SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કૃષ્ણચરિત્રમાં નેમિનાથના સંબંધથી ગૂંથાયેલ શાંબ પ્રદ્યુમ્ન અને શ્રી કૃષ્ણના નરક ગમનનું સ્વરૂપ ૩૩૫ આ પ્રમાણે તીર્થનું માહાભ્ય સાંભળીને કૃષ્ણ આનંદથી સુવર્ણમય ૫00 જિનમંદિરે કરાવ્યાં. શ્રી શત્રુંજ્યને વિષ યાત્રા કરવા માટે સર્વદેવાલયોને કૃષ્ણ અનુક્રમે સારા દિવસે રથ પર સ્થાપન કર્યા, અને કૃષ્ણને ઘણું દ્રવ્ય વાપરી ૧૭૦૦ કાષ્ઠમય જિનમંદિરો અનુક્રમે કરાવ્યાં. કૃણે ઘણા દેશોમાં ઘણી કુમ કુમ પત્રિકાઓ મોકલીને સંઘને સારા દિવસે બોલાવ્યો. તે વખતે કૃણના સંઘમાં ચોવીશ કરોડ મનુષ્યો અને રાજાવગેરે ઋષભદેવને નમસ્કાર કરવા ભેગાં થયાં. દરેક ગામમાં ને દરેક નગરમાં જિનમંદિરમાં પૂજાનો ઉત્સવ કરતો સંઘસહિત કૃષ્ણ ચાલ્યો. અનુક્રમે શત્રુજ્ય ગિરિઉપર જઈને કૃષ્ણરાજાએ મુખ્ય જિનમંદિરમાં વિસ્તારથી સ્નાત્ર મહોત્સવ કર્યો. તે પછી કૃષ્ણ આંબળાં જેવાં મોતીઓ વડે રાયણવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા આપી હર્ષવડે વધાવી, કૃષ્ણ ઘણા સંઘ સહિત મુક્તિસુખને આપનારી સ્વામીની પાદુકાઓને મનોહર પુષ્પોવડે પૂજી. તે પછી કૃષ્ણ પુત્રપત્ની આદિ સાથે સર્વ જિનમંદિરોમાં જિનેશ્વોની પૂજા કરી. ત્યાંથી આવીને કૃષ્ણ વરદત્ત ગુના મુખેથી આદરપૂર્વક શ્રી સિધ્ધગિરિનું માહાસ્ય આ પ્રમાણે સાંભલ્યું. કહયું છે કે શ્રધ્ધા ને વિજ્ઞાનથી રહિત એવા પણ બ્રાહ્મણ, ક્ષત્રિય ને વૈયો ત્યાગ નહિ કરવા છતાં પણ શત્રુજ્યને વિષે તીર્થના ફલને પામે છે. અન્યતીર્થમાં – ચારિત્ર તપ – અને બ્રહ્મચર્યવડે જે ફલ મલે છે તે શત્રુંજયગિરિને વિષે પ્રયત્નપૂર્વક પહોંચેલો મેળવે છે. જે કરોડો જીવોને ઇચ્છિત આહાર ને ભોજન આપવાથી જે ફલ – તીર્થપુણ્ય મેળવે છે. તે ફલ શત્રુંજયગિરિઉપર એક ઉપવાસથી મેળવે છે. ગાયો – સુવર્ણ ને ભૂમિના દાનમાં જે પુણ્ય થાય છે. તે શત્રુજ્ય ઉપર પ્રયત્નપૂર્વક પૂજા કરવાવડે મલે છે. જે શત્રુંજયગિરિઉપર પ્રતિમા અથવા જિનમંદિર કરે છે. તે ભરતક્ષેત્રને ભોગવીને ઉપસર્ગ વગરના સ્વર્ગમાં રહે છે. જે જીવ વિધિવડે શત્રુંજયગિરિઉપર સર્વચૈત્યોની પૂજા કરે છે. તે હંમેશાં દેવ – અસુર ને મનુષ્યોવડે પૂજાય છે. સ્વર્ગમાં – પાતાલમાં ને મનુષ્યલોકમાં જે કોઈ તીર્થ છે. તે પુંડરીકગિરિને વંદન કરવાથી તે સર્વના દર્શનાર્યો તેમ તું જાણે. અષ્ટાપદ સંમેતશિખર – ચંપાપુરી – પાવાપુરી –ને ઉજજયંત ગિરિને વંદન કરવાથી જે પુણ્યફલ પ્રાપ્ત થાય છે.તેનાથી સોગણું ફલ પુંડરીકગિરિનેવંદન કરવાથી થાય છે. ફલની ઇચ્છાવાળો પુંડરીકગિરિનું સ્મરણ કરતો – નવકારશી - પોરિસી – પરિમુઢ – એકાસન – આયંબિલ ને ઉપવાસ કરે છે તે શત્રુંજય ગિરિનું સ્મરણ કરનાર – મન – વચન ને કાયાની શુધ્ધિવાળો – – અકમ – ચાર ઉપવાસ – પાંચ ઉપવાસ – પંદર ઉપવાસ ને માસખમણના ફલને પામે છે. એ પ્રમાણે તીર્થનું માહાભ્ય સાંભળીને કૃણે તે ગિરિઉપર ઘણું ધન વાપરી ઘણું પુણ્ય ઉપાર્જને ક્યું તે પછી ઉજજયંત ગિરિઉપરજઈ સંઘ સહિત કૃષ્ણરાજાએ વિસ્તારથી શ્રી નેમિનાથ જિનેશ્વરની પૂજા કરી. તે વખતે સર્વ સંઘને શ્રેષ્ઠવસ્રોવડે પહેરામણી કરી રજા આપી કૃષ્ણ અનુક્રમે પોતાની નગરીમાં આવ્યો. તે પછી પવિત્ર છે આત્મા જેનો એવા શ્રી કૃષ્ણ હંમેશાં સવારે શ્રી શત્રુંજયને આશ્રિત ધ્યાન કરવા લાગ્યો, એક વખત શ્રી નેમિનાથ પ્રભુની પાસે પવિત્ર મનવાલા દેવકીનાપુત્ર ગજસુકુમાલે આ પ્રમાણે ધર્મોપદેશ સાંભલ્યો. ઘી વગરનું અલ્પ ભોજન, પ્રિય સાથેનો વિયોગ, અપ્રિય સાથેનો સંયોગ આ સર્વ પાપની ચેષ્ટા છે. પૈસા વગરનો ધનની ચિંતાડે અને ધનવાલો તેના રક્ષણમાં વ્યાકુલ હોય છે. ધન વગરનો તેના ઉપાયની વ્યાપ્ત બુદ્ધિવડે – સ્ત્રીની પ્રાપ્તિવડે – પુત્રની ઇચ્છાવડે ચાલ હોય. પ્રાપ્ત કર્યા છે પુત્ર અને સ્ત્રી જેણે એવા પણ સતત રોગવડે પરાભવ પામે છે. કોઈ પણ (જીવ) કેમે કરીને પણ હંમેશાં મોટેભાગે
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy