SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કૃષ્ણચરિત્રમાં નેમિનાથના સંબંધથી ગૂંથાયેલ શાંબ પ્રદ્યુમ્ન અને શ્રી કૃષ્ણના નરક ગમનનું સ્વરૂપ ૩૦૫ શ્રાવણસુદ આઠમની રાત્રિમાં શ્રેષ્ઠપુત્રને જન્મ આપ્યો. તે બાલકના શુભકર્મના ઉદયથી – બાલકપાસે રહેલા દેવતાઓએ ત્યાં નિયુક્ત કરેલા કંસના સેવકોને નિદ્રા આપી, હૃદુ (વસુદેવ) બાલકને હાથમાં લઈને ગોકુલમાં મૂકવા માટે જયારે ચાલ્યો ત્યારે તે વખતે દખાનામાં રહેલો ઉગ્રસેન બોલ્યો કે મધ્યરાત્રિમાં હમણાં કોણ એકાંતમાં ઉતાવળું જાય છે? તે વખતે આકાશમાં પ્રગટ અક્ષર પૂર્વક આ પ્રમાણે દિવ્યવાણી થઈ. મોટો થતો આ બાલક આ કેદખાનામાંથી આપને કાઢીને જલદી સુખી કરશે. તે વખતે નંદની પત્ની યશોદાને પોતાનો પુત્ર આપીને ગોકુલમાંથી તેની પુત્રીને વસુદેવ પોતાના ઘરમાં લાવ્યો, હવે કંસના સેવકો જાગ્યા અને તે પુત્રી લઈને કંસને આપી. તે વખતે કંસ હૃદયમાં આ પ્રમાણે વિચારવા લાગ્યો. આ છોકરી બલવાન રાજા એવાં મને કેવી રીતે મારશે? આ પ્રમાણે માનીને તેને કાપેલા નાકવાલી કરી કંસે છોડી દીધી. તે વખતે કંસ વિચારવા લાગ્યો કે સાધુની વાણી મારા વડે ફોગટ કરાઈ, કારણ કે મેં દેવકીથી ઉત્પન્ન થયેલા સાતગર્ભોને હણ્યા છે. આ તરફ કપટથી તે વખતે ગોકુલમાં જઈને દેવકી હર્ષવડે સ્તનપાન આદિવડે તે બાલને ચિત્તમાં આનંદ પમાડતી હતી. નંદ ગોકુલિયાએ તેનું કાળું અંગ હોવાથી કૃષ્ણ એ પ્રમાણે નામ આપ્યું. કૃષ્ણ શરુઆતમાં બળાત્કારે શકુનિ અને પૂતનાનો વધ કર્યો. ત્યાર પછી ગાડાને ભાંગી નાંખ્યું અને જોડાએલા બે અર્જુનવૃક્ષને બલથી ભાંગી નાંખ્યાં. તેથી કૃષ્ણ માતાને હર્ષ આપ્યો. કૃણની રક્ષા માટે તે વખતે ત્યાં વસુદેવે રામને (બલદેવને) મૂક્યો. દશધનુષ્યના શરીરવાલા તે બન્ને હંમેશાં પરસ્પર રમતાં હતા. આ બાજુ શ્રેષ્ઠ સૂર્યપુર નગરમાં સમુદ્રવિજયની પ્રિયા શિવાદેવીએ રાત્રિમાં ચૌદ મહાસ્વપ્નો જોયાં. ગજ – વૃષભ – સિંહ – લક્ષ્મી – પુષ્પની માલા – સૂર્ય – ચંદ્ર – ધ્વજ – કુંભ – પદ્મસરોવર – સાગર – વિમાન કે ભવન – રત્નનો ઢગલો – અને નિર્ધમ અગ્નિ. તે વખતે કાર્તિક વદ બારસના દિવસે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં હતો ત્યારે અપરાજિત નામના વિમાનમાંથી આવીને પ્રભુ શિવાદેવીની કૃષિમાં અવતર્યા. શ્રાવણ સુદિ પાંચમના દિવસે રાત્રિમાં ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં હતો ત્યારે શિવાદેવીએ કૃણદેહવાલા – ઉત્તમ શંખના ચિહ્નવાલા પુત્રને જન્મ આપ્યો. તે વખતે ત્યાં – પ૬ – દિકકુમારિકાઓ પોતપોતાના સ્થાનથી આવીને પ્રભુનું વૈયાવચ્ચઆદિ પોત પોતાનું કામ કર્યું. તે પછી ચોસઠ ઇન્દોએ પોતપોતાના સ્થાનમાંથી આવીને મેરુપર્વતના શિખરઉપર તે પ્રભુનો જન્મોત્સવ કર્યો. કયું છે કે મેરુપર્વત પર અધોલોક – ઊર્ધ્વલોક ચાર દિશામાંના ચકમાંથી આઠ આઠ, ચાર વિદિશાના મધ્ય રુચકમાંથી આઠ મલી – પ૬ – ગિકુમારિકાઓ આવે છે. દિગકુમારિકાઓ પોતપોતાનું કાર્ય કરીને ગઈ ત્યારે ઈન્દો સહિત સૌધર્મદે મેરુપર્વતપર પ્રભુના જન્મનો ઉત્સવ કર્યો. તે દિગકુમારિકાઓ પોતાનું કાર્યકરીને ગઈ ત્યારે સર્વઇન્દો સહિત સૌધર્મદે આવીને પ્રભુનો જન્મોત્સવ કર્યો. ૧૦ – ઈન્વે-૩ર –વંતરધે, ૨૦- ભવનપતિના ઈન્દો અને સૂર્યચન્દના બે ઇન્દો આ પ્રમાણે ૬૪ ઈધે છે. સવારે બંદીજનને છૂટાકરી પિતાએ જન્મોત્સવ કર્યો. અને સજજનોની સાક્ષીએ અરિષ્ટનેમિ એ પ્રમાણે નામ આપ્યું. દેવોવડે લેવાયેલા શ્રી અરિષ્ટનેમિજિન મોટા થતાં પોતાનું પરાક્રમ દેખાડવાથી માતા-પિતાને આનંદ આપતા હતા. સૌધર્મેન્દ્ર હંમેશાં ઘણા દેવો સહિત સ્વર્ગમાંથી આવીને શ્રી નેમિનાથ પ્રભુની સેવા કરતો હતો. આ બાજુ કેસે
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy