SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર તે પછી કુલધ્વજકુમારે ઉત્તમનીતિમાર્ગે રાજ્ય કરતાં શ્રી રામ રાજાની પેઠે જનતાને સુખી કરી. એક વખત બાહય ઉધાનમાં જ્ઞાની એવા ધર્મશેખરસૂરિને આવેલા સાંભળી રાજા પત્નીસહિત વંદન કરવા માટે ગયો. ગુરુને ત્રણ પ્રદક્ષિણા આપી ગુરુનાં ચરણકમલને નમી સૂરીશ્વરની સન્મુખ મુખવાલો તે ધર્મ સાંભળવા માટે બેઠો. તે આ પ્રમાણે : - ૩૮ हस्तौ दानविधौ मनो जिनमते, वाचः सदासुनृते, प्राणाः सर्वजनोपकारकरणे, वित्तानिचैत्योत्सवे । येनैवं विनियोजितानि शतशो, विश्वत्रयीमण्डनं, धन्यः कोऽपि स विष्टपैकतिलकं, कालेकलौ श्रावकः ।। જેના હાથ દાન કરવામાં છે. જેનું મન જિનમતમાં છે. જેની વાણી હંમેશાં સત્યમાં છે. જેના પ્રાણો સર્વ લોકોના ઉપકાર કરવામાં છે. જેનું ધન જિનમંદિરના ઉત્સવમાં છે. આ પ્રમાણે જેણે સેંકડો વખત નિયોજન કર્યું છે. (જોડેલું છે.) તે ત્રણ જગતના આભૂષણરૂપ છે. તે કોઇક ધન્ય શ્રાવક આ કલિકાલમાં ત્રણ જગતના તિલકરૂપ ધન્ય છે. હજારો પાપો કરીને સેંકડો જીવોની હત્યા કરીને આ તીર્થને પામીને તિર્યંચો પણ દેવલોકમાં ગયાં છે. શત્રુંજ્યગિરિઉપર જિનેશ્વરનું દર્શન કરવાથી બે દુર્ગતિ ક્ષય પામે છે અને પૂજા તથા સ્નાત્ર કરવાથી એક હજાર સાગરોપમનાં પાપ ક્ષય પામે છે. કુલધ્વજે કહયું કે મેં પૂર્વ ભવમાં શું પુણ્ય કર્યું હતું ? જેથી મને આવું સુખ આપનારું રાજ્ય મળ્યું ?–થયું? રમાપુરી નગરીમાં તમે દુ:ખી એવા ભીમ હતા. ત્યાં તમે એક વખત હર્ષપૂર્વક ઉત્તમ સાધુને દાન આપ્યું હતું. તે પુણ્યથી તમે સ્વર્ગમાં જઇને શંકરરાજાના પુત્ર થઇને હે રાજા ! તમે મોટું રાજ્ય પામ્યા. આ પ્રમાણે સાંભળી રાજા ઘણા સંઘલોક સહિત શ્રી શત્રુંજયગિરિ તીર્થમાં ગયા અને ત્યાં સુંદર મહોત્સવપૂર્વક દેવોને નમસ્કાર કરી ત્યાં સંઘપતિને યોગ્ય કાર્યો કરી લઘ્વજ રાજાએ જિન મંદિર કરાવ્યું અને તેમાં અરિહંતનું બિંબ સ્થાપન કર્યું. ત્યાંથી કુલધ્વજ રાજા રૈવતગિરિ ઉપર જઇ સ્નાત્રપૂજાપૂર્વક શ્રી નેમિનાથપ્રભુને પ્રણામ કરી ગુરુને વસ્ત્રોની પહેરામણી કરી. (વહોરાવી) અને શ્રી સંઘને શ્રેષ્ઠ વસ્રોની પહેરામણી કરી. શ્રેષ્ઠ આશયવાલા રાજાએ તે સર્વેને પોતપોતાના નગર તરફ વિદાય કર્યાં. અનુક્રમે તેણે વિનયવાલો છે આત્મા જેનો એવા સોમદત્ત નામના પોતાના પુત્રને રાજ્ય આપીને ગુરુ પાસે સંયમ ગ્રહણ કરી હંમેશાં આગમને ભણતાં તે કુલધ્વજ યતીશ્વર જાણ્યો છે સર્વ શાસ્ત્રોનો અર્થ જેણે એવા તે ક્થિામાં કુશલ થયા. શુધ્ધ સાધુ યિાને કરતા, શાસ્ત્રોને ભણતા ને ભણાવતા તે કુલધ્વજ એક ક્ષણ પણ પ્રમાદ કરતા ન હતા. કહયું છે કે : हयं नाणं कियाहीणं, हयाअन्नाणओकिया । पासंतो पंगुलो दड्ढो - धावमाणो य अंधओ ॥ संयोगसिध्दीइ फलं वयंति, नहि एगचक्केण रहो पयाइ । अंध पंगू व समिच्चा, ते संपउत्ता नगरे पविट्ठा ।। ક્યિા વગરનું જ્ઞાન હણાયેલું છે અને અજ્ઞાનથી ક્યિા હણાયેલી છે . દેખતો પાંગળો દાઝ્યો ને ઘેડતો આંધળો દાઝ્યો. સંયોગની સિદ્ધિમાં ફલ હે છે. એક પૈડાવડે રથ ચાલતો નથી. આંધળો ને પાંગળો વનમાં આવીને
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy