SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ પાંડવોએ કરેલો શ્રી શત્રુંજયનો ઉધ્ધાર અને ૨૦–કોડ સાથે મુક્તિગમન ૩૭૫ ગંગાવડે બોલાવાયેલા પિતાએ તે જ વખતે ત્યાં આવીને તે શાન્તનુ રાજાને શ્રી ઋષભદેવ પ્રભુની સાક્ષીએ પુત્રી આપી. જહનુરાજા એ શાન્તનુ રાજાને જ્યા આપી શ્રી ઋષભદેવ પ્રભુને પ્રણામ કરી શાન્તનુરાજા અને પુત્રીની રજા લઈ પોતાની નગરીમાં ગયો. આ બાજુ બે સાધુ ત્યાં આવીને બલાનકમાં રહેલા જિનેશ્વરને નમસ્કાર કરી જિનેશ્વરના ગુણનું વર્ણન કરતા રહયા. શાન્તનુ રાજાએ કહયું કે તમે બન્ને ક્યા સ્થાનકેથી અહીં આવ્યા છે ? તે બન્નેમાંના મોટા સાધુ મધુરવાણીવડે કહયું. ઉજજયંતગિરિ ઉપર સર્વજ્ઞ એવા નેમિનાથ ભગવાનને ભક્તિથી નમસ્કાર કરી જેટલામાં અમે શ્રેષ્ઠ આત્માને વિષ ધ્યાન કરવા માટે રહયા તેટલામાં સૂર્યનાં કિરણ સરખા આકારવાલો તેજનો પુંજ દશે દિશાને પ્રકાશિત કરતો તે મનુષ્ય પાસે આવ્યો અને નેમિનિને નમસ્કાર કર્યો. ધ્યાનના અંતે શ્રી જિનેશ્વરની આગળ વારંવાર નમસ્કાર કરતો શ્રેષ્ઠ એવા તેજપુંજ દેવ અમારા બનેવડે તે વખતે જોવાયો. તે પછી એક મુનિએ પૂછ્યું કે અહીં તું કોણ છે ? તે દેવે કહયું કે આ પર્વતની નજીકમાં સુગ્રામ નામના ગામને વિષ ભીમદેવ નામે ક્ષત્રિય યાત્રિક ધાર્મિક મનુષ્યોને દ્રવ્ય – વસ્ત્ર આદિ અપહરણ કરવાથી ઉપદ્રવ કરતો હતો. તેઓની હત્યાના પાપવડે મારા અંગમાં સૂતા નામે રોગ થયો. જ્યારે મારે તે રોગ ગયો નહિ ત્યારે એક મુનિ મલ્યા. તે મુનિ નવપૂર્વ ભણીને પૃથ્વીઉપર ગુરુની આજ્ઞાવડે હંમેશાં આદરથી વિહાર કરતા હતા पडिवज्जइ - संपुण्णो - संघयणी धिइजुओ महासत्तो। पडिवज्ज जिणमयम्मि, सम्मं गुरुणा अणुण्णाओ॥१॥ गच्छेवि अ निम्माओ, जा पुव्वा दस चेव संपुन्ना। नवमस्स तइयवत्थू, होइ जहन्नो सुयाभिगमो।।२।। સંપૂર્ણ સંઘયણવાલો ધીરજથી યુક્ત મહાસત્ત્વશાલી જિનમતમાં સારી રીતે ગુસ્વડે અનુજ્ઞા કરાયેલો સંપૂર્ણ દશપૂર્વ સ્વીકારે છે. ગચ્છને વિષે પણ માયા વગરના ને જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી વસ્તુ સુધી શ્રતની પ્રાપ્તિ હોય, ઈત્યાદિ આવશ્યક સૂત્રમાં કહયું છે, તે મુનિને વંદન કરીને પૂછ્યું કે મારો રોગ કઈ રીતે જશે? જ્ઞાનવડે જોઈને જ્ઞાની એવા તે મુનિએ ધર્મના હેતુથી આ હયું. પહેલાં શ્રી ઋષભદેવપ્રભુના પુત્ર પ્રથમ ચક્વર્તી ભરતે ગિરનાર નામના પર્વત ઉપર શ્રી નેમિનાથનું મંદિર કરાવ્યું છે. નેમિનાથ પ્રભુની પૂજા કરતાં પાપની સાથે તારો રોગ જશે. તે પછી તે મનુષ્ય ઉજજયંતગિરિ ઉપર જઈને શ્રી નેમિનાથની પૂજા કરે છે. ભાવપૂર્વક નેમિનાથની પુષ્પોવડે હર્ષપૂર્વક પૂજા કરતાં તે ભવમાં તેના અંગમાંથી રોગ ગયો ને ઘણાં પાપનો સમૂહ ગયો. ત્યાંથી મરીને શ્રી નેમિનાથ પ્રભુની પૂજાના પ્રભાવથી પહેલા દેવલોકમાં આવા પ્રકારના રૂપવાલો દેવ થયો. અવધિજ્ઞાનથી પૂર્વભવ જાણીને અહીં મેં જિનેશ્વરની પૂજા કરી. આ ભવથી આગળ હું મોક્ષમાં જઈશ. સિદ્ધિવિનાયકનામનો દેવ એવો હું આ શિખર પર રહ્યો છું, અને હંમેશાં સંઘલોક્ના વિનોને હરણ કરું છું. હયું છે કે :
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy