SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કૃષ્ણચરિત્રમાં નેમિનાથના સંબંધથી ગૂંથાયેલ શાંબ પ્રદ્યુમ્ન અને શ્રી કૃષ્ણના નરક ગમનનું સ્વરૂપ થઇ. હરિવર્ષ નામના ક્ષેત્રમાંથી અહીં એક સુંદરયુગલ એક દેવવડે વૈર અને રોષથી મુકાશે. ૩૦૧ એટલામાં કોઇક દેવ હરવર્ષ ક્ષેત્રમાંથી તે યુગલિયાને લઇને નગરમાં ગુપ્તપણે મૂકીને ગયો. તે વખતે આકાશમાં ફરીથી વાણી થઇ કે તમારા ભાગ્યવડે આવેલો આ સ્વામી નક્કી અહીંયાં છે. તે પછી તે યુગલીકનો તે મંત્રીઓએ રાજ્યઉપર અભિષેક કર્યો. અને તે ભક્તિપૂર્વક સર્વસામંતો અને સેવકોવડે સેવાય છે. શ્રી શીતલનાથ તીર્થંકરના તીર્થમાં હરિવર્ષ ક્ષેત્રમાંથી લવાયેલ યુગલિક મનોહર હર નામે રાજા થયો. કયું છે કે – શીતલનાથ જિનેશ્વરના તીર્થમાં સુમુખ નામે રાજા હતો. તેજ કૌસંબી નગરીમાં વીરક નામે વણકર હતો. તેની સ્ત્રી વનમાલાનું હરણ કરીને રાજા – રતિની સાથે કામદેવની જેમ ભોગસમૃદ્ધિને ભોગવે છે. હવે એક વખત રાજા મુનિને દાન આપીને વીજળીથી હણાયેલો સ્ત્રી સહિત ( મરી ) હરિવર્ષ ક્ષેત્રમાં ઉત્પન્ન થયો . (તે વણકર ) સ્ત્રીના વિયોગથી દુ:ખી થયેલો પોટિટલ મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી – કાલધર્મ પામી દેવ થયો. અવધિજ્ઞાનના વિષયથી તે દેવ – હરિવર્ષમાં ઉત્પન્ન થયેલા યુગલને જાણીને જલદી તેનું અપહરણ કરી ચંપાનગરીમાં લાવે છે. આ હરિવર્ષ ક્ષેત્રમાં ઉત્પન્ન થયો છે. ને હરણ કરીને અહીંયાં લવાયો છે તેથી તે હરરાજા તરીકે ત્રણ ભુવનમાં પ્રસિધ્ધ થયો, તે હરિરાજાથી પ્રસિધ્ધ એવો હરવંશ થયો. તે હરિનો પુત્ર પ્રબલવિક્રમ પૃથ્વીપતિ થયો. તેનાથી મહાહિર રાજા થયો.. તેનાથી હિમહિર થયો. તેનાથી વસુગિરિ રાજા. તેનાથી શૂરગિરિ રાજા. તેનાથી મિત્રગિરિ રાજા, તેનાથી સુયશારાજા થયો. તેનાથી રૂપિરિ રાજા થયો. તેનાથી હંગર રાજા થયો. આ સર્વે ત્રણખંડને ભોગવનારા અને સંઘપતિ રાજા થયા. હિરરાજાના વંશમાં રાજાઓ જિનધર્મમાં ધુરંધર ( અગ્રેસર ) થયા. આ પ્રમાણે અનુક્રમે હવિંશમાં અસંખ્ય રાજાઓ થયા. વ્રતગ્રહણ કરવાથી કેટલાક મોક્ષમાં ગયા ને કેટલાક સ્વર્ગમાં ગયા. આ બાજુ રાજગૃહ નગરમાં શ્રેષ્ઠ મનોહર હરિવંશમાં તેજવડે સૂર્યસરખો સુમિત્ર નામે રાજા થયો. તેમને શીલઆદિ ગુણોથી શોભતી પદ્માદેવી નામે પત્ની હતી. અને તે હંમેશાં હર્ષથી ભરેલી જિનેશ્વરે હેલા ધર્મને કરતી હતી. એક વખત રાત્રિમાં પ્રાણત નામના દેવલોકમાંથી પુણ્યશાલી શ્રેષ્ઠદેવ તે રાણીના ગર્ભમાં સુખપૂર્વક શુભ ક્ષણે અવતર્યો. ચૌદ મહાસ્વપ્ન જોવાથી રાજાની રાણી પતિ સાથે હર્ષિત થઇ. તે ગર્ભ રહ્યો ત્યારે જે વખતે સુંદર એવા સૂર્ય વગેરે મુખ્ય ગ્રહો ઉચ્ચસ્થાનમાં રહ્યા હતા ત્યારે સુખપૂર્વક રહેલી પદ્માવતીએ પુત્રને જન્મ આપ્યો. ( અહીં ઇન્દમહોત્સવથી માંડીને મોક્ષગમન સુધીનું મુનિસુવ્રત સ્વામીનું ચરિત્ર કહેવું વિસ્તારના ભયથી અહીં કહયું નથી.) શ્રી મુનિસુવ્રતતીર્થંકરના તીર્થમાં હરિલમાં ઉત્પન્ન થયેલો સુદૃઢ નામે રાજા થયો. જે શત્રુ રાજાઓને જીતનારો થયો. તેનાથી વસુરાજા, તેનાથી વસુબજરાજા, તેનાથી વસુકેતુ – તેનાથી રત્નકેતુ, તેનાથી રત્નધ્વજ, આ પ્રમાણે પરાક્રમી અસંખ્ય રાજાઓ થયા ત્યારે હરિવંશમાં સુંદરબલવાળો યદુ નામે રાજા થયો. યદુરાજાનો પુત્ર શત્રુરૂપી વનને વિષે અગ્નિસરખો યાદવ થયો. તેને સૂર્યસરખી કાંતિવાલો શૂરનામે પુત્ર થયો. શૂરરાજાને શ્રેષ્ઠ પરાક્રમવાલા શૌરિ અને સુવીર નામે બે પુત્રો શત્રુઓના હાથીઓના મદને હરણ કરનારા હિરવંશમાં થયા. ઉત્પન્ન થયો છે વૈરાગ્ય જેને એવા શૂરરાજાએ શૌરિને પોતાના રાયઉપર સ્થાપન ર્યો. અને સુવીરને યુવરાજપદ આપીને પોતે દીક્ષા લીધી, શૌરિએ
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy