SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર राज्यं सुसम्पदो भोगाः, कुले जन्मसुरूपता । पाण्डित्यमायुरारोग्यं, धर्मस्यैतत्फलं विदुः ॥ રાજ્ય – ઉત્તમ સંપત્તિ – ભોગો – ઉત્તમ કુલમાં જન્મ – સુંદરરૂપ – પંડિતપણું આયુષ્ય અને આરોગ્ય એ = ધર્મનું લ જાણવું. સારાં વસ્રો ગ્રહણ કરી પહેરી સારે દિવસે શેઠ થઇને ઘણાં કરિયાણાંનો સમૂહ લીધો અને અનેક પોક્યિા લઇને ઘણી વસ્તુઓવડે ભર્યા. જાતિવાન અશ્વોને લીધા ને ઘણાં ગાડાંઓ લીધાં. પછી રામે ઘણા શ્રેષ્ઠ સેવકો ર્યા. તે પછી સાર્થપતિ થઇને તે વેપાર કરવા લાગ્યો. તે પછી રામ ચાલતાં ચાલતાં ઉજયિની નગરી પાસે જઇને જેટલામાં ઊભો તેટલામાં લોક (સમુદાય ) વસ્તુઓ લેવા માટે આવ્યો. પછી પિતાને અને માતાને પોતાનું આગમન જણાવીને રામ મલ્યો, અને પોતે ઉપાર્જન કરેલી લક્ષ્મી આદિની પ્રાપ્તિ પ્રગટપણે કહી. પુત્રની વિભૂતિ જોઇને હર્ષિત થયેલાં માતા – પિતા વગેરેએ જિનપૂજનપૂર્વક મહોત્સવ ર્યો. તે પછી પુત્રવધૂ – સસરાથી માંડીને પતિની હંમેશાં ભક્તિ કરતી વિનય કરતી હતી. અને આદરપૂર્વક ધર્મકાર્ય કરતી હતી. બે પહોરનો વખત થાય ત્યારે રામ યાચકોને ભોજન – દ્રવ્ય ને વસ આપવાથી પુણ્યના ઉદયથી પોતાનું નામ સાચું કરતો હતો. – શરુઆતમાં રામ દુ:ખી હતો, અને અનુક્રમે ધનવાન થયો આથી પુણ્યના ઉદયમાં લક્ષ્મી થાય છે. ને પાપના ઉદયમાં ( અલક્ષ્મી) દરિદ્રતા થાય છે યું છે કે : - आपदः सन्ति महतां, महतामेव सम्पदः । इतराणां मनुष्याणां नाऽऽपदो नैव सम्पदः ॥१॥ स्वोत्कर्षप्रकाशाय, भवन्ति विपदः सताम् । નાયતે મુળયોળાવ, વપ્રવેધમળેવિરા चंदस्स खओ - नहि तारयाणं, इढीवि तस्स न हु तारयाणं । गुरूयाण चडणपडणं, इयरजणा निच्च पडियावि ॥ १ ॥ મોટા પુરુષોને જ આપત્તિ હોય છે, તે મોટા પુરુષોને જ સંપત્તિ થાય છે. ઇત્તર મનુષ્યોને આપત્તિ નથી તેમ સંપત્તિ નથી. ॥ પોતાનો ઉત્કર્ષ દેખાડવા માટે સત્પુરુષોને વિપત્તિઓ થાય છે. અને મણિના વવેધની જેમ – ગુણના / યોગ માટે થાય છે. ચંદ્રનો ક્ષય થાય છે પણ તારાઓનો નહિ. ઋધ્ધિ પણ તે ચંદ્રની થાય છે. તારાને નહિ. મોટાઓને ચડવું –પડવું થાય છે. બીજા માણસો તો હંમેશાં પડેલા છે. એક વખત માતા પિતા સહિત શ્રી ગુરુ પાસે જઇને જિનેશ્ર્વરે હેલો ધર્મ આદરપૂર્વક આ પ્રમાણે સાંભલ્યો.
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy