SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય સંબંધી દ્વિપ્રહર રામબ્રાહ્મણની કથા જે મનુષ્ય શ્રી શત્રુંજ્ય ઉપર યાત્રા કરતાં જિનેશ્વરોની પૂજા કરે છે. તે રામ બ્રાહ્મણની માફક મોક્ષને પામે છે તે આ પ્રમાણે : – ભાગ્યવડે પગલે પગલે સર્વ સંપત્તિઓ દ્વિપ્રહર બ્રાહ્મણની જેમ મનુષ્યોને થાય છે. અવંતિનગરીમાં હિર નામના બ્રાહ્મણને હરસુંદરી નામે સ્રી હતી તે બ્રાહ્મણ લક્ષ્મી વિના ઘણો દુ:ખી હતો. નગરીની અંદર ભમી ભમીને થોડું ધન મેળવીને હંમેશાં વૈભવ વિના કષ્ટવડે જીવન નિર્વાહ કરતો હતો. અનુક્રમે તેને સાત પુત્રીઓ થઇ. ઘરમાં લક્ષ્મી નથી. આથી તેનું કુટુંબ – ભૂખવડે પીડા પામે છે. યું છે કે : कुग्रामवासो कुनरेन्द्रसेवा - कुभोजनं क्रोधमुखी च भार्या । कन्या बहुत्वं च दरिद्रता च - षट् जीवलोके नरका भवन्ति ॥ ૩૫૫ = दीसइ विविहचरियं - जाणिज्जइ सुजणदुज्जणविसेसो । अप्पाणं च किलिज्जइ - हिडिंज्जइ तेण पुहवीए । ખરાબ ગામમાં વસવાટ કરવો, ખરાબ રાજાની સેવા કરવી, ખરાબ ભોજન ખાવું. ોધ મુખવાલી ( ોધી) સ્ત્રી. ઘણી કન્યાઓપણું ( થવી ) અને દરિદ્રતા એ છ જીવલોકમાં નરક છે. આ પ્રમાણે કાલ પસાર થતાં જ્યારે તેને પુત્ર થયો ત્યારે તે પુત્રના ભાગ્યથી દિવસના મધ્યભાગમાં દ્રમ્પનો લાભ થયો અને તે પુત્રનો સજ્જનોની સાક્ષીએ જન્મોત્સવ કરી તે વખતે પિતાએ તેનું દ્વિપ્રહરક નામ આપ્યું. અનુક્રમે તે યૌવન પામ્યો, અને તેણે માતા– પિતાની આગળ કહ્યું કે હું દ્રવ્યને માટે પરદેશમાં જઇશ. મને રજા આપો. ક્હયું છે કે : જુદાં જુદાં ચારિત્રો જોવાય – સજજન અને દુર્જનનો તફાવત જણાય. પોતાને કીડા – આનંદ થાય. તેથી પૃથ્વીમાં ભ્રમણ કરવું જોઇએ. આ પ્રમાણે હી માતા – પિતાનાં ચરણોને નમીને દેશાન્તરમાં જતાં રામે ( દ્વિપ્રહરકે ) કોઇક માણસને પૂછ્યું કે – લક્ષ્મી ક્યાં પ્રાપ્ત થાય છે ? તે બોલ. મનુષ્ય કહયું કે ચેહગિરિમાં અને સમુદ્રમાં ઘણાં રત્નો છે. જેનું ભાગ્ય હોય તેને તે ( રત્નો ) નિશ્ચે આપે છે. તે પછી તે સમુદ્ર ક્વિારે જઇને બોલ્યા કે હે સમુદ્ર ! તું રત્નોની ખાણ છે. તેથી તું મને રત્નો આપ. જો તું નહિ આપે તો હું તારી ઉપર પોતાની હત્યા કરીશ. હે સમુદ્ર ! તારું મહત્વ ચાલી જશે તેમાં સંશય નથી. ઘણા ઉપવાસ થયા ત્યારે તે સમુદ્રદેવે કહયું કે તેં સાહસ કર્યું છે. હું તારા પર પ્રસન્ન થયો છું. ક્હયું છે કે :
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy