SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૫ નારદમુનિના મુક્તિનમનનું સ્વરૂપ. जहि रामाइतिकोडी- इगनवई, नारयाइ, मुणिलक्खा । जाया य, सिद्धराया, जयउ तयं, पुंडरी तित्थं ॥२०॥ જ્યા રામ વગેરે ત્રણ કરોડ અને નારદમુનિ આદિ ૯૧- લાખ સિધ્ધોના રાજા થયા તે પુંડરીક તીર્થ જય પામો - તે પુંડરીતીર્થ જયવંતુ વર્તે. (૨૦) હવે નારદ મુનિઓનો સંબંધ કહેવાય છે, - શ્રી વીરભગવંતના ધર્મઘોષ અને ધર્મયશા નામે શિષ્યો ચારિત્રની આરાધનામાં આદરવાલા થયા. તે બન્ને મુનિ અશોકવૃક્ષની નીચે રહેલાં જ્યારે સ્વાધ્યાય કરતા હતા ત્યારે તે વૃક્ષની છાયા નમતી હતી. સ્વામીની પાસે આવીને તેઓએ પ્રભુને પૂછ્યું કે હે સ્વામિ! અશોકવૃક્ષની છાયા અમને કેમ નમે છે? પ્રભુએ કહયું કે સૌરિપુર નામના નગરમાં યાદવોમાં શિરોમણિ અને ન્યાયવાલો સમુદ્રવિજય નામે રાજા જ્યારે હતો. તે વખતે યજ્ઞયશ નામના તાપસને સોમમિત્રા નામની પત્ની હતી. તેને યજ્ઞદત્ત નામે પુત્ર હતો. ને સોમયશા નામની પુત્રવધૂ હતી. યજ્ઞદત્તને નારદ નામે મનોહર પુત્ર હતો. તે અરિહંતધર્મની રુચિવાળો ને જન્મથી માંડીને દેદીપ્યમાન શરીરવાળો હતો. સવારમાં ભિક્ષાવૃત્તિને કરતાં યજ્ઞયશવગેરે હંમેશાં એકાંતરા ઉપવાસ કરે છે. એક વખત બાલક એવા નારદને અશોકવૃક્ષની નીચે મૂકીને યજ્ઞયશ વગેરે ભિક્ષાવૃત્તિ માટે બીજે ઠેકાણે ગયા. આતરફ વૈતાઢયપર્વત તરફ જતાં જાભિધેવોએ અવધિજ્ઞાનથી એબાલકને સ્વનિકાયમાંથી વેલી જાણ્યો.તે દેવતાઓ તે વૃક્ષની છાયા સ્તંભાવીને (સ્થીર કરીને ) ગયા, ને પાછાં આવતા તે જાભિદેવોએ તેવી રીતે જોયો. તે પછી જામ્બિક્ટવો તે બાળકને પોતાના સ્થાનમાં લઈ જઈને તેને પ્રાપ્તિ અને રોહિણી વગેરે વિદ્યાઓ આપી, માણિક્યની પાદુકાપર ચઢેલો સોનાનું કમંડલ છે જેના હાથમાં એવો આકાશમાર્ગે જતો તે હંમેશાં તીર્થોને વંદન કરતો હતો. શીલવ્રતને ધારણ કરનારો મુંજસરખી જટાથી મંડિત છે મસ્તક્મનું એવો નારદ હંમેશાં ચારિત્રધારી મુનિઓને ભક્તિથી વંદન કરે એક વખત દ્વારિકામાં ગયેલો નારદ – કૃણવડે પ્રણામ કરીને ભક્તિથી પૂછાયો કે સત્પુરુષોવડે શૌચ શું કહેવાય? જવાબ આપવામાં અસમર્થ એવા નારદે તે વખતે મહાવિદેહમાં જઇને શ્રી સીમંધર જિનને નમસ્કાર ર્યો. તે પછી નાદે પૂછ્યું કે હે સ્વામી ! પંડિતોવડે શૌચ શું કહેવાય છે? શ્રી સીમંધર જિને કહ્યું કે સત્ય એ શૌચ કહેવાય છે. ફરીથી કૃષ્ણ શૌચનો અર્થ પૂછ્યો ત્યારે નારદે પમ્મિમ મહાવિદેહમાં શ્રી યુગમંધર જિનને નમસ્કાર કરીને પૂછ્યું. શૌચ શું કહેવાય
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy