SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શ્રી શત્રુંજય-લ્યવૃત્તિ-ભાષાંતર અને સોલમા શ્રી અજિતનાથ પ્રભુ અને શાંતિનાથ પ્રભુનું સ્તવન કરાયું તે પુંડરીક નામનું તીર્થ ચિરકાલ પર્યત જ્યવંતુ વર્તી શ્રી નેમિનાથ તીર્થંકરની પાસે એક વખત નંદિષણરાજા ભાવથી જીવદયામૂલ ધર્મ-સાંભળવા માટે આવ્યા. रम्यं रुपं करणपटुताऽऽरोग्यमायुर्विशालं; कान्तारूपविजितरतयः, सूनवो: भक्तिमन्तः; षट्खण्डोर्वीतलपरिवृढत्वं, यश: क्षीरशुभं, सौभाग्यश्रीरितिफलमहो, धर्मवृक्षस्य सर्वम्॥२॥ चत्वारः प्रहरा यान्ति, देहिनां गृहचेष्टितैः। तेषां पादे तदर्द्धवा, कर्त्तव्यो धर्मसंग्रहः ॥३॥ સુંદરરૂપ – ઈન્દ્રિયની પટુતા – આરોગ્ય – વિશાલ આયુષ્ય – રૂપથી રતિને જીતનારી એવી સ્ત્રીઓ – ભક્તિવાલા પુત્રો – છ ખંડની પૃથ્વીનું સ્વામીપણું – દૂધ સરખો સફેદ યશ – અને સૌભાગ્યલક્ષ્મી, આ સર્વે ધર્મવૃક્ષનાં ફલો છે. પ્રાણીઓના ચારેપ્રહર ઘરની ચેષ્ટાવડે જાય છે. તેના પા ભાગમાં અથવા તો અર્ધાભાગમાં ધર્મનો સંગ્રહ કરવો. કહયું છે કે જન્મ – જરા અને મરણથી રહિત એવા જિનેશ્વરોએ લોકમાં બેજ માર્ગ હયા છે. એક સુશ્રમણ અને બીજો સુશ્રાવક. यात्रार्थ भोजनं येषां, दानार्थं च धनार्जनं, धर्मार्थं जीवितंयेषां, ते नराः स्वर्गगामिन : જેઓનું ભોજન યાત્રાને માટે છે, જેઓનું ધનઉપાર્જન દાન માટે છે. જેઓનું જીવિત ધર્મને માટે છે. તે મનુષ્યો સ્વર્ગગામી છે. ખરેખર પુત્ર પૌત્ર વગેરે સક્લ જગતને અનિત્ય જાણીને નંદિષણરાજાએ પોતાના પુત્રને રાજય આપ્યું. નંદિષણરાજાએ શ્રી જિનમંદિરોમાં અષ્ટાનિકા મહોત્સવ કરીને પાપરહિત મનવાલા તેણે દીક્ષા ગ્રહણ કરી. નંદિષણમુનિ ગુમ્ની પાસે શાસ્ત્ર ભણતાં નિર્મલ બુધ્ધિવાલા – અનુક્રમે સર્વશાસ્ત્રરૂપી સમુદ્રના પારગામી થયા. શ્રી નેમિનાથ જિનેશ્વરે તે વખતે નંદિષણમુનિને યોગ્ય જાણીને સારે દિવસે ખરેખર આચાર્યપદ આપ્યું. એક વખત બે હાથ જોડી નંદિષણમુનિએ નેમિનાથ પ્રભુપાસે પૂછ્યું કે હે ભગવંત ! મને ઉત્તમ એવા મોક્ષની પ્રાપ્તિ ક્યાં થશે? નેમિનાથ પ્રભુએ કહયું કે શ્રી સિધ્ધગિરિ અજ્ઞાનને દૂર કરનાર પવિત્ર સ્થાન છે. તે તીર્થમાં મનુષ્યો મોક્ષે જાય છે. ગયા છે જશે. જેઓ શ્રી સિધ્ધગિરિપર જાય છે તેઓનો જન્મ-ચરિત્ર ને જીવન સાર્થક છે. બીજાઓનું તે નકામું છે. શ્રી સિધ્ધગરિઉપર તીર્થકરોની અસંતી ચોવીશીઓ સિધ્ધ થયેલી છે. તે સિધ્ધ થશે. અને ચૈત્યના ઉધ્ધારો થશે, તેની સંખ્યા કેવલી જાણે છે. કરોડો ભવોવડે કરાયેલા ઋષિહત્યા વગેરે પાપોવાળો જીવ આ તીર્થના દર્શનથી છૂટી જાય છે. તો તેનો સ્પર્શ કરવાથી તો શું કહેવું? હે મુનિરાજ તે શત્રુંજયતીર્થ ઉપર ગયેલા તમને સમસ્ત કર્મનો ક્ષય થવાથી મોક્ષની પ્રાપ્તિ થશે. આ પ્રમાણે શ્રી નેમિનાથ પ્રભુનું વાક્ય સાંભળીને નંદિષણસૂરિ ઘણા સાધુઓ સાથે શ્રી સિધ્ધગિરિ
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy