SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર દુષ્ટને દંડ કરવો. સજજનની પૂજા કરવી. ખજાનાની વૃધ્ધિ કરવી, કોઇનો પણ પક્ષપાત ન કરવો. શત્રુથી દેશની રક્ષા કરવી એ પાંચ રાજાના યજ્ઞો જ્હયા છે. અંતઃપુરમાં આવતો મનુષ્ય જયારે જણાતો નથી. તે વખતે રાજાવડે કહેવાયું કે જે કારણથી આવતો મનુષ્ય દઢપણે પકડાય, તેને ત્રણ લાખ સોનામહોર હું સન્માનપૂર્વક આપીશ. તે વખતે તેયાએ આવીને થુંકેતે મારા વડે પકડાશે. તે પછી તે વેશ્યા તેલ અને સિંદૂર લઈને ન્યાના ઘરમાં ગઈ. એકાંતવૃત્તિવડેભૂમિપર વિલેપન કરી તે એક્રમ પોતાના સ્થાનકે ગઈ. પોતાની સ્વામિનીને સવારે તે નમન કરવા માટે આવી. મનુષ્યનાં પગલાં જોઈને વારાંગનાએ રાજાની આગળ પુરુષનું આગમન કર્યું. તે પછી – ગણિકાવડે કહેવાયેલો આવતો એવો તે મનુષ્ય કેટવાળોવડે બંધાયો અને રાજાને જલદીથી બોલાવાયો. ઘીથી સિંચન કરાયેલા અગ્નિની જેમ ધરૂપી અગ્નિથી અત્યંત પ્રજવલિત થયેલો રાજા બોલ્યો કે આ પુરુષને શૂલીઉપર ચઢાવી જલદી મારી નાંખો. તે વખતે વધસ્થાનકે લઈ જવાતાં સુંદર આકૃતિવાલા તેને જોઈને લોકો કહેવા લાગ્યા કે ફોગટ આ મનુષ્ય મરાય છે. રાજા જો આને જ પોતાની ન્યા આપે તો સારું થાય. આ કોઈ મોટો રાજા અથવા વિદ્યાધર છે. આ મનુષ્યના વિયોગવડે રાજપુત્રી ક્ષય પામશે. જેમ અમાવાસ્યાના દિવસે ચંદ્રની ચાંદની નાશ પામે તેમ. ઈત્યાદિ લોકોનું વચન સાંભળતા તે રાજપુત્ર – માલીના ઘરની પાસે જતાં રાજાના સેવકોને કહયું કે માલીના ઘરની પાસે મારી કુલદેવતા છે. તેને હું નમસ્કાર કરું. તે પછી જલદી મને હણજો. તે પછી કોટવાલવડે મુકાયેલો માલીના ઘરમાં જઈને કાષ્ઠના ઘોડાપર ચઢેલો તે આકાશમાં ગયો. તે પછી રાજા વગેરે લોક જોતા હતા ત્યારે રાજપુત્રીને લાકડાના ઘોડા પર આરોપણ કરી તે આકાશમાર્ગે ચાલવા લાગ્યો શ્રેષ્ઠ વૃક્ષોથી વિરાજિત સમુદ્રના ક્વિારે જઈને ઘોડા પરથી ઊતરીને ભૂખ્યો એવો તે સુઈ ગયો. પતિને ભૂખ્યા થયેલા જાણીને તે ઘોડા પર ચઢીને તે ક્યા પક્વાન વગેરે લેવા માટે પોતાના વાસભવનમાં ગઈ. તેણીવડે બારીમાં મુકાયેલો તે ઘોડો અકસ્માત પડતા ભાંગી ગયો. તે ઘોડાને તેવા પ્રકારનો જોઈને તે અત્યંત ખેદ પામી. કહયું છે કે ન ઘટી શકે એવી ઘટનાઓને ઘડે છે. સારી રીતે ઘટી શકે એવી ઘટનાઓને જર્જરિત કરે છે. વિધાતા નિશે તેવી ઘટનાઓને કરે છે કે જેને પુરૂ વિચારતો જ નથી. તે પછી દુઃખિની એવી ભુવનસુંદરીએ હૃદયમાં વિચાર્યું કે પૂર્વે કરેલાં દુષ્કર્મને યોગથી આ થયું છે. સમુદ્રમાં ગમન – મારા પતિના લાકડાના ઘોડાનું ભાંગી જવું. તે સર્વ મારા ભાગ્યના વિતપણાથી કષ્ટ પમાડનારું થયું. જ્યારે મારાં પતિનાં દર્શન થાય તો જ જમવું અન્યથા નહિ. એ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને તે રાજપુત્રી રહી. આ બાજુ જાગેલો રાજપુત્ર તે પ્રિયાને નહિ જોવાથી વિચારવા લાગ્યો કે – પત્ની ક્યાં ગઇ? અથવા તો કોઇક્વડે તે જલદી હરણ કરાઇ? અહીં આગળ કોઇક શ્રેષ્ઠ વિધાધરીને જોઈને જ કુમારે કહયું કે હે ભદ્રા ! તું ક્યાંથી આવી? તે સ્ત્રીએ કહયું કે વૈતાઢયપર્વત પર મણિવિદ્યાધરની હું પ્રિયા છું. દુષ્ટ ચિત્તવાલા શત્રુવિદ્યાધરવડે હું હરણ કરાઈ છું. ત્યાંથી નાસીને હું તમારી પાસે આવી છું. તમોને જોઈને હું હૃધ્યમાં કામબાણવડે અત્યંત પીડાઈ છે. કુમારે કહયું કે સઘળી સ્ત્રીઓ મારે બહેન સમાન છે. આથી દેવ જ્યા સરખી સ્ત્રીને પણ હું ઇચ્છતો નથી. કહયું છે કે: अलसा होइ अकज्जे, पाणिवहे पंगुला संया होइ। परतत्तीसु य बहिरा, जच्चंधा परकलत्तेसु॥ यस्तु स्वदारसंतोषी, विषयेषुविरागवान्। गृहस्थोऽपि स्वशीलेन, यतितुल्यः सकल्पते॥
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy