SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કૃષ્ણચરિત્રમાં નેમિનાથના સંબંધથી ગૂંથાયેલ શાંબ પ્રદ્યુમ્ન અને શ્રી કૃષ્ણના નરક ગમનનું સ્વરૂપ ૩૦૯ અને ત્યાં કુબેરે ( નગરીમાં ) એક – બે – ત્રણથી સાત સુધીના માળવાળા પૃથ્વીમય શ્રેષ્ઠ મહેલો ક્યા. અને અનેક જિન ચૈત્યો કર્યાં. ધનદે ( કુબેરે ) જ્યારે તે નગરીનું દ્વારવતિ એવું નામ આપ્યું ત્યારે સર્વે યાદવોએ હર્ષવડે ત્યાં નિવાસ કર્યો. ત્યારે દેવે કૃષ્ણને પાંચજન્ય નામનો શંખ આપ્યો. અને બલદેવને સુઘોષનામનો શંખ, રત્નમાલા ને વસ્ત્રો આપ્યાં. કુબેરે કૃષ્ણને બે પીળાં વસ્ત્ર – કૌસ્તુભમણિ શારંગ નામે શ્રેષ્ઠ ધનુષ્ય અને નંદન નામનું ખડ્ગ આપ્યું. કુબેરે કંસના શત્રુએવા કૃષ્ણને કૌમોદકી નામની ગદા, ગરુડના બજવાળો રથ – સન્માનપૂર્વક આપ્યાં. તેમજ કૃષ્ણને વનમાલા આપીં. અને રામ ( બલદેવ ) ને કુબેરે સુંદર ઉત્સવપૂર્વક તાલધ્વજ ને બે નીલવસ્ત્ર અને હળ તે વખતે આપ્યાં. અરિષ્ટનેમિને ડોકનું આભરણ – બાહુરક્ષક ( બાજુબંધ) ત્રૈલોક્ય વિજય નામનો હાર, ચન્દ ને સૂર્ય નામના કુંડલ – ગંગાના તરંગ સરખાં નિર્મલ બે વસ્ત્ર ને સર્વ તેજોમય રત્ન, કુબેરે હર્ષવડે આપ્યાં. સર્વયાદવો અને કુબેરવગેરે દેવોએ ભેગા થઇને બલભદ્રસહિત કૃષ્ણનો રાજયઉપર અભિષેક કર્યો. દશ ધનુષ્યના શરીરવાલા નેમિ – અનુક્રમે યૌવન પામીને વિકાર વગરનાં તેમણે પોતાના રૂપથી કામદેવના વૈભવને જીતી લીધો .એક વખત સ્વર્ગમાં ઇન્દ્રે દેવોની આગળ હર્ષથી નેમિનાથના સત્વ શૌર્ય વગેરેનું સુંદર વર્ણન કર્યું. શ્રી નેમિનાથ પ્રભુ સત્વમાં – શૌર્યમાં – કુલમાં – શીલમાં – દાન અને રૂપના ગુણોમાં કોઇ દેવોવડે પણ ચલાયમાન કરી શકાય તેવા નથી. એ સાંભળીને કેટલાક દેવો આત્મામાં ઇર્ષ્યાને ધારણ કરતાં પ્રભુને ચલાયમાન કરવા માટે દ્વારિકાનગરી પાસે આવ્યા. મનુષ્યના રૂપને ધારણ કરનારા ( તેઓ )તે દ્વારિકા પાસે મોટું નગર કરીને રહયા. અને ઘણાં ગાયવગેરેનું મનુષ્યો ને સ્ત્રીઓનું હરણ કર્યું. તેઓને જીતવા માટે જે રાજસેવકો ગયા હતા તે જલદી હણાયેલા પાછા આવ્યા. અને તેની ચેષ્ટા કહી. શત્રુઓને જીતવા માટે અનાવૃષ્ટિ ગયો. તેઓવડે સમરાંગણમાં બાંધીને ચારસહિત પોતાની નગરીની અંદર ફેંકી દીધો. તે શત્રુઓને જીતવા માટે જતાં એવા સમુદ્રવિજયને નિષેધ કરીને રામ ને કૃષ્ણ શત્રુઓને હણવા માટે ગયા. તે શત્રુઓ સાથે યુધ્ધકરતાં રામ ને કૃષ્ણને મજબૂતપણે બાંધીને સેવકો સહિત કેદખાનામાં નાંખ્યા. તે પછી નેમિકુમાર તે રણભૂમિમાં જઇને દયાસહિત પણ તેઓ સાથે અતિભયંકર યુધ્ધ કર્યું. યુધ્ધમાં પ્રભુએ સર્વશત્રુઓને ચેષ્ટા વગરના લાકડાંની જેમ ર્યા. જેથી તેઓ જરાપણ શ્વાસ લેવા માટે સમર્થ થયા નહિ. તે પછી સર્વ દેવો પોતાનું ( મૂલ ) સ્વરૂપ ધારણ કરતાં પોાતાના આગમનનું કારણ સમસ્તપણે નમીને પ્રભુને કહયું. તે વખતે તે દેવોએ મનોહર – હાર અને બે કુંડલો આપ્યાં. તે વખતે ઇન્દ્રે ત્યાં આવીને પ્રભુને નમસ્કાર કર્યો. ઇન્દ્રે કહયું કે અનંતબલ – દેદીપ્યમાન સત્વવાળા – ગાંભીર્ય ને શૌર્યવાળા આ પ્રભુ કોઇવડે પણ ચલાયમાન કરી શકાય એવા નથી. રામ – કૃષ્ણ – અનાવૃષ્ટિ અને સમુદ્રવિજય વગેરે નેમિનાથને હાથી ઉપર ચઢાવીને ઘરે લાવ્યા. તે વખતે ઇન્દ સહિત – હર્ષિત ચિત્તવાલા સર્વે યાદવોએ વિસ્તારપૂર્વક શત્રુંજય મહાતીર્થમાં યાત્રા કરી. શ્રી નેમિનાથને પ્રણામ કરીને ઘણા દેવો સહિત ઇન્દ – શ્રી નેમિનાથના ગુણોને ગ્રહણ કરતો સ્વર્ગમાં ગયો. તે પછી બલદેવ સાથે કૃષ્ણ સુંદર નીતિથી રાજય કરતો પૃથ્વીનું પાલન કરવા લાગ્યો. જેથી પૃથ્વી અત્યંત સુખી થઇ. એક વખત નારદે આવીને કૃષ્ણની આગળ કહયું કે રુકિમરાજાની બેન રુકિમણી શ્રેષ્ઠ છે. તે પછી કૃષ્ણરાજાએ રુક્મિરાજા તરફ માણસ મોક્લીને પ્રગટરીતે પાણિગ્રહણ માટે સારા દિવસે રુક્મિણીની માંગણી કરી. જ્યારે રુકમરાજા પોતાની બહેનને પોતાની જાતે હિર – કૃષ્ણને આપતો નથી ત્યારે કૃષ્ણે વિચાર્યું કે મારે બળાત્કારે રુકિમણી લેવી. ત્યાં આવીને રુકિમરાજાને પોતાની બહેન નહિ આપતાં જાણીને કૃષ્ણે તેનું હરણ કરીને પોતાની નગરી તરફ ચાલ્યો. તેની
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy