SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર મનુષ્યોના મુખેથી પ્રભાવવાળી શ્રીપાર્શ્વનાથની પ્રતિમાને આવેલી જાણીને રાજાએ તેને ઇનામ આપ્યું. પગે ચાલતો રાજા મહોત્સવ કરતો સમુદ્રના ક્વિારે શ્રી પાર્શ્વનાથ પ્રભુની સન્મુખ હર્ષથી ગયો. વાજિંત્રો વાગતાં હતાં – નર્તકો નાચતા હતા – ભાટ લોકો ગાયન કરતા હતા – યાચકોને ધન અપાતું હતું ત્યારે ધજાઓને ઊંચી કરવા પૂર્વક ઉત્તમ ગંધવાલા કપૂર અને અગરુનો ધૂપ તે સઘળું હાથમાં કરીને રાજા ત્યાં આવ્યો. ક્રૂ રાજાએ પોતે પૂજા–ભેટ્યાં આદિ કરીને તે સંપુટનું ઉદ્ઘાટન કરતાં શેષનાગવડે સેવાયેલા શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરને જોયા. ૨૨૦ રાજાએ નાગરાજવડે સેવાયેલા ત્રણત્રથી સુશોભિત છે મસ્તક જેનું એવા – પદ્માસને રહેલા – બન્ને બાજુ વિંઝાતા છે ચામર જેને એવા શ્રીવત્સયુક્ત છે હૃદય – છાતી જેની એવા વ્પવૃક્ષસરખા શ્રી પાર્શ્વનાથ પ્રભુના બિંબને જોયું. અયરાજાએ પોતાના નામવાલું અજય નામનું મનોહર ગામ વસાવીને મોટું જિનમંદિર કરાવ્યું. બીજા ગામમાં રાજાએ મોટું જિનમંદિર કરાવીને તે મંદિરમાં સુંદર ઉત્સવપૂર્વક શ્રી પાર્શ્વનાથની પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. પ્રભુના સ્નાત્રના પાણીવડે કરીને રાજાના અને બીજા મનુષ્યોના રોગો નાશ પામ્યા અને ઋધ્ધિ – વૃધ્ધિ થયાં. રત્નસાર વણિકને શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાની પૂજા કરવાથી તેનાં ઘરમાં ત્રીસ કરોડ પ્રમાણ સોનું થયું અને વળી ધર્મ થયો. 5 શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાનું સ્મરણ કરવાથી નિશ્ચે – શાકિની – ભૂત – વૈતાલ – રાક્ષસ અને યક્ષ દ્વારા ઉત્પન્ન થયેલા ઉપસર્ગો ક્ષય પામે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરવાથી મનુષ્યોના કાળજવર – વિષ – ઉન્માદ અને સંનિપાત વગેરે રોગોપણ નાશ પામે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરવાથી વિદ્યા – લક્ષ્મી – પ્રિયા પુત્ર – પુત્રી અને કીર્તિ વગેરે ઇચ્છારૂપ મનુષ્યોને વિધાવગેરે થશે. ખ઼ ઘણા કાલની પ્રતિમા હોય ( તેને ) પંડિતોએ તીર્થ ક્હયું છે. આ તીર્થ સુર – અસુર – મનુષ્યોને સેવન કરવા લાયક છે. જે બિંબને પાંચસો વર્ષ વ્યતીત થયાં હોય તે તીર્થ જ છે. તો લાખવર્ષ વ્યતીત થયેલા બિંબનું –મૂર્તિનું શું હેવું ? (૧) શ્રી શત્રુંજ્ય ગિરિઉપર અજયરાજાએ મોટું જિનમંદિર કરાવીને શ્રી ઋષભદેવ પ્રભુની પ્રતિમા સ્થાપન કરી. અનુક્રમે પોતાના રાજ્યમાં આવીને જિનેશ્ર્વરે વ્હેલા ધર્મને કરતો હંમેશાં શ્રી ઋષભદેવ પ્રભુની પૂજા કરતો હતો. અંતિમ સમયે અજયરાજાએ પોતાનીપાટ પર પોતાના ઉત્તમપુત્ર અનંતરથને સ્થાપન કરીને ગુરુપાસે સંયમ સ્વીકાર્યો. અનંતરથ રાજાને પરાક્રમથી દબાયા છે શત્રુઓ જેના એવા મહાભુજાવાળો દશરથ નામે પુત્ર થયો. ૐ એક વખત દશરથ રાજા સભામાં બેઠા હતા ત્યારે નારદમુનિ આવ્યા. રાજાએ તેમને વિનયપૂર્વક વાત પૂછી. તમે ક્યાંથી આવ્યા છે ? અને તમે શું જોયું ? તે પછી નારદે કહ્યું કે મહાવિંદેહ ક્ષેત્રની અંદર પુંડરીણિી નામની નગરી છે. (i) તે નગરીમાં શ્રી સીમંધર સ્વામી તીર્થંકરે ચારિત્રલક્ષ્મી ગ્રહણ કરી. અને દેવેન્દ્રોવડે કરાતો મોટો મહોત્સવ મેં જોયો. () હવે ક્યારેક સભાની અંદર દશરથરાજા સિંહાસન પર બેઠા છે. તે વખતે નારદ આવ્યા. રાજા એક્દમ ઊભા થયા ને નારદને આસન પર બેસાડયા. પછી પૂછ્યું કે હે ભગવંત ! તમે કઇ બાજુ ભ્રમણ કરવા ગયા હતા ? તે પછી
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy