SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર બ્રાહ્મણ થયો. તે વખતે રાજાને સત્યવાદી નામે પુરોહિત હતો. જવલન બ્રાહ્મણ માયાવડે ઘણાં લોકોને શ્રતો હતો. જવલન બ્રાહ્મણે ધ્રાઈ કરીને એમદત્ત વાણિયાનું ઘણું ધન લઈ લીધું. તેથી મદત્ત દુઃખી થયો. એક ગણિકાએ ઉત્તમ બુધ્ધિથી જવલન બ્રાહ્મણને ક્મીને એમદાનું ઘણું ધન પાછું અપાવ્યું. તે વખતે રાજાએ કપટી જવલનને માર મરાવીને પોતાના દેશમાંથી જલદી દૂર કાઢી મૂક્યો. જવલન બ્રાહ્મણ વૈરાગ્યવાળો નિરંતર તપ કરતો માહેદ દેવલોકમાં દીપ્યમાન શરીરની કાંતિવાલો દેવ થયો. ત્યાંથી નીકળીને વૈતાઢયપર્વતની દક્ષિણ અને ઉત્તર શ્રેણીમાં તે બ્રાહ્મણનો જીવ - વજદંષ્ટ્ર નામે સ્વામી થયો. શ્રી વર્ધનરાજા પણ દીક્ષા લઈને તપમાં તત્પર એવો તે સ્વર્ગમાં જઈને ત્યાંથી ચ્યવને અહીં હું સાધુ થયો. પૂર્વભવના ઉત્પન્ન થયેલા વૈરથી વજદંષ્ટ્રઆ ભવમાં અહીં મને દંડના વાતવડે ઘણું મારતો હતો. એમદત્તનો જીવ નિરંતર - જૈનધર્મને કરીને તે સર્વ નાગકુમારોનો રાજા ધરણેન્દ થયો. આ પ્રમાણે સાંભળીને વજદંષ્ટ્રપણ પોતાના પુત્રને રાજય આપીને સંસારસમુદ્રથી તાનારા વ્રતને લીધું. વજદે તીવ્રતપને કરતો અચલ એવા શત્રુંજયગિરિઉપર આદિનાથ પ્રભુ અને શાંતિનાથ પ્રભુને નમસ્કાર કરવા આવ્યો. શ્રી શાંતિનાથ તીર્થપતિની આગળ ધ્યાન કરતાં તે વજદંષ્ટ્ર સાધુ એક લાખ સાધુસહિત કેવલજ્ઞાન પામ્યા. વજદંષ્ટ્ર ઋષિ સર્વકર્મનો ક્ષય થયાથી સિધ્ધપર્વત (એવા) મનોહર શ્રી શત્રુંજયગિરિઉપર મુક્તિ નગરીમાં ગયા. આ પ્રમાણે સાંભળીને ચક્રધર રાજાએ પોતાના પુત્રને રાજ્યપર સ્થાપન કરી, વત લઈને તીવ્રતપ કરી સમેતશિખરઉપર સર્વ કર્મનો ક્ષય થવાથી મુક્તિનગરીમાં ગયા. તે વખતે બીજા ઘણા રાજાઓ અને મુનિઓ પણ – મુક્તિ પામ્યા. શ્રી શત્રુંજયમાં શ્રી શાંતિનાથ પ્રભુ ચોમાસું રહ્યા તે સંબંધ સંપૂર્ણ
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy