SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કૃષ્ણચરિત્રમાં નેમિનાથના સંબંધથી ગૂંથાયેલ શાંબ પ્રદ્યુમ્ન અને શ્રી કૃષ્ણના નરક ગમનનું સ્વરૂપ ઉગ્રસેન રાજાને તે જ વખતે જેલમાંથી કાઢીને રાજ્ય ઉપર સ્થાપન ર્યો. સમુદ્રવિજય વગેરે રામ અને કૃષ્ણ પુત્રોને લઇને સારા ઉત્સવપૂર્વક પોતાના નગર સૂર્યપુરમાં આવ્યા. ૩૦૭ આ બાજુ જીવયશા પતિ મરી જવાથી લાંબા કાળસુધી રુદન કરતી જરાસંધ પાસે ગઇ અને ગદગદ સ્વરે બોલી, દુર્દમ એવોપણ તમારોજમાઇ વસુદેવના બે પુત્રોવડે મલ્યુધ્ધ કરવાથી યમના ઘરના વિષે મોક્લાવાયો છે. કંસના વધનો વૃત્તાંત જાણીને જરાસંધે પુત્રીને કહયું કે હે પુત્રી ! તું રડ નહિ. હું જલદી તારા શત્રુઓને રડાવીશ. તે પછી જરાસંઘે પોતાના અંગરક્ષક સોમ નામના રાજાને સમુદ્રવિજય પાસે આ પ્રમાણે શિખામણ આપીને મોક્લ્યો. સોમક રાજાએ સમુદ્રવિજય રાજાને નમીને રાજાની આગળ આ પ્રમાણે કહયું કે જરાસંધરાજા કુલના અંગારા સરખા રામકૃષ્ણને માંગે છે. આ તારા બન્ને પુત્રો રામ ને કૃષ્ણ – કંસને મારનારા છે.આથી નિશ્ચે શૂલ આદિ ઉપર નાંખવાવડે એ બન્ને વધ કરવા લાયક છે. હે રાજા ! પોતાના કુલની રક્ષા માટે બલવડે ઉત્કટ એવા બલ અને કૃષ્ણને જરાસંધની પાસે મોક્લીને તું લાંબા કાળસુધી રાજ્ય કર. પ્રથમ દશાર્હ એવા સમુદ્રવિજયે કહયું કે હે સોમક ! તારો સ્વામી બાલક એવા રામ અને કૃષ્ણને માંગતો શરમ પામતો નથી ? મલ્લયુદ્ધની ક્રીડા કરતો કંસ ક્રીડાવડે આ બન્નેવડે હણાયો પછી તે બન્ને ઉપર તારા સ્વામીવડે કેમ કોપ કરાય છે ? સમુદ્રવિજયે કહેલું પાછા આવીને સોમકે જેટલામાં કયું તેટલામાં જરાસંધ અત્યંત કોપ પામ્યો. આ બાજુ ઉગ્રસેન રાજાએ પૂર્વના અનુરાગવાલી પોતાની પુત્રી સત્યભામા પ્રીતિવડે સુંદર ઉત્સવપૂર્વક કૃષ્ણને આપી. યાદવોના સ્વામી સમુદ્રવિજયે પોતાના સર્વયાદવોને ભેગા કરીને પોતાના ક્લ્યાણ માટે કૌટ્રિક નામના નિમિત્તિયાને તે વખતે કુશલ પૂછ્યું. કૌટ્રિકે કહ્યું કે તમારા બે પુત્ર મહાભુજાવાલા રામ ને કૃષ્ણ અનુક્રમે તે બન્ને ત્રણખંડ ભરતના સ્વામી થશે. આ નૈમિકુમાર ઉત્તમ ભાગ્યવાળા થશે. તેથી હિતને ઇચ્છનારા આપે આ સ્થાનક છેડી દેવું. હમણા અહીં રહેલા તમને જરાસંધ રાજાથી વિઘ્ન મારાવડે જોવાય છે. તેથી તમારે અહીં રહેવું યોગ્ય નથી. સમુદ્રવિજયે કહયું કે અમે કઇ દિશામાં જલ્દી જઇએ ? કૌટ્રિકે કહયું કે તમે પશ્ચિમદિશામાં જાવ. જ્યાં સત્યભામા દિવસે બેપુત્રને જન્મ આપે ત્યાં નગરસ્થાપીને તમારે સુખ માટે રહેવું. ત્યાં રહેતાં તમારા શત્રુઓનો ક્ષય થશે. અને કુટુંબ વગેરે સર્વરાજાઓ ચારેતરફથી વૃધ્ધિ પામશે. માર્ગમાં જતાં તમારા કુલના અધિષ્ઠાયક દેવો થનારી આપત્તિઓને હણશે. એમાં સંશય નથી. છપ્પન કુલકોટી યાદવો સાથે એક દિવસે યાદવરાજા પશ્ચિમ દિશાને ઉદ્દેશીને ચાલ્યા. ॥ ઘણા દેશોને ઉલ્લંઘન કરતો અનુક્રમે વિંધ્યગિરિ પાસે કુટુંબસહિત સમુદ્રવિજય રાજા વિસામા માટે રહયો. આ તરફ સમુદ્રવિજયે કહેલ સોમક રાજાના મુખેથી સાંભળીને જરાસંધ ( રાજા ) તે શત્રુઓને હણવા માટે ક્ષણવારમાં ચાલ્યો. હવે કાલક નામના પુત્રે આવીને પિતાને નમીને કહયું કે હે સ્વામી ! કીડીને હણવા માટે તમારો ઉદ્યમ યોગ્ય નથી. તમે અહીં રહો. શત્રુઓને હણવા માટે હમણાં મને આદેશ આપો. સ્વર્ગમાં – મનુષ્યલોકમાં ને બીલઆદિમાં રહેલા તેઓને એક રમત માત્રમાં હું ણીશ. કંસરાજાને હણીને તેઓએ જે પાપ કર્યું છે તે પાપનું પ્રાયશ્ચિત તે શત્રુઓને હું આપીશ. જેથી યું છે કે : – અતિઉગ્ર પુણ્ય ને પાપનું ફલ અહીંયાંજ ત્રણ વર્ષ – ત્રણ મહિના – ત્રણ પખવાડિયા અને ત્રણ દિવસવડે મેળવાય છે. –
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy