SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કૃષ્ણચરિત્રમાં નેમિનાથના સંબંધથી ગૂંથાયેલ શાંબ પ્રદ્યુમ્ન અને શ્રી ક્ષણના નરક ગમનનું સ્વરૂપ ૩૦૩ આવ્યો. કંસરાજાને જરાસંધ પાસેથી તેની પુત્રી જીવયશા અપાવાઈ. પાક્લના ભવમાં ઉત્પન્ન થયેલા વૈરથી વિવાહ પછી કેસે જરાસંધ પાસેથી મથુરાનું રાજય પ્રાપ્ત કર્યું કોઈના મુખેથી ઉગ્રસેન રાજાને પોતાના પિતા તરીકે જાણીને કંસે પૂર્વના વૈરના કારણે કેદખાનામાં નાંખ્યો.. भोगास्तुङ्गतरङ्गभङ्गचपलाः, प्राणा क्षण ध्वंसिनः । स्तोकान्येव दिनानि यौवनसुखं, स्फूर्तिः क्रियास्वस्थिरा, तत्संसारमसारमेव निखिलं, बुद्ध्वाऽऽत्मपापक्षये लोकानुग्रहपेशलेन मनसा, यत्नः समाधीयताम्॥ ભોગોએ મોટા તરંગના રંગ સરખા ચપલ છે. પ્રાણો ક્ષણમાં નાશ પામે એવા છે. યૌવનનું સુખ થોડાક્લ દિવસ છે. ક્રિયાઓમાં ફૂર્તિ અસ્થિર છે. તેથી સમસ્ત સંસારને અસાર જ જાણીને પોતાનાં પાપનો ક્ષય કરવામાં લોકોના અનુગ્રહમાં તત્પર એવા મનવડે યત્ન કરવો. પિતાના દુ:ખથી તેના પુત્ર અતિમુકતે મોક્ષના સુખની પરંપરાને આપનારી દીક્ષા ગુસ્પાસે ગ્રહણ કરી. અંધશ્ર્વણિના પુત્રો દશાર્હ જરાસંધ રાજાની સેવા કરતાં નિરંતર પોતપોતાનાં રાજયમાં જાય છે. કહયું છે કે : - રાજા ધર્મિષ્ઠ હોય તો પ્રજા પણ ધર્મિષ્ઠ હોય છે. રાજા પાપી હોય તો બધી પ્રજા પાપી થાય છે. (પ્રજા) રાજાને અનુસરે છે. જેવો રાજા તેવી પ્રજા થાય છે. આ તરફ સૂર્યપુરમાં વસુદેવના સુંદરરૂપને જોનારી સ્ત્રીઓ ઘરમાં જરાપણ કામો કરતી નથી. (તેથી) નગરજનોએ સમુદ્રવિજય રાજાની પાસે પોત પોતાની પત્નીઓની ચેષ્ટા જણાવી. રાજાએ કહયું કે બધું સારું થશે. એક વખત સમુદ્રવિજયે ભાઈ વસુદેવની આગળ કહ્યું કે હે ભાઈ ! નગરીમાં ભ્રમણ કરતાં તારા શરીરમાં થાક ઉત્પન્ન થાય. આથી તારે પોતાના આવાસના (મકાનના) દરવાજા બહાર ક્યાંય જવું નહિ. તારે જે જોઇતું હોય તે તે લઈ લેવું. ભાઈએ કહેલું સ્વીકારીને વસુદેવ ઘરમાં રડ્યો. જે જે ખાવાલાયક જોઇએ તે તે સેવકો દ્વારા મંગાવે છે. સુખડના રસનું ભરેલું સ્પાનું શ્રેષ્ઠ કચોલું (વાટકો ) દાસીના હાથે શિવાદેવીએ તાપને હરણ કરનારું પતિની પાસે મોલ્યું. વસુદેવે તે કચોલું દાસીના હાથમાંથી ખેંચી લઈને બાલકપણાથી ચંદનના રસવડે પોતાના દેહ પર વિલેપન કર્યું. તે વખતે દાસીએ કહયું કે આવા પ્રકારના અકાર્યને કરતા એવા તમને તમારા ભાઇએ ન્યાયવડે હમણાં કેદખાનાની જેમ ઘરમાં રાખ્યા છે. તે વખતે વસુદેવે વિચાર્યું કે જો ભાઈએ આ પ્રમાણે કર્યું છે તેથી મારે અહીં ન રહેવું જોઇએ. કોઇ ઠેકાણે દૂર જવું જોઈએ. જો ભાઇ દૂર જતાં એવા મને જાણી જશે તો જરાપણ દૂર જવા દેશે નહિ. તેથી હું ગુપ્તપણે જાઉ, એમ વિચારીને વસુદવે નગરની બહાર એકાંતમાં રાત્રિમાં લાકડાંવડે ચિતા કરી. અને ચિતાની અંદર મડદાને નાંખીને અગ્નિ આપીને વસુદેવે પોતાના અંગના લોહીવડેદરવાજામાં આ પ્રમાણે અક્ષરો લખ્યા. વસુદેવ ચિતાની અંદર પ્રવેશ કરીને મૃત્યુ પામ્યો છે. તેથી કોઇએ બીજે ઠેકાણે હે ભાઈ! મારી તપાસ કરવી નહિ. તે પછી વસુદેવ - પુરમાં – ગામમાં – વૈતાઢ્યગિરિમાં પોતાની ક્લાઓ દેખાડવાથી રૂપ અને સૌભાગ્યવડે તેનાં માતાઆપેલી વિધાધર અને પૃથ્વીના રાજાઓની હજારો કન્યાઓ પરણ્યો.
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy