SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર તે પછી રાવણે કહયું કે આનું પૂંછડું બાળી નાંખો. પૂંછડું સળગાવ્યું ત્યારે તે વખતે તેણે લંકાને સળગાવી ક તે હનુમાને આકાશમાં દૂકા મારી મારીને રાવણના ઘરને અને બગીચાને બાળીને રાવણની આગળ આ પ્રમાણે હયું. * તારી આ મૃત્યુની વેળા છે. મારાવડે વાનગી ચખાવાઇ. હું જાઉં છું. હે રાવણ તું રામને આવેલ જાણ. લંકા બળી ગઈ. વન ભાંગી ગયું રાક્ષસો વિનાશ પામ્યા. જો રામના દૂતે આ ક્યું તો રામ (તો) શું કરશે ? 5 રાવણ અને રાક્ષસો જોતા હતા ત્યારે ઊડીને તે વખતે હનુમાન દ્રષ્ટિના વિષયમાંથી ચાલ્યો ગયો. તે વખતે હનુમાન સીતાની જેમ સીતાના ચૂડામણિને રામની આગળ મૂકીને રામ અને અનુક્રમે લક્ષ્મણને નમસ્કાર કર્યો. તે વખતે હનુમાનવડે સીતા સતીનું શુભવૃત્તાંત કહેવાયું ત્યારે રામે પ્રેમથી હનુમાનને આલિંગન કરીને કહયું કે તને કુલ છે ને? હનુમાને કહયું કે હે સ્વામિ! તમારી પ્રસન્નતાથી સેવક દુષ્કરમાં પણ દુક્ર કાર્ય કરે છે એમાં સંશય નથી. કસીતાનું મિલન – રાવણની હેરાનગતિ વગેરે હનુમાને હયું ત્યારે ભાઇસહિત રામહર્ષ પામ્યા. તે પછી સુંદર વચનોવડે આદરપૂર્વક હનુમાન સાથે વાતચીત કરીને હનુમાનની આગળ તે વખતે રામચદે આ પ્રમાણે કહયું. ક હે વીર ! દેવોવડે પણ દુ:ખે કરીને ઓળંગી શકાય એવી લંકા નામની મહાનગરી રાવણ વિદ્યમાન હોવા છતાં તારાવડેક્વી રીતે બળાઈ? 5 કહ્યું છે કે - ચારે તરફથી સાતસો યોજન વિસ્તારવાળો જે ત્રિકૂટ નામનો શ્રેષ્ઠપર્વત છે. તેના મધ્યભાગમાં નવસો યોજન ઊંચો છે. ૫૦ યોજન ચારે તરફથી વિસ્તારવાળો છે. તેનું શિખર દશે દિશાઓને પ્રકાશિત કરતું શોભે છે. તે શિખરની નીચે જાંબૂનદ – સુવર્ણથી બનેલો છે ફ્લિો જેનો એવી દેવોની સંપત્તિ વડે સમૃદ્ધ લંકા નામે નગરી છે. (૧ –૨ –૩) તે પછી કરી છે અંજલિજેણે એવા. વારંવાર નમતું છે મસ્તક જેનું એવા. અને ભક્તિરસથી ભરપૂર છે મન જેનું એવા હનુમાને કહયું કે કામના પ્રભાવવડે અને દેવીના નિઃસાસા વડેતે લંકા પહેલાં બળી ગઈ ને પછી હનુમાનને વશ થઈ. * વાનરનું તો એક શાખા ઉપરથી બીજી શાખા ઉપર જવાનું પરાક્રમ હોય છે. પરંતુ જે સમુદ્ર તરાય છે તે પ્રભાવનો સ્વામીનો જ છે. 5 રાવણવડે સીતાને હરણ કરાયેલી જાણીને તે વખતે રામે ભાઈ લક્ષ્મણ – સુગ્રીવ અને હનુમાનની આગળ કહયું. (30) વેગપૂર્વક સેના લઈને આપણે લંકામાં જઈને અને રાવણને જીતીને સીતા સતીને હમણાં પાછી લાવીએ. 5 લક્ષ્મણની સાથે સુગ્રીવ અને બિભીષણ એકાંતમાં મંત્રણા કરતા હતા ત્યારે રામે કહયું કે હે લક્ષ્મણ! સુગ્રીવ અને બિભીષણપર વિશ્વાસ ન કર.. જેને સગાભાઇપર પ્રેમ નથી તેના વિષે કઈ રીતે પ્રેમ થઈ શકે? 5 લક્ષ્મણે કહયું કે ન્યાયમાર્ગે ચાલનારને તિર્યંચો પણ સહાય કરે છે. ઉન્માર્ગે જનારને સગો ભાઈ પણ છોડી દે છે. કતે પછી રામચન્દનું મન જાણીને લક્ષ્મણ અને સુગ્રીવે જલદી સેના ભેગી કરવા માટે ઢોલ વગડાવ્યો. અસંખ્ય - સુભટો – ઘોડાઓ – હાથીઓ – અને મજબૂત રથો સાથે ભેગા થયેલા રામ ને લક્ષ્મણ સારા દિવસે ચાલવા લાગ્યા. ક કહયું છે કે:- માગશર વદિ પંચમીના દિવસે સૂર્ય ઉદય થયો ત્યારે શુભકરણ અને યોગમાં તેઓનું પ્રયાણ થયું. (૧) ધુમાડા વગરનો સળગતો અગ્નિ જોવાયો. ચાલતાં દક્ષિણાવર્તમાં (ડાબેથી જમણી બાજુ તી)આભરણથી
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy