SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રામ કથા અથવા જૈન ગીતા સંબંધ ૨૮૭ શ્રી ઋષભદેવપ્રભુની બે પાદુકાઓનું પૂજન ક્યું. તે પછી રામચંદ્રજીએ ગીત અને નૃત્યપૂર્વક મોટા મોતીઓવડે રાયણવૃક્ષને વધાવ્યું. ત્યાં શુભચિત્તવાલા શ્રી રામે શ્રી આદિનાથ પ્રભુના જિર્ણજિનમંદિરનો ઉધ્ધાર કરાવ્યો. રામે શ્રી ઋષભદેવપ્રભુની વિસ્તારથી પૂજા કરીને ભોજન વસ્ત્ર વગેરે આપવાથી સંઘનું સન્માન કર્યું. રામચંદ્રજીએ ગુઓને ભોજનવસ્ત્ર વગેરે આપવાવડે પડિલાભીને (વહોરાવીને) યાચકોને પણ ભાવથી સંતોષ પમાડ્યો. તે પછી રામચંદ્રજીએ રૈવતગિરિ તીર્થમાં જઈને ભક્તિવડે શ્રી નેમિનાથ પ્રભુની વિસ્તારથી પૂજા કરી. અનુક્રમે રામ પાછા આવ્યા અને સંઘને આદરથી વિસર્જન કરી ભાઈ સાથે શ્રેષ્ઠ ઉત્સવવાળા અયોધ્યા નગરને શોભાવ્યું. એક વખત પ્રથમ ચક્રવર્તિભરતે કરાવેલા અષ્ટાપદતીર્થમાં આકાશને અડકી જાય તેવા સિંહનિષાના આકારવાલા શ્રેષ્ઠ પ્રાસાદમાં અજ્ઞાનને હરણ કરનારા માન – પ્રમાણ દેહવાળા શ્રી ઋષભ આદિ– ૨૪ – તીર્થકરોને સદગુરુ પાસેથી રામે સાંભલ્યા. 5 હયું છે કે ઋષભદેવ પળ, ધનુષ્ય પ્રમાણ, પાર્શ્વનાથ – ૯ - હાથપ્રમાણ વીરપ્રભુ સાત હાથ પ્રમાણ, પછી અનુક્રમે નવ – સાત – પાંચ – આઠ પચાસ – દશ ને પાંચની હાનિ કરવી(ઋષભથી સુવિધિ સુધીના - નવમાં – ૫૦ – ધનુષ્યની હાનિ. શીતલથી અનંતનાથ સુધીના પાંચમાં ૧૦ – ધનુષ્યની હાનિ અને ધર્મનાથથી નેમિનાથ સુધીનાં આઠ તીર્થકરમાં પાંચ ધનુષ્યની હાનિ કરવી.) તે પછી પોતે સંઘપતિ થઈને શ્રી સંઘને બોલાવીને શ્રી અષ્ટાપદતીર્થઉપર જિનેશ્વરોને નમવા માટે રામ ચાલ્યો. શ્રી અષ્ટાપદપર્વતઉપર ચઢીને શ્રી ઋષભઆદિ દરેક જિનેશ્વરોની વિવિધ ઉત્સવપૂર્વક તેણે પૂજા કરી. કહયું છે કે :- ચત્તારિ – અ – દસ - દોય, - વંદિયા – જિણવરા – ચઉલ્લીસ પરમ – નિધિ – અકી, સિ ધ્રા સિદ્ધિમમ - દિસંતુ ચાર – આઠ-દસ ને બે એવી રીતે વંદન કરાયેલા – પરમાર્થથી પૂર્ણ કર્યા છે અર્થ જેણે એવા – ૨૪ – જિનવરો - સિધ્ધો મને સિધ્ધિ આપો. તે પછી સંમેત શિખરતીર્થમાં જઇ પુષ્પોવડે જિનેશ્વરોની પૂજા કરી રામે પોતાનો જન્મ સફલ કર્યો. ૧- શ્રી ઋષભદેવપ્રભુ અષ્ટાપદ પર મોક્ષે ગયા, વાસુપૂજ્ય સ્વામી ચંપાનગરીમાં મોક્ષે ગયા. વર્ધમાનસ્વામી પાવાપુરીમાં મોક્ષે ગયા અરિષ્ટનેમિ ઉજ્જયંતગિરિમાં મોક્ષે ગયા. બાકીના વીશ તીર્થકો જન્મ જરાને મરણના બંધનથી મુકત થઈ સમેત શૈલ (પર્વત) ના ઉપર મોક્ષ પામ્યા. તેઓને હું વંદન કરું છું. તે પછી રામ પોતાના નગરમાં ઉત્સવ કરતો હંમેશાં ન્યાયમાર્ગવડે પૃથ્વીનું પાલન કરવા લાગ્યો. એક વખત ઉત્પન્ન થયો છે વૈરાગ્ય જેને એવી છોડી દીધો છે ઘરનોઆરંભ જેણે એવી સીતા પોતાનાં હાથે લોચકરીને વ્રતને ગ્રહણ કરવાની ઈચ્છાવાલી થઈ. સીતાને તેવા પ્રકારની જોઈને રામ મૂચ્છ પામ્યો. ને પૃથ્વી પર પડયો. ચંદનના સિંચન કરવાવડે સ્વસ્થ કરાયો. રામે કહયું કે હે પત્ની ! મેં તારો કયો અપરાધ કર્યો ? જેથી મને એક્લાને છોડી તું હમણાં વત લેશે? તારા વિના મારા પ્રાણો હમણાં પ્રયાણ કરશે. સીતાએ કહયું કે હે પતિ ! ઉત્તમ પુરુષો શોક કરતા નથી. પ્રાણી પોતાનાં કર્મથી
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy