SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રામ ક્થા અથવા જૈન ગીતા સંબંધ દેવોને પણ દુર્જય થયા. એક વખત તે બન્નેએ માતાનાં ચરણોમાં પ્રણામ કરીને પૂછ્યું કે તમારા પતિનું શું નામ છે? ને તે કોના પુત્ર છે.? તે હો! તે પછી માતાએ ક્યું કે રાજા દશરથના મોટાપુત્ર – બલવાન એવા તે મારાપતિ જગતના હિતકારી છે. જે દંઢબલવાવા રાવણવડે અકસ્માત્ હરણ કરાઇ હતી. અને જેણે યુધ્ધ કરવાવડે મને પાછીવાળી તે મનોહર મારા પતિ છે. ૬ લોકોએ આપેલા માત્ર (ઉપરના) ફોગટ ક્લક્ને જાણીને તેણે પોતાના સેવક મારફત દૂર અરણ્યમાં ત્યજાવી. માતાનું વાક્ય સાંભળીને તે વખતે ચમત્કાર કરવા માટે જલદી અસંખ્ય સૈન્ય સહિત લવણ ને અંકુશ જનક (પાલક પિતા) વાંઘને આગળ કરીને તે નગરીમાંથી સારાદિવસે હર્ષપૂર્વક અયોઘ્યા નગરી સન્મુખ ચાલ્યા. મ ૨૦૦૭ ચારયોજન સુધી અયોધ્યાના છેડે શત્રુનું સૈન્ય આવતું જાણીને જલદી બખ્તર ધારણ કરીને રામ ને લક્ષ્મણ હાથી ઉપર ચઢેલા જુદી જુદી જાતનાં વાજિંત્રો વાગતાં નીક્લ્યા. બલવાન એવા શત્રુને હણવા માટે તેની સન્મુખ ગયા. તે વખતે ત્યાં રામ ને રાવણની જેમ લવણ ને અંકુશ પુત્ર સાથે રામ લક્ષ્મણનું ભયંકર યુદ્ધ થયું. તે વખતે લક્ષ્મણે તે શત્રુઓપ્રત્યે ચક્ર મૂક્યું ત્યારે શત્રુનું મૃત્યુ ન થવાથી તે પ્રયાસ નિષ્ફળ થયો. તે પછી ચક્રધારી લક્ષ્મણે હ્યું કે આપણે બન્ને બળદેવ ને વાસુદેવ નથી. પરંતુ આ બન્ને બળદેવ ને વાસુદેવ નક્કી નવા ઉત્પન્ન થયા છે. કે તે વખતે લક્ષ્મણે હજારો જ્વાલાઓના પરિવારવાળું – ત્રણલોકને ભય પેદા કરનારું અમોધચક્ર – અંકુશ ઉપર મૂક્યું ૧. વિકસિત પ્રભાવાળું તે ચક્ર – જલદી અંકુશની પાસે જઇને પાછું ફરેલું લક્ષ્મણના હાથમાં આવ્યું. ૨. લક્ષ્મણવડે વારંવાર રોષથી અંકુશપર ફેંકાયેલું નિષ્ફળ એવું ચક્ર – પવન સરખાવેગ વડે પાછું ફરે છે. ૩. તે વખતે અંકુશ એવા શત્રુએ ધનુષ્યનું આસ્ફાલન એવી રીતે કર્યું કે જેથી રામનું સર્વસૈન્ય પૃથ્વીપર સૂઇ ગયું હોય તેવું થયું. છે તે વખતે તે બન્ને ભાઇઓ બોલ્યા કે નવા રામ ને લક્ષ્મણ ઉત્પન્ન થયા છે. લક્ષ્મણે રામને હ્યું કે મારાવડે જે મોટી કોટિશિલા ઉપાડાઇ હતી તે નકામી ગઇ. જે કારણથી આ નવા રામલક્ષ્મણ આવ્યા. આપણો જે રાજ્યાભિષેક થયો. તે નકામો થયો હવે તો નકકી આ બન્નેના રાજ્યાભિષેક કરાય. મૂઢ એવા રાવણની જેમ ક્યો મનુષ્યફોગટ મરે ? જીવતા મનુષ્યવડે સુખ પમાય છે. તે નિશ્ચે ધર્મ કરાય છે. ધર્મવડે આલોક અને પરલોકમાં સુખની શ્રેણી પ્રાપ્ત થાય છે. તેથી નીતિરહિત એવા રાજ્યને વિષે રાગ ન કરવો જોઇએ. તે પછી રામ અને લક્ષ્મણને દીન અને પોતાની ભુજાને નિંદે છે એવું જાણી રામના બન્ને પુત્રો બે હાથી પરથી ઊતરીને સામે પગલે ચાલતા ગયા. અમે રામના પુત્રો છીએ એવાં પોતાનાં નામથી અંક્તિ બે બાણ – પોતાના પિતા – રામની આગળ ભેટ કર્યા. ૬ તે પછી લક્ષ્મણ સહિત રામ પ્રગટ એવા બાણના અક્ષરોની શ્રેણીને વાંચતાં આ શું છે? એમ વિચારતાં વિસ્મિત થયા. એટલામાં માતાને આગળ કરીને લવણ ને અંકુશે આવીને હર્ષવડે રામનાં ચરણકમલને અત્યંત નમસ્કાર કર્યો. (૧૩૦) તે પછી જોડી છે. અંજલિ જેણે એવા બન્ને ભાઇઓએ રામને હ્યું કે હે પિતા! તમે ફોગટ અમારી માતાને જંગલમાં ત્યજાવી. જ્યારે તમે અમારી માતાને જંગલમાં ત્યજાવી તે વખતે અમે બન્ને તમારા પુત્રો ગર્ભમાં રહ્યા હતા.
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy