SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કણચરિત્રમાં નેમિનાથના સંબંધથી ગૂંથાયેલ શાંબ પ્રદ્યુમ્ન અને શ્રી કૃષ્ણના નરક ગમનનું સ્વરૂપ ૩૩૧ તપ છે. અને ચોથી શાખા સંસારને દૂર કરનાર –શુભ ભાવના છે. સિદ્ધગિરિ અને ઉજજયંતગિરિ તીર્થની સેવા –દેવપૂજા – સદ્ગુનીસેવા પાપના સમૂહને હરણ કરનાર એવાં પાંચ મંત્રપદો એ તેની પાંચ અગ્રશાખાના ફૂલના અંકુરા છે. આ પ્રમાણે નેમિનાથ પ્રભુની વાણી સાંભળીને ત્યાં વરદત્ત રાજાએ બે હજાર રાજાઓ સાથે સંયમ ગ્રહણ . વરદત્ત વગેરે શ્રેષ્ઠ – ૧૧ – રાજાઓ અનુક્રમે ત્રિપદી પામીને શ્રી નેમિનાથ પ્રભુના ગણધર થયા, અને સુંદરમનવાલી યક્ષિણી વગેરે ઘણી પ્રવર્તિનીઓ – સાધ્વીઓ થઈ. અને કૃષ્ણ વગેરે ઘણા શ્રાવકો સમ્યકત્વ પામ્યા. રુકિમણી અને સત્યભામા વગેરે ઘણી શ્રાવિકાઓ થઈ. એ પ્રમાણે તે વખતે પ્રભુને ચતુર્વિધ સંઘ થયો. તે વખતે ઈન્દ્રના આદેશથી અંબિકા (દેવી) શ્રી નેમિનાથ ભગવાનના શાસનની અધિષ્ઠાયિકા અને સંઘનાં વિળને દૂર કરનાર રૈવતગિરિ ઉપર ઉત્પન્ન થઈ. " આ બાજુ ગોમેધયજ્ઞ વગેરે કરનારો ગોમેધ નામનો બ્રાહ્મણ તે સુગ્રામને વિષે સંપૂર્ણ ક્ષીણ થઈ ગઈ છે લક્ષ્મી જેની એવો ઘણા રોગવાલો થયો. અનુક્રમે દુર્ગધથી યુકતએવો ગોમેધપર્વત પરથી પડતો સાધુવડે નિષેધ કરાયો. સાધુના ચરણકમલમાં નમીને તે બોલ્યો તે મુનિરાજ ! તમે શા માટે પ્રાણોને છોડતાં એવા મને અટકાવો છો ? હું રોગની પીડા સહન કરવામાટે શક્તિમાન નથી. તેથી હમણાં મરું છું. સાધુએ કહ્યું કે આત્મહત્યા કરવાથી કોઈ ઠેકાણે પાપ છૂટતાં નથી. પરંતુ તીવ્રતપવડે પાપથી છુટકારો થાય છે. છૂટાય છે. રેવતગિરિપર જા. શ્રી નેમિનાથ જિનેશ્વરની સેવા કર અને રોગને હરણ કરનારું પાણી છે જેનું એવા ગજેન્દ્રનામના કુંડમાં સ્નાન કર. તે પછી તે બ્રાહ્મણ ઉજજયંત ગિરિઉપર જઈને મુનિરાજે કહેલું કરીને નીરોગીપણું પ્રાપ્ત કરીને જેન ધર્મ કરવા લાગ્યો. શ્રી નેમિનાથ પ્રભુની પૂજા કરતો તે ગોમેધ બ્રાહમણ મરીને યક્ષનો સ્વામી થયો, અને તે યક્ષ નેમિનાથ પ્રભુનો સેવક થયો. એક વખત ઈન્ડે કહ્યું કે હે નેમિપ્રભુ તમારા વરદત્ત ગણધર કયા પુણ્યથી થયા ? તે મારા સંશયને તમે હમણાં ભેદો. પ્રભુએ કહયું કે ચંપાનગરીમાં શ્રેષ્ઠજ્ઞાનને ધરનારા મુનિ સભાની અંદર મોક્ષનું સ્વરૂપ આદરપૂર્વક વર્ણવતા હતા તે આ પ્રમાણે : सिव-मयल-मरुअ-मणंत-मक्खय-मव्वाबाहमपुणरावित्ति-सिद्धिगइ नामधेयं ठाणं संपत्ताणं नमो जिणाणं॥ લ્યાણકારી – ચલાયમાન ન થાય તેવું – રોગ વગરના – સંતવગરના (અનંત) ક્ષય ન પામે એવા – પીડા વગરના ને જ્યાંથી પાછું ફરવાનું નથી એવા, સિદ્ધગતિ નામના સ્થાનને પામેલા જિનેશ્વરોને નમસ્કાર થાઓ. (1) કેવલજ્ઞાનીઓએ તે મોક્ષસ્થાનને અનંત – અચલ – શાંત – શિવ – અસંખ્ય – મહાન્ - અક્ષય – અરૂપ – ને અવ્યકત કર્યું છે. એક કરોડ – બેતાલીસ લાખ – ત્રીસ હજાર – બસોને ઓગણપચાસ યોજન આનો (મોક્ષના સ્થાનનો) પરિધ છે. જયાં એક સિદ્ધ છે. ત્યાં અનંતા જીવો સંસારનો ક્ષય થવાથી મુક્ત થયેલા અને એક બીજાને અવગાહીને રહેલાં છે. તે સર્વે લોકનાઅંતે સ્પર્શ પામેલા એવા સર્વ સિદ્ધો છે. સર્વકાલથી પિંડ કરાયેલું સમગ્રદેવ સમૂહનું જે સુખ છે. તેને અનંત ગણું કરવામાં આવે તો પણ અને તેને અનંત વર્ગ કરવાથી પણ એ મુક્તિના સુખને પહોંચી શકાતું નથી.
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy