SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રામ ક્થા અથવા જૈન ગીતા સંબંધ શરીરવાલો અચ્યુત દેવલોકમાં અચ્યુતેન્દ્ર થયો. બાવીશ સાગરોપમના આયુષ્યવાળો ઘણા દેવોવડે સેવાયેલો મનવડે દેવીઓના ભોગમાં લીન અચ્યુતેન્દ થયો. યું છે કે બે દેવલોક સુધીના દેવો કાયાથી મૈથુન સેવનારા હોય છે. પછીના બે દેવલોકના દેવો સ્પર્શસુખ ભોગવનારા. પછીના બે દેવલોકના દેવો રૂપથી સુખ માનનારા અને પછીના બે દેવલોક્ના દેવો શબ્દથી સુખ માનનારા હોય અને પછી ચાર દેવલોકના દેવો મનથી વિષય સેવનારા હોય છે. તેની ઉપરના દેવલોકના દેવો અલ્પવિકારવાલા ને અનંત સુખવાલા હોય છે. કર્મના યોગથી સ્ત્રી મરીને પુરુષ થાય છે. પુરુષ એ સ્ત્રી થાય છે. રાજા એ રંક થાય છે. રંક રાજા થાય છે. યું છે કે : – રાજા સેવક થાય છે. સેવક રાજાપણાને પામે છે. માતાએ પુત્રી થાય છે. ને પિતાપણ પુત્ર થાય છે. ૨૮૯ આ પ્રમાણે રેંટની ઘડીના યંત્ર સરખા સમસ્ત સંસારમાં સર્વ જીવો પોતાનાં કર્મને પરાધીન થયેલા દીર્ઘકાલ સુધી ભમે છે. લક્ષ્મણ સહિત રામ દીર્ઘકાલ સુધી પૃથ્વીનું પાલન કરતો લક્ષ્મણઉપર ગાઢ પ્રીતિ અને તે લક્ષ્મણ રામઉપર પ્રીતિને ધારણ કરે છે. એક વખત સભાની અંદર બેઠેલા ઇન્દે ક્હયું કે : – અયોઘ્યા નગરીમાં નીતિવાળો રાજારામ લક્ષ્મણ સહિત છે. હમણાં રામઉપર લક્ષ્મણને અને લક્ષ્મણઉપર રામને ખરેખર જેવી પ્રીતિ છે તેવી પ્રીતિ હમણાં પૃથ્વીપર બીજા કોઇને દેખાતી નથી. તે વખતે એક દેવે કહયું કે તમે જે કહયું તે સાચું છે. હે પ્રભુ ! હમણાં હું તે બન્નેની પરીક્ષા કરીશ. તે પછી તે દેવ અયોધ્યા નગરીમાં આવ્યો. નાનાભાઇ લક્ષ્મણના સેવકનું રૂપ વેગથી કરીને તેની પાસે આવીને દયાનાસ્થાનરૂપ એવું વચન આ પ્રમાણે યું ઉત્પન્ન થયો છે શૂલરોગ જેને એવા રામ આજે મૃત્યુ પામ્યા. અકસ્માત વજ્રપાત સરખા આ વચનને સાંભળીને તે વખતે લક્ષ્મણના પ્રાણ પરલોકમાં સીધાવ્યા. ખરેખર મોહથી મનુષ્યોને દુ:ખ વગેરે શું થતું નથી ? ચિતરેલા ચિત્રની જેમ ચાલ્યું ગયું છે જીવિત જેનું એવી રીતે રહેલાં લક્ષ્મણને જોઇને દેવ પોતાના ચિત્તમાં વારંવાર આ પ્રમાણે વિચારવા લાગ્યો. મારાવડે હાંસીનું વચન બોલાયે તે પૃથ્વીપતિ આ લક્ષ્મણ મૃત્યુ પામ્યો. દુષ્ટ ચિત્તવાલો હું આ પાપથી કઇ રીતે છૂટીશ ? મરી ગયેલા વાસુદેવ એવા લક્ષ્મણને જીવિત આપવા માટે પોતાને અશક્ત જાણતો દેવ ખેદથી વ્યાપ્ત મનવાળો સ્વર્ગમાં ગયો. ક્હયું છે કે :– આ લોકમાં વગર વિચારે કરનારા – પાપી હૈયાવાલા પુરુષોને પોતાની જાતે કરેલું કર્મ પછી સંતાપ કરનારું થાય છે. તે વખતે તેની સ્ત્રીઓ ત્યાં આવીને પતિને પ્રગટપણે મરેલો જોઇને રોતી રોતી હેવા લાગી કે હે પ્રિય ! તમે એક્વાર બોલો. તે વખતે રામ લક્ષ્મણને પ્રાણરહિત સાંભળીને આવીને બોલ્યો કે હે ભાઇ લક્ષ્મણ ! તું મને વચન આપ. નહિ બોલતા એવા લક્ષ્મણને રામે હયું કે મેં તારો અપરાધ કર્યો નથી. તેથી એક વખત તું મને ઉત્તર આપ. રામે લક્ષ્મણને આલિંગન કરીને કહ્યું કે હે ભાઇ ! તું ઉભો થા. તારા વિના હમણાં સમસ્ત રાજય દુ:ખી છે. હે સ્વજનવલ્ભ તું ઉભો થા. વિલાપ કરતાં એવા મને જવાબ આપ. શા માટે તું વગર કારણે કોપ પામેલો છે ? તું ઘેષ રહિત એવા મારા મુખને હરણ કરે છે ? કેમ જોતો નથી? ઉનાળો તેવી રીતે બાળતો નથી. સૂર્ય પણ બાળતો નથી. સળગેલો અગ્નિ પણ તેવી રીતે બાળતો નથી કે જેવી રીતે ભાઇનો વિયોગ સમસ્ત દેહને બાળે છે. હે ભાઇ ! હું શું કરું ? તારા વગરનો હું ક્યાં જાઉં ? એવું કોઇ સ્થાન હું જોતો નથી જયાં હું શાંતિ પામું ? હે વત્સ આ કોપને બ્રેડી દે. સૌમ્ય થા. સંક્ષેપથી હમણાં સાધુ મહર્ષિઓનો વખત વર્તે છે. (૪)સૂર્યઅસ્ત પામ્યો છે. હે લક્ષ્મણ ! વેગથી ઉભો થઇને તું જો, ચંદ્રવિકાસી કમલો ખીલ્યાં છે. સૂર્યવિકાસી કમલો
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy