SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રામ કથા અથવા જેન ગીતા સંબંધ ૨૭૧ - તપ તપી તે બને સ્વર્ગમાં ગયા. તે બન્ને દિવ્ય દેવીઓ સહિત સ્વર્ગથી ઉત્પન્ન થયેલા સુખને ભોગવે છે. • અચલનોજીવ દેવ સ્વર્ગમાંથી ચવેલો કેક્સીનો પુત્ર – દશરથનો પુત્ર – વિશ્વને આનંદ કરનારો શત્રુબ થયો. ક પહેલાં ઘણા ભવમાં શત્રુઘ્નના જીવના જન્મો મથુરા નગરીમાં થયા હતા. તેથી હમણાં તેને તે મથુરા નગરી સાથે નિરંતર પ્રીતિ છે. કહ્યું છે કે:-જે ઘેર અને જે વૃક્ષની છાયામાં એકપણ દિવસ રહે તો તે જીવને ત્યાં સ્વાભાવિક પ્રીતિ થાય. ૧. તેથી પછી જ્યાં ઘણા ભવોમાં જે સ્થાનમાં સ્થિતિ કરી હોય તે સ્થાનમાં હંમેશાં જીવોને ઘણી પ્રીતિ થાય છે. ૨. હવે તે અંધેવ સ્વર્ગમાંથી વેલો (હલધરનો) રામનો તાંતવન નામે સેનાપતિ થયો. આ પ્રમાણે જ્ઞાનીની વાણી સાંભળીને રામ વગેરે સર્વે ભાઈઓ જિનેશ્વરે કહેલા ધર્મને વિશેષપણે કરવા લાગ્યા. મધુરારાજા પાસેથી શત્રુનવડે ગ્રહણ કરાયેલા ત્રિશૂલ જાણીને ચમરે મથુરા નગરીમાં સઘળાં લોકને વિષે મારી – મરકી કરી. તે પછી શત્રુઘ્નરાજા તે નગરીને શૂન્ય જાણીને અયોધ્યા નગરીમાં આવી રામરાજાની પાસે રહ્યો.. કો આ બાજુ વર્ષાઋતુમાં મથુરાનગરીની બહાર વનમાં તપમાં પરાયણએવા સાત મુનિઓ ચોમાસું રહ્યા. તેઓના તપના પ્રભાવ વડે મરકી (રોગ) કોઇક કાણે નાસી ગઈ. તેથી તે નગરમાં રોગની શાંતિ થઈ. તે પછી તે મુનિઓના ઉત્તમતપથી મારીને નષ્ટ થયેલી જાણીને શત્રુબ રાજાએ ત્યાં આવીને તે મુનિઓને નમ્યો. તે મુનિઓના ઉપદેશથી તે રાજાએ મરકીની શાંતિમાટે ઉત્સવપૂર્વક શ્રી શાંતિનાથ જિનેશ્વરની પૂજા કરી. મથુરાનગરમાં ચાર દરવાજાના ભાગમાં જિનમંદિરો કરાવી. બોંતેર જિનેશ્વરોની સ્થાપના કરી. તે પછી રાત્રુને વિનની શાંતિ માટે ચાર જિનમંદિરમાં ૧૭૦ જિનેશ્વરોની સ્થાપના કરી. * નગરની અંદર તે રાજાએ સ્થાનકે સ્થાનકે રોગની શાંતિ માટે સપ્તર્ષિ – સાત મુનિઓની પ્રતિમા સ્થાપના કરી. તે પછી શત્રુબ રાજાએ જિનમંદિરને અને શ્રેષ્ઠીઓના ઘરની શ્રેણીથી શોભતી - @િા વડે શોભતી તે મોટી નગરીને સ્થાપના કરી. 5 શત્રુને હ્યું કે: આજથી માંડીને જેના ઘરમાં જિનપ્રતિમા નથી તેને વાઘણ જેમ હરણને મારે તેમ નિશ્ચયથી મરકી મારશે. (૧) અંગૂઠાના પ્રમાણવાલી પણ જેના ઘરમાં જિનપ્રતિમા હશે તેના ઘરમાંથી જલદી મરકી નાસી જશે. એમાં સદેહ નથી ૨. ઘણા સંઘ સહિત શત્રુઘ્નરાજાએ શ્રી સિધ્ધગિરિ ઉપર જિનેશ્વરની પૂજા – સ્નાત્રપૂજા આદિકાર્યોથી યાત્રા કરી 5 શત્રુને સંધસહિત અરિહંતોના જન્મઆદિસ્થાનોમાં યાત્રા કરીને સમેતશિખરપર યાત્રા કરી. જિનશ્વરોની દીક્ષા – જ્ઞાન - નિર્વાણ, અને જન્મભૂમિઓને તે વંદન કરે છે ઘણા ગુણવાલા પણ – સાધવગરના પ્રદેશમાં તે રહેતો નથી. ૧. અનુક્રમે લક્ષ્મણને ચક – છત્ર – ધનુષ્ય -શક્તિ – ગદા – મણિ અને તલવાર એ સાત રત્નો પુણ્યના ઉદયથી થયાં. * લક્ષ્મણને દેદીપ્યમાન - ઉત્તમક્તમાં ઉત્પન્ન થયેલી ઉત્તમ - ગુણ – રૂપને યૌવનને ધારણ કરનારી સોલ હજાર સ્ત્રીઓ છે. ૧. તે સર્વમાંથી ઉત્તમ ગુણવાલી આઠ મહાદેવીઓ થઈ. રામને અનુક્રમે આઠ હજાર સ્ત્રીઓ થઈ. તેમાંથી મહાદેવી વગેરે ચાર પટરાણીઓ થઈ કહ્યું છે કે – પહેલી મહાદેવી સીતા. બીજી પ્રભાવતિ. ત્રીજી તિવિભા ને છેલ્લે શ્રીદામા થઈ.
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy