દઢ એવા બાણને છેતો હતો, તે તે રાજાનું તે તે બાણ પથ્થરના ટુકડાની માફક સોખંડવાલું થયું. તે પછી ઘણા રાજાઓ વિકસ્વર આંખપૂર્વક દેખતા ત્યારે અર્જુને શાસ્ત્રમાં કહેલી વિધિ વડે રાધાવેધ સાધ્યો. તે વખતે આકાશમાં દેવતાઓ ય ય શબ્દ કરે ને આકાશમાંથી અર્જુનના મસ્તક ઉપર પુષ્પવૃષ્ટિ થઇ @યું છે કે: – लक्ष्मीविवेकेनमति: श्रुतेन, शक्तिः शमेन प्रभुतानयेन। श्रद्धाच धर्मेण समं समेत्य, धन्यस्य पुंसः सफली भवन्ति ॥१॥ ધન્ય પુરુષને લક્ષ્મી વિવેક સાથે – બુધ્ધિ શ્રત સાથે – શક્તિ શમ સાથે – પ્રભુતા નીતિ સાથે અને શ્રધ્ધા ધર્મની સાથે આવીને સફલ થાય છે. એટલામાં દ્રૌપદીએ અર્જુનના ગળામાં વરમાલા નાંખી તેટલામાં તે વરમાલા શ્રેષ્ઠ પાંચરૂપને ધારણ કરનારી થઈ અને તે વરમાલા પાંચ ભાઈઓનાં ગળામાં પડી. દ્રૌપદીના આ પાંચે પતિ થાઓ એવી આકાશમાં વાણી થઈ, જ્યારે દ્રૌપદીએ અર્જુનના કંઠમાં વરમાલા નાંખી ત્યારે તે એકી સાથે પાંચે ભાઇઓનાં ગળામાં પડે છે. તે વખતે પાંડુ (રાજા) અને દશાઈ વગેરે રાજાઓ આ પ્રમાણે પરસ્પર કહેવા લાગ્યા કે આને પાંચ પતિ કેમ થયા? આથી કોઈ જ્ઞાનીને પૂછીએ?તે વખતે અકસ્માત આકાશ માર્ગેથી આવેલા ચારણમુનિને જોઈને કૃષ્ણ વગેરે તેમને નમસ્કાર કરવામાટે હર્ષપૂર્વક ગયા. તે વખતે તે મુનિએ કહ્યું કે જિનેશ્વરે કહેલા ધર્મવિના ક્યારે પણ જીવો આલોક ને પરલોકમાં સુખી થતા નથી.
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy