SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર સુભટ તને અમે હિત કહીયે છીએ. મારા પિતાના હસ્તદંડના વિજયબલથી કીર્તિ સ્તંભ કરશે. હે કમલબંધુ ક્લવધૂને છોડી દે. સંધિની વિષે અથવા ઘરને વિષે જુગારી એવા મારામાં તારાં મસ્તક છેદાયેલાં અથવા નહિં છેદાયેલાં પૃથ્વીપીઠ પર આળોટો આ પ્રમાણે બીજો દિવસ થયો ત્યારે રામના અને રાવણના સુભટો પોતપોતાના સૈન્યમાં જઈને સુસ્થિત થયા. હવે હનુમાન ચારે તરફથી શત્રુના સૈન્યને હણતો શત્રુઓની અંદર ભ્રમણ કરીને પોતાની સેનામાં આવ્યો. તે વખતે કુંભકર્ણ તલવારના ઘાવડે રામના સૈન્યને હણતો યમરાજ સરખો તે સુગ્રીવની સાથે યુદ્ધ કરવા લાગ્યો. તે વખતે સુગ્રીવવડે હથિયાર રહિત કરાયો ને તે વખતે ભામંડલે ચારે તરફથી ઘણા રાક્ષસોને મારી નાંખ્યા. હનુમાને તલવારના ઘાવડે કુંભને પૃથ્વીપર પાડયો તે વખતે રાવણ યુદ્ધ કરવા માટે રણમાં ઊભો થયો. રાવણને અટકાવીને તેનો પુત્ર – ઇન્દ્રિજિત તે વખતે આદરથી રામચંદ્રના સૈન્યને હણવા માટે ઊભો થયો. બન્ને છાવણીના વીરો પરસ્પર મલ્લની જેમ ભુજાઓને અફળાવતા – યુદ્ધ કરતા યમરાજા સરખા દેખાય છે. ઇન્દ્રજિતે કપિનાયકને (સુગ્રીવને) નાગપાશવડે બાંધ્યો. અને મેઘવાહને ભામંડલને નાગપાશવડે બાંધ્યો. ૬ જૂના ઘેરડાની જેમ જલ્દીથી નાગપાશના બંધનને તોડી નાંખીને તે જ વખતે ભામંડલને સુગ્રીવ ત્યાં ઊભા થયા. ૬ ભામંડલ અને કપીશ્વરવડે એકીસાથે રાવણનું સૈન્ય તેવીરીતે મંથન કરાયું કે જેથી તેને જીવવાની આશા તૂટી ગઈ. ૨૫૪ – કુંભર્ણની સાથે યુદ્ધભૂમિમાં યુદ્ધ કરતાં જર્જરિત અંગવાલા અંગદે તેણે કુંભકર્ણને અત્યંત વ્યાકુળ કર્યો. હવે ભક્તિથી ભરેલાં ગરુડદેવે આવીને પુણ્યશાલી રામને પ્રભાવથી યુક્ત ઘણી વિધાઓ આપી. તે વખતે ગરુડદેવે લક્ષ્મણને દેદીપ્યમાન – હળ – રથ – મુશલ – ગાડિકી વિધા આપી આ પ્રમાણે બીજાં શસ્ત્રો અને જુદા જુદા પ્રકારની શ્રેષ્ઠ વિધાઓ રામભદ્રને આપીને ગરુઙેન્દ્ર અંતર્ધ્યાન થયા. લક્ષ્મણે યુદ્ધમાં રાક્ષસને વિષે તેજસ્વી એવા રાવણને નહિં જોવાથી મોટેથી ચરપુરુષને આ પ્રમાણે નક્કી કહ્યું. રાવણે પોતાના સૈન્યને હણતા એવા લક્ષ્મણને જોઇને દેદીપ્યમાન તેજવાળી ઘરણેન્દ્રે આપેલી શક્તિને હાથમાં કરી. તે વખતે રાવણે લક્ષ્મણ તરફ શક્તિ મૂકી. તે વખતે જલદીથી વાયુપત્ર વગેરે તેને રુંધવા માટેઘેડયા સ શત્રુ સમુદાયને તિરસ્કાર કરીને તે શક્તિ વેગથી અગ્નિના પિંડની પેઠે લક્ષ્મણના હૃદયપર અકસ્માત્ પડી. મૂર્છા પામેલો લક્ષ્મણ એક્દમ કરમાઇ ગયેલા વૃક્ષની માફ્ક પડ્યો. તે વખતે પોતાના સેવકો સહિત રાવણ જલ્દી હર્ષ પામ્યો. મૈં આ બાજુ યુદ્ધ કરતાં રામે બાણોની પંક્તિવડે રાવણના મસ્તકમાં રહેલા છત્રને અને રાવણના રથને કાપી નાંખ્યો. તે વખતે લક્ષ્મણને મૂર્છા પામેલા સાંભળીને જલદી ત્યાં આવીને તેને મૂર્છા પામેલો જોઇને રામ પૃથ્વીતલપર પડયા ૬ ક્ષણવારમાં પોતાના સેવકોવડે આદરપૂર્વક પવન નાંખવા વગેરેવડે સચેત ન કરાયેલા રામ કરુણ સ્વરે – બોલ્યા. શત્રુના સમુદાયને હણ્યા સિવાય અને સીતાને આપ્યા સિવાય ને બિભીષણને લંકાનું રાજ્ય આપ્યા સિવાય તું કેવી રીતે ગયો ? શત્રુના ઘરમાં શત્રુઓવડે વીટાયેલા એક્લા રામને મૂકીને દેવલોકમાં જતો તું લજજા પામતો નથી ? તે તું કહે. હે લક્ષ્મણ ! તારા વિના હું હમણાં નિરાધાર થયો છું. તું મરી જવાથી મારા પ્રાણો પ્રયાણ કરશે. તું મૃત્યુ પામે બ્ને શત્રુના ઘરમાં વાજિંત્રો વાગશે. ને તેથી તે સઘળા શત્રુઓ હર્ષ પામશે. હે ભાઇ તારાવિના બિભીષણ વગેરેની આશા હું કઇ રીતે પૂર્ણ કરીશ? તું હમણાં એક વખત બોલ. તે વખતે હનુમાને કહ્યું કે રાવણને બાંધીને અહીં લાવું ? અથવા લંકાના ક્લિાના ચૂરેચૂરા કરી નાંખું ? ઋ જેથી હે દેવ! તમે મને આજ્ઞા કરો હું શું કરું? શું લંકાને અહીં લાવું ? જંબુદ્રીપને અહીં લાવું ? અથવા સમુદ્રને સૂક્વી નાંખું ? રમતમાત્રમાં ઉપાડેલા – વિંધ્યાચલ –
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy