SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રાવિડ અને વારિખિલ્લ રાજાની મુક્તિગમનની કથા ર૧પ સુખનો આસ્વાદ અનુભવાય છે. કારણકે અહીં મોક્ષ અને ભોગસુખને આપનાર પ્રથમ તીર્થકર દેવ વિદ્યમાન છે. કિલ્લારૂપે રહેલા એવા આ પર્વતઉપર રહેલા મનુષ્યોને અનન્તભાવથી પાછળ પડેલા ફૂર એવા કુકર્મરૂપી શત્રુઓ પરાભવ કરી શક્તા નથી.આ ગિરિરાજ ઉપર જેમ સૂર્યનો ઉદય થયે તે અંધકાર નાશ પામે છે તેમ સજજનમાં દુર્ગણોની જેમ હત્યા વગેરે પાપો ક્ષણવારમાં વિનાશ પામે છે. આ બાજુ તે પર્વત પર આવેલા ઘણા તાપસોએ શત્રુંજયનું માહાસ્ય સાંભળીને લાંબા કાળસુધી તપ કર્યું. તે વખતે તે તાપસીએ પણ શુદ્ધ ઉપદેશવડે મિથ્યાત્વ સંબંધી ક્યિા બેડીને સાધુપણું સ્વીકાર ક્યું. તે બને સાધુઓ પાસે આલોચના ગ્રહણ કરીને તેઓ નિરંતર છઠ – અઠ્ઠમ વગેરે તીવ્રતપ કરે છે. ઉત્તમ એવા તે તાપસોએ તે બન્નેને અને પ્રભુને પ્રણામ કરીને સંસારસમુદ્રને તરવાને માટે રાયણવૃક્ષને ત્રણવખત પ્રદક્ષિણા કરી. માસક્ષમણના અંતે વારિખિલ્લ સહિત દ્રાવિડમુનિએ આદર પૂર્વક ૧૦ – કરોડ પ્રમાણવાલા સાધુઓને નમસ્કાર કરીને આ પ્રમાણે કહયું. તમારે નરકને આપનાર એવું અશુભ ધ્યાન ન કરવું ને મુક્તિસુખની પરંપરાને આપનાર શુભ ધ્યાન કરવું. કહયું છે કે:- જે કર્મ મનુષ્યો કરોડો જન્મ દ્વારા તીવ્રતાવડેકરીને હણી શક્તા નથી તે કર્મ સમતાનું આલંબન લઈને અર્ધક્ષણમાં હણે છે. આજ મહાતીર્થને વિષે શુભ ધ્યાનના યોગથી કેવલજ્ઞાન પામીને તમે મોક્ષમાં જશો.તે વખતે દ્રાવિડ અને વારિખિલ્લે તેવી રીતે ધ્યાન કર્યું કે જેથી પાપનો ક્ષય થવાથી જલદી ક્વલજ્ઞાન પામ્યા. તેજ વખતે અજ્ઞાનનો ક્ષય થવાથી દશ કરોડ મુનિઓને લોકાલોકને પ્રકાશ કરનારુ વલજ્ઞાન ઉત્પન્ન થયું. અંતર્મુહૂર્ત પછી તે સર્વ સાધુઓ કાર્તિક માસમાં પૂનમના દિવસે ચંદ્ર કૃતિકા નક્ષત્રમાં હતો ત્યારે મોક્ષને પામ્યા. તે વખતે ત્યાં ક્ષણવારમાં ઇદે આવીને (= અહીં મૂલમાં જ શબ્દ ઘટે છે તેથી તેને સ્થાને ઈન્દ શબ્દ મૂક્યો છે.) કેવલજ્ઞાનનો મહોત્સવ કરીને તે તીર્થનું “ “હંસ " એવું નામ આપ્યું. કહ્યું છે કે : - કાર્તિક માસમાં પૂનમના દિવસે ચંદ્રકૃત્તિકા નક્ષત્રમાં હતો ત્યારે ક્વલજ્ઞાન પામી તે મુનિઓ શ્રી શત્રુંજયગિરિપર મોક્ષને પામ્યા. (૧) જેવી રીતે ચૈત્રમાસની પૂર્ણિમાના દિવસે પુંડરીક ગણધર મોક્ષને પામ્યા, તેવી રીતે કાર્તિક માસની પૂર્ણિમાને વિષે આ બન્ને મુનિઓ મોક્ષ પામ્યા. તેથી આ બન્ને પર્વ કહેવાયાં છે. ચાર માસ સુધી ચોથી પૂનમને દિવસે દેવોએ કરેલો તે જ પૂર્ણિમાને દિવસે મોક્ષપ્રાપ્તિનો ઉત્સવ થાય છે. તે પર્વને દિવસે યાત્રા – તપ - દાન – દેવપૂજા કરવાથી અન્ય તીર્થ કરતાં (અહીં) અનન્ત પુણ્ય થાય છે. કાર્તિકમાસમાં ઉપવાસ કરવાથી જે કર્મ નરકમાં સો સાગરોપમ વડે ક્ષય ન થાય તે કર્મ ક્ષય થાય છે. કાર્તિક માસમાં વિમલગિરિ ઉપર એક ઉપવાસવડે મનુષ્ય – બ્રાહ્મણ – સ્ત્રી-ને બાલકની હત્યાના પાપથી મુક્ત થાય છે. અહીં અરિહંતના ધ્યાનમાં તત્પર જે કાર્તિક પૂનમને કરે છે તે ચક્રવતિનાં સુખો ભોગવીને જલદી મોક્ષને પામે છે. વૈશાખ – કાર્તિકને જેઠ વગેરે મહિનામાં પૂનમના દિવસે સંઘો સાથે આવીને જેઓ પુંડરીક ગિરિના શિખરઉપર દેવપૂજા કરે છે. તેઓ જલદી મોક્ષના સુખોને સેવે છે. જે સ્થાન ઉપર દ્રાવિડમુનિ ઘણા સાધુઓ સાથે મોક્ષ પામ્યા તે સ્થાન ઉપર તેમના પુત્ર શ્રી ઋષભદેવપ્રભુનું મોટું મંદિર કરાવ્યું
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy