SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર તારા અંત:પુરને અલંકૃત કરે તોજ તારો જન્મ શ્રેષ્ઠ થાય અન્યથા જરાપણ નહિ. * આ સાંભળીને રાવણ સીતાનું સ્મરણ કરતો દંડધૂનમાં ગયો. 5 મનોહર એવી સીતાની સાથે આ રામ હોય ત્યારે તેને ઇન્દ્ર – શેષનાગ – દેવ - અસુર કોઈપણ લઈ શકે નહિ. * બે હાથવડે સમુદ્ર તરી શકાય. શરીરવડે અગ્નિનું આલિંગન કરી શકાય. સિંહના મુખમાં મનુષ્યવડે હાથ નંખાય. તો પણ આ રામ કોઈ કાણે કોઈ બલવાન વડે ગ્રહણ ન ાય. તો હવે મારે હમણાં આ સીતા ક્વી રીતે ગ્રહણ કરવી ? | તે વખતે રાવણે સીતાને માટે અવલોક્તિી વિદ્યા યાદ કરી તે આવી અને કહયું કે તે મને શા માટે યાદ કરી ? * રાવણે કહયું કે તું તેવું કર કે જેથી સીતા સતી આજેજ મારા અંતઃપુરને સુશોભિત કરે. 5 અવલોકિની વિદ્યાએ કહ્યું કે હે રાવણ ! અહીં હમણાં રામની પાસે રહેલી સીતા કોઈ વડે ગ્રહણ કરી શકાય નહિ. તે પછી રાવણે જ્હયું કે હે દેવી! તું મારા ઉપર પ્રસન્ન થા. જેથી કપટથી પણ સીતા મારા હાથમાં જલદી આવે. તે પછી અવલોનિી વિદ્યાએ હયું કે હે રાવણ ! રામ દૂર સાંભળે તેવી રીતે લક્ષ્મણની માફક સિંહનાદ કર. તે વખતે રામ અહીં એhી સીતાને મૂકીને લક્ષ્મણની પાસે જલદી જશે. તે વખતે રાવણે લક્ષ્મણની જેમ સિંહનાદ કર્યો. લક્ષ્મણને સહાય કરવાની ઈચ્છાવાલો રામ જલદી ચાલ્યો. એક પક્ષીએ પોતાની જાતે જાતિસ્મરણ જ્ઞાનપામી પોતાનો પૂર્વભવ વનમાં રહેવા પૂર્વક આ પ્રમાણે જાયો. 5 પૂર્વભવમાં અત્યંત ક્રોધના સમુદાયવાળો દંડરાજા હતો. વારંવાર (ઘાણીમાં) નાંખવાના ક્રમથી આર્તધ્યાનથી તે મૃત્યુ પામ્યો. * દુર્ગાનના યોગથી અહીં હું જટાયુ (ગીધ) નામે પક્ષી થયો. તે પછી મુક્તિસુખને આપનારા જિનેશ્વરે કહેલા તે ધર્મને હું કરું છું. આ પ્રમાણે જાણીને ધર્મને માટે રામ અને લક્ષ્મણની સેવા કરે છે. અને વનમાં તે બન્નેની સાથે તે પક્ષીરાજ ચાલ્યો. ૬ જટાયુ - સીતા – રામ ને લક્ષ્મણની પાસે જેનધમર્તે સાંભળીને પાખી (ચૌદશ) અને આઠમના દિવસે ઉપવાસ કરતો હતો. ક. આ બાજુ આકાશમાંથી રાવણે પૃથ્વીતલઉપર આવીને આ પ્રમાણે વિલાપ કરતી – સીતાનું ક્ષણવારમાં હરણ ક્ય કહે માતા ! હે પિતા ! હે ભાઈ! હે દિયર ! આ દુષ્ટ આશયવાલા પાસેથી ધ્યામાં તત્પર એવા તમે મારું રક્ષણ કરશે. ક હે બુધ્ધિશાળીઓમાં પ્રથમ લક્ષ્મણ ! હે આર્યપુત્ર ! પૃથ્વીને વિષે ચદસરખા પિતા દશરથ ! આ રાક્ષસવડે હું નિર્જન વનમાં લઈ જવાઉ છું. મારું રક્ષણ કરો. એ પ્રમાણે સીતા વારંવાર વિલાપ કરતી હતી. (૧) સીચાણાવડે ચક્લીની માફક રાવણવડે લઈ જવાતી તે સીતા વિલાપ કરવા લાગી. હે ભાઈ ભામંડલ ! હે રામા હે દિયર ! હે માતા ! હે પિતા હું ક્યાં લઈ જવાઉ છું? (૨) સ્તન મંડલનું આભૂષણ શું? ઉમા કેવી છે? ચદની કાંતી શેમાંથી છે? રાવણવડે લઈ જવાતી સીતા ક્વી રીતે રડે છે? હા રામ હાં લેવા! તાત - માતા: હે રામ ! હે દિયર ! હે તાત ! હે માત ! આમ વિલાપ કરે છે. (૩)
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy