SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર અને મોક્ષ આપનારો થાય છે. રાવણે કહયું કે હે મુનિ ! તમે ક્વી રીતે વૈરાગ્યથી વ્રત લીધું? તેમણે કહયું કે માહિMિતિ નગરીમાં ભીમનામે વિધાધર હતો તેને સહસ્રાંશુ નામે વિનયવાળો નીતિવાળો – ધર્મ અને કર્મની ક્લાને જાણનાર યાયુકત ચિત્તવાલો પુત્ર થયો. 5 કેટલીક મનુષ્યો તીવ્ર અભ્યાસ કરવાથી ઘરડા પર ચાલે છે. તેમજ તર્ક – વ્યાકરણ આદિ શાસ્ત્રમાં નિપુણ અભ્યાસવાળા થાય છે. કેટલુંક શિલ્પ જાણે છે. તે ગાઢ વિનય – નિર્મલ એવું જે શ્રત – અને રાગ વગરનું મન. અખંડિત એવું સજજનપણું તેજ ગુણ છે અને તેનાવડેજ પુરુષ વિદ્વાન છે. ક કરોળિયો સુગરી – ખાશિ અને હંસ વગેરેમાં શું વિજ્ઞાન નથી? બળદ અને લાવક કુળમાં, ઘેટા અને કુકડામાં શું ષ ઢંદ નથી ? મયૂર અને કોયલમાં શું ગીત નથી? મેના અને પોપટમાં શું નૃત્ય નથી ? પરંતુ મનુષ્યપણામાં ઉત્તમ ધર્મના આચરણમાં ચતુરતા છે. 5 એક વખત ભીમ – ગોખમાં રહેલો આકાશમાં મોટા વાદળને જોઈને સવારમાં ફરીથી વારંવાર જુએ છે. (૪૭૩) તેટલામાં ત્યાં ચારે તરફથી તીવવાયુ આવ્યો ને વીજળીના ગર્જારવ સહિત વાદળું વીખરાઈ ગયું કે વાદળા સરખા, સંસારને જોઈને આ સહસ્રાંશુ નામના પુત્રને રાજયપર સ્થાપન કરીને મેં મોક્ષસુખને આપનારી દીક્ષા ગ્રહણ કરી. ક મુનિના પુત્ર સહસ્રાંશુને જાણીને બંધનમાંથી મુકત કરાવી – ખમાવીને રાવણ – તેણે પોતાના રાજયપર સ્થાપન ર્યો. ક સહસ્રાંશુ પણ રાવણને મોટું, ભેણું આપીને ખમાવીને કહ્યું કે હવે પછી હું તમારો કિંકર – સેવક છું. સહસ્ત્રકિરણ રાજાએ પોતાના રાજ્યઉપર પોતાના પુત્ર – ભીમને સ્થાપન કરી પવિત્ર મનવાલા તેણે પિતાની પાસે દીક્ષા લીધી. તે પછી ભીમસેન સહિત હંમેશાં તપમાં તત્પર એવા સહસ્રાંશુ મુનિ મોક્ષ આપનારા એવા શ્રી શત્રુંજયતીર્થ ઉપર ગયા. તે શ્રી શત્રુંજ્ય પર્વતઉપર નિરંતર તપ કરતાં ભીમ અને સહસ્રાંશુ લોકાલોને પ્રકાશ કરનારુકેવલજ્ઞાન પામ્યા.5 તે પછી જતાં એવા રાવણે રેવાનદીના કિનારે ઘણાં પશુ-ઘોડા – અને દીન પક્ષીઓને જોઈને આ પ્રમાણે સેવકોને હયું. * અહીં અગ્નિ કેમ સળગાવાય છે? અહીં પશુઓ કેમ દેખાય છે? ચાકરેએ કહયું કે હમણાં બ્રાહ્મણો વડે યજ્ઞ કરાય છે. ક બ્રાહ્મણો ધર્મ – બુધ્ધિથી એ પશુઓને અગ્નિમાં નાંખો. તે પછી રાવણ તે યજ્ઞમાં જઈને આ પ્રમાણે બોલ્યો. તમે ધર્મને માટે આ પશુઓને અગ્નિમાં કેમ નાંખો છે? વિચારને નહિ જાણનારા તમે નરકની પૃથ્વીમાં જશો ક આ લોકમાં જીવોની હિંસાથી પરલોકમાં નરક વગેરેમાં પ્રાણીઓ દુ:ખની પરંપરાને પામે છે. એમાં શંકા નથી. ક કહયું છે કે હે યુધિષ્ઠિર ! જે પ્રાણીઓની દયા કરી શકે તે સર્વવેદ્ય કરી શક્તા નથી. સર્વયજ્ઞો કરી શકતા નથી. અને સર્વતીર્થનો અભિષેક કરી શકતા નથી. (૧) એક જીવને અભયની દક્ષિણા આપવી સારી. પરંતુ હજારો બ્રાહ્મણોને હજારો શણગારેલી હજાર ગાયો આપવી સારી નહિ. (૨) મોટા એવા પણ દાનનું ફળ – કાલે કરીને ક્ષય પામે છે. પરંતુ ભયભીત જીવોને અભય આપવાનું ફલ ક્ષય પામતું નથી. (૩) હે યુધિષ્ઠિર ! પશુના અવયવોને વિષે જેટલાં સ્વાંટાં હોય તેટલા હજાર વર્ષસુધી પશુનો ઘાત કરનારા (નરકમાં) પકાવાય છે. (૪) હે અર્જુન ! હું પૃથ્વીને વિષ, વાયુને વિષે, અગ્નિને વિષે,
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy