SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર ઉપર પૂર્વભવથી ઉત્પન્ન થયેલો સ્નેહ ફોગટ હતો. કોઇપણ પ્રાણી કરેલાં કર્મથી છૂટતો નથી. પ્રાયઃ કરીને મોહરૂપી મદિરાથી મત્ત થયેલો અનાદિ સંસારમાં ભ્રમણ કરવાથી ખેદપામેલો જીવ રાત્રિદિવસ હિત અને અહિતને જાણતો નથી. જો મારો ભાઇ લક્ષ્મણ ચોથી નરકમાં ગયો તો બીજા મનુષ્યોને પાપથી શું દુ:ખ ન થાય ? યું છે કે એક સાતમી નરકમાં ગયો. પાંચ ી નરકમાં ગયા. એક પાંચમી નરકમાં. એક વસુદેવ ચોથી નરકમાં. ને એક વસુદેવ ત્રીજી નરકમાં ગયો. ૨૨ હવે પૃથ્વીપર વિહાર કરતાં છના ઉપવાસી રામમુનિ ભિક્ષાગ્રહણ માટે એક મહાનગરમાં પેઠા. ત્યાં આવીને સોમનામના રાજાએ રામને પ્રણામ કરીને કહયું કે અમારા ઘેરથી ભિક્ષા ગ્રહણ કરો અને મારા ઉપર અનુગ્રહ કરો. તે પછી રામમુનિએ ક્હયું કે અમારે એક ઘરમાં ભિક્ષા લેવી ૫ે નહિ. તેથી આવું વચન બોલવું નહિ. તે પછી રામમુનિ ઘરે ઘરે શુદ્ધભિક્ષાને જોતાં ભીમવણિકના ઘરમાં તે વખતે શુધ્ધ અન્તને પામ્યા. તે વખતે તેના ઘરમાં દેવોએ પુષ્પની વૃષ્ટિ અને રત્નની વૃષ્ટિ તેવી રીતે કરી કે જેથી દેવતાઓને પણ હર્ષ થયો. તે સ્નેપુરમાં રામમુનિ જે જે ગૃહસ્થના ઘરમાં જાય છે. તે તે લોકો પક્વાન્ત આપે છે. રામમુનિએ અત્યંત આદરથી અપાતા અશુધ્ધ આહારને જાણીને મોક્ષમાટે ઘોર અભિગ્રહ લીધો. જ્યારે અટ્વીમાં મારા હાથમાં શુદ્ધઆહાર આવશે ત્યારે મારે ભોજન કરવું. બીજા દિવસે જરા પણ નહિ. ક્યારેક એક દિવસે – ક્યારેક બીજે દિવસે, ક્યારેક સાતમે દિવસે, ક્યારેક છઠ્ઠા દિવસે, ક્યારેક મહિને, ક્યારેક બે મહિને રામમુનિ અટવીમાં શુધ્ધભિક્ષાને પામતા ભયંકર સંસારસમુદ્રને તારનારા પારણાને કરતા હતા. એક વખત શ્રીપુરનગરના સ્વામી મધુરાજા વનમાં જમતા હતા ત્યારે રામમુનિ શુધ્ધ આહારને પામ્યા. તે વખતે દેવોએ આવીને રામમુનિ રહ્યા હતા ત્યાં રાજાની આગળ પુષ્પ અને રત્નની વૃષ્ટિ કરી. રામમુનિ કોટીશિલા ઉપર ઘ્યાનમાં તત્પર હતા ત્યારે દેવોએ પ્રતિકૂલ અને અનુકૂલ ઉપસર્ગો ક્યા. મહામહિનામાં સુદપક્ષમાં બારમા દિવસને (બારસે) અંતે પાછલા પહોરમાં ચંદ્ર ભરણીનક્ષત્રમાં હતો ત્યારે ક્ષપકશ્રેણીમાં ચઢેલા રામમુનિ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયકરતાં સમસ્તજગતને પ્રકાશ કરનારા કેવલજ્ઞાનને પામ્યા. તે વખતે હર્ષિત ચિત્તવાલા દેવોએ આવીને રામમુનિના વલજ્ઞાનનો જુદા જુદા વાજિત્રોવડે સુંદર મહોત્સવ ર્યો. અવધિજ્ઞાનથી રામચંદ્રજીને કેવલજ્ઞાનની ઉત્પત્તિ જાણીને સ્વર્ગમાંથી સીતેન્દ્રે આવીને સુંદર મહોત્સવ કર્યો . તમે આજે તીવ્રતપરૂપી તલવારવડે કર્મસમૂહનો ક્ષય કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું. એ પ્રમાણે હર્ષિત ચિત્તવાલા સીતેન્દ સ્તુતિ કરે છે. ઘણાંજ દુ:ખની જાલથીપૂર્ણ ક્ષાયરૂપી જલજંતુથીવ્યાપ્ત, ભયરૂપી આવર્તવાલા, એવા સંસારસમુદ્રને સંયમરૂપી વહાણમાં ચઢેલા તમે તરી ગયા. ઘ્યાનરૂપી વાયુથી હણાયેલા વિવિધ તપરૂપીલાકડાંથી અત્યંત સળગેલા એવા ધ્યાનરૂપી અગ્નિવડે હે રામ ! સંસારરૂપી અટવીને તમે બાળી નાંખી. તમે વૈરાગ્યરૂપી મુદગરવડે કર્મરૂપી પાંજરું જલદી (ઉપરની ગણતરી બંધ બેસતી નથી માટે ત્રિષષ્ઠિ શલાકા પુરુષ-ચરિત્રના આધારે સો વર્ષ કુમારપણામાં, ત્રણસો વર્ષ માંડલિકપણામાં, ચાલીશવર્ષ દિગ્વિજય કરવામાં, ૧૧૫૬૦ વર્ષ રાજ્યમાં એમ કુલ બાર હજાર વર્ષનું આયુષ્ય લક્ષ્મણનું જાણવું.)
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy