SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રામ કથા અથવા જૈન ગીતા સંબંધ ૨૭૫ કૃતાંતવદન રામપાસે આવી આ પ્રમાણે બોલ્યો કે તમે કહેલા સ્થાનમાં જયારે સીતાને મૂકી તે વખતે તે બોલી કે ક સિંહ – રીંછ – ભલ્લ – ચિત્તો – શિયાળ – વાઘવડેભયંકર એવા વનમાં જ્યારે મેં તેને મૂકી ત્યારે આંસુથી પૂર્ણનેત્રવાલી તે બોલી ક મારા પતિનો કોઈ દોષ નથી. મારા કુકર્મનો દોષ છે. જેથી હું છલપૂર્વક ચાકર પાસે અહીં મુકાવાઈ. * તારે મારા પતિની આગળ કહેવું કે શ્રેષ્ઠવનમાં મુકાયેલી સીતા જિનેશ્વરનું ધ્યાન કરતી વનમાં ઉત્પન્ન થયેલા આહારને (ખાતી) સુખી છે ક મારા વિયોગથી દુઃખ સાંભળીને રાજા મારો પતિ રામ હદયના ફાટી જવાથી જીવિતના નાશથી મરણ ન પામે. 5. સિંહ વાઘ વગેરે દુષ્ટ પ્રાણીઓથી અત્યંતભય પામતી કંપતા શરીરવાલી એવી તેને મૂકી છે. 5 પરંતુ હવે પછી તે હમણાં સિંહ આદિ શિકારી પશુઓવડે ભક્ષણ કરાય છે. અથવા તો જીવતરના તેજ વડે જીવિતને ધારણ કરતી છે. ?તે હું જાણતો નથીષ કહ્યું છે કે હે સ્વામી ! અત્યંત સ્વભાવથી ભીરુ એવી જનક રાજાની પુત્રી સીતા ઘણાં પ્રાણીઓવડે ભયંકર એવા મહાવનમાં દુષ્કરપણે જીવે છે. 5 આ પ્રમાણે વચન સાંભળીને રામ – ફરી ફરી મૂર્છા પામીને સીતાને મનની અંદર યાદ કરવા લાગ્યો. ને વારંવાર વિલાપ કરવા લાગ્યો. * અરે મૂઢ! એવા મેં ભયંકર વનમાં સીતાને છોડી દીધી. મને વિધાતાએ હમણાં આવી બુદ્ધિ કેમ આપી? 5 નિર્દોષ એવી તે સતી સીતાને લોકોના વારંવાર બોલવાથી ભયંકર વનમાં મેં તેને છોડી દીધી. તે મારી મૂર્ણપણાની ચેષ્ટા છે. 5 સીતાના વિયોગવડે અત્યંત દુ:ખી એવા રામને જોઈને લક્ષ્મણે કહ્યું કે હવે દુ:ખ કેમ કરે છે? 5 વગર વિચારે કરેલું કાર્ય મનુષ્યોને દુ:ખને માટે થાય છે. સારી રીતે વિચારેલું કાર્ય સુખને માટે થાય છે. તેમાં સંશય નથી. सहसा विदधीत न क्रिया, - मविवेकः परमापदां पदम् वृणुते तु विमृश्यकारिणं, गुणलुब्धाः स्वयमेव सम्पदः॥ ઉતાવળથી કામ ન કરવું જોઇએ. અવિવેક ઘણાં દુ:ખનું સ્થાન છે. વિચારીને કરનારને ગુણથી લોભાયેલી સંપત્તિઓ પોતાની જાતેજ વરે છે. તમે ધીરતાને સ્વીકારો, જલદી કાયરપણું છોડી દે. કરેલાં કર્મથી કોઈપણ શરીરધારી (જીવ) છૂટતો નથી. કહ્યું છે કે – आयामे गिरिसिहरे, जले थले दारूणे महारणे। जीवो संकटपडिओ, रक्खिज्जइ पुव्वसुकएण॥ ક લાંબાપર્વતના શિખરપર - પાણીમાં – થલમાં – મહાભયંકર એવા અરણ્યમાં સંકટમાં પડેલો જીવ પૂર્વના પુણ્યવડે રક્ષણ કરાય છે. ૧. વળી પાપનો ઉદય થાય ત્યારે વીરપુરુષો વડે રક્ષણ કરાતો એવો પણ પ્રાણી નિચ્ચે મરે
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy