SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર મને છેડી દે. હવે પછી તમારા સૈન્યમાં હું અપરાધ કરીશ નહિ. # તે પછી હનુમાન વડે મુકાયેલી તે શક્તિ પોતાના સ્થાનમાં ગઈ. તે પછી રામના સૈન્યમાં ચારે તરફ જ્ય જ્ય શબ્દ થયો. દ્રોણરાજાએ એક હજાર ન્યાઓ સહિત વિશલ્યાને દીપ્યમાન ઉત્સવ પૂર્વક લક્ષ્મણને આપી. 5 વિશલ્યાના જ્ઞાનના પાણીવડે સ્નાન કરવાયેલા વાનરપુચ્છો હાથી – ઘોડા વગેરે એક્કમ ઝાયેલા ઘા વાળા થયા. 5 બીજા ગ્રંથોમાં કહ્યું છે. શક્તિ વડે ભેદાયેલા પૃથ્વી પર આળોટતાં ભાઈને જોઈ ઝરતાં આંસુવાળો રામ મૂછના વણથી વ્યાકુળ થયેલો પડ્યો. શીતલ જલથી સિંચન કરાયું છેઅંગ જેનું આશ્વાસન પામેલો – વાનરોથી ઘેરાયેલો રામસ્મશબ્દવડે વિલાપરવા લાગ્યો. કહેવત્સા અતિદુર્લભ એવા આ સમુદ્રનો પાર કરીને વિધિના યોગથી હું આવા પ્રકારના અનર્થને પામ્યો. લોકમાં પુરૂને કામ સુલભ છે. અર્થ સુલભ છે. અનેક સંબંધો સુલભ છે. પરંતુ આ લોકમાં ભાઈ માતાને પિતા મલતાં નથી. અથવા તો મેં પરભવમાં અતિભયંકર પાપ ઉપાર્જન કર્યું છે. તેજ પાપનું ફલ સીતાના નિમિત્તમાં થયું. તે પછી રાવણ લક્ષ્મણને જીવતો સાંભળીને સવારે બહુરૂપી વિદ્યાની સાધના કરવા માટે તૈયાર થયો. 5 સોળમા તીર્થકર શ્રી શાંતિનાથ પ્રભુની શ્રેષ્ઠ અષ્ટપ્રકારી પૂજા કરીને વિદ્યા સાધવા માટે લંકાધિપતિ રાવણ તૈયાર થયો. ચૈત્ર માસ આવ્યો ત્યારે રામ-રાવણ બોલ્યા કે હમણાં ચૈત્રની અઢાઈ કરવા માટે અવસર છે. આ નવ દિવસોમાં જિનમંદિરોમાં ઉત્તમ શ્રાવકોવડે આદરપૂર્વક સર્વ જિનેશ્વરોની પૂજા કરાય છે. આ પર્વમાં શ્રાવકો આયંબિલ કરે છે અને હંમેશાં અરિહંત આદિપદોનો જાપ કરે છે. કચૈત્ર મહિનાના શુક્લ પક્ષમાં આઠમથી માંડીને પૂર્ણિમા સુધી. રામ – રાવણના સૈન્યમાં મહોત્સવ શરુ કરાયો. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષમાં બને સૈન્યમાં આઠમથી શરુ કરી પૂનમ સુધી માવજજીવ અષ્ટાનિકા મહોત્સવ થયો. ક મંદોદરીના આદેશથી સર્વ નગરજનોએ અને રાવણે વિખશાંતિ માટે અષ્ટાનિકા મહોત્સવ કર્યો. ક સિદ્ધ થઈ છે. વિદ્યારેને એવા રાવણે સવારે જિનપૂજા કરીને ઘણા સેવકો અને બાંધવો સાથે હર્ષપૂર્વક ભોજન કર્યું. ક બીજે દિવસે સવારે ઘણા જીવોના વધરૂપ – રામ અને રાવણનું પરસ્પર ભયંકર યુદ્ધ પ્રવર્તે તે વખતે રાવણ જલદી લક્ષ્મણને હણવા માટે ઈચ્છતો, ઘણા રાક્ષસો સહિત શત્રુઓ સાથે યુદ્ધ કરવા માટે આવ્યો. હવે ભરત રાક્ષસો સાથે યુદ્ધ કરવા પ્રવર્યો. લક્ષ્મણે તે વખતે ઘણા રાક્ષસોને યમના ઘેર મોલ્યા. હનુમાને ઘણાં રાક્ષસોને તલવારના ઘાવડે દૂર કરીને રાવણની છાવણીને અત્યંત વ્યાકુળ કરી. * યમરાજ સરખા લક્ષ્મણે તીવ્ર ખગના પ્રહારવડે સેંકડોની સંખ્યામાં રાક્ષસોને યમના આવાસમાં મોલ્યા યુદ્ધમાં કોધથી ધમધમતા મનવાલા લક્ષ્મણે બાણોવડે ગાઢ પ્રહાર કરીને રાવણને તાડન કર્યું. * હવે રાવણે બહુરૂપિણી વિદ્યાવડે યુદ્ધભૂમિમાં પોતાના પસરખાં કોડે શરીરો ક્ય. તે પછી આકાશમાં પૃથ્વીપર – પાછળ – આગળ – બન્નેપડખે વિવિધ હથિયારને વર્ષાવતાં ઘણા રાવણોને લમણે જોયા. કલમણ જેજે રાવણને હણે છે. તેને રાવણ દ્વિગુણથી માંડીને (બથી માંડીને) કરોડ સુધીના પ્રમાણવાલો યુદ્ધમાં થાય છે. લક્ષ્મણ વારંવાર બાણીવડે સો – લાખ પ્રમાણવાલા – વણોને હણતાં ત્યાં કરોડો પ્રમાણવાલા (રાવણોને ફરીથી) જોવા લાગ્યો. તે વખતે લક્ષ્મણના તીણ – બાણના સમૂહે રાવણોને મારતે ક્ષે ઘણા રાવણો પ્રગટ થયા. તે પછી લક્ષ્મણે કહ્યું કે શું રાવણની માતા ખાડાની ભૃણ હતી કે જેથી ઘણા રાવણો દેખાય છે? અથવા તો શું તે તીડ હતી? સાપણ હતી કે ઘો હતી? જેથી હમણાં રણમાં ઘણા રાવણો દેખાય છે ? લક્ષ્મણે બહુરુપને સંહારકરનાર વિદ્યાવડે મુખ્ય રાવણ વિનાના રાવણોને મારી નાંખ્યા. તેથી ધપામેલા રાવણે અગ્નિનાપિંડ જેવા ચક્રને હાથમાં કરીને કહ્યું કે હે લક્ષ્મણ તું જલદી નાસીને ચાલ્યો જા. જો એમ
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy