SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજયમાં શ્રી શાંતિનાથ પ્રભુના ચોમાસું રહેવાનો સંબંધ ૨૦૫ पच्चक्खाणं पूआ पडिक्कमणं - पोसहो परुवयारो अ। पंच पयारा जस्स य न पयारो तस्स संसारे॥१॥ सामायिकाऽऽवश्यक-पौषधानि- देवार्चन-स्नात्र-विलेपनानि । ब्रह्मक्रिया दान दया मुखानि, भव्याः सदा भावभरात् श्रयन्तु ॥२॥ शीलं शत्रुञ्जयः शैल: समत्वं सार्वसेवनम्। श्रीसङ्घाधिपतित्वं च, शिवश्रीदायका अमी॥३१॥ પ્રત્યાખ્યાન – પૂજા –- પ્રતિક્રમણ – પૌષધને પરોપકાર આ પાંચ પ્રકાર જેની પાસે (જેના જીવનમાં હોય) છે. તેનો સંસારમાં પ્રચાર હોતો નથી. તેને સંસારમાં ભ્રમણ કરવું પડતું નથી. હે ભવ્યજીવો ! ઉત્તમભાવથી હંમેશાં સામાયિક – આવશ્યક – પૌષધ – દેવપૂજા – આાત્ર – વિલેપન – બ્રહ્મચર્ય – દાન – દયા વગેરેનો આશ્રય કરો. શીલ – શત્રુંજય પર્વત – સમતા - સર્વજ્ઞ ભગવંતનું સેવન – અને શ્રી સંઘનું અધિપતિપણું આ મોક્ષલક્ષ્મીને આપનારા છે. પ્રભુની પાસે ચક્રધરરાજાએ પ્રભુનું વચન સાંભળીને કહયું કે હું વિસ્તારથી ભરતરાજાની પેઠે શ્રી શત્રુંજય તીર્થને વિષે – યાત્રા કરું. શ્રી શાંતિનાથપ્રભુ ભવ્યજીવોને પ્રતિબોધ કરવા માટે અન્ય સ્થાને ગયા ત્યારે ચક્રધર રાજા હંમેશાં મોક્ષના સુખને આપનારા જિનેશ્વરના ધર્મને કરવા લાગ્યો. એક વખત પ્રાતઃકાલમાં ચવતિનો પુત્ર વિચારવા લાગ્યો કે જો શ્રી સિધ્ધગિરિઉપર જિનેશ્વરોને નમવા માટે જવાય તો આ જન્મ વખાણવા લાયક થાય. આ પ્રમાણે વિચારીને તે વખતે ચક્રધર રાજાએ સંઘને બોલાવવા માટે ઘણી કુમ કુમ પત્રિકાઓ મોક્લી. ઘણા સંઘો આવે તે શુભ ચોઘડીએ કુલવાન સ્ત્રીઓએ કર્યું છે મંગલ જેને એવો શ્રી શાંતિનાથપ્રભુનો પુત્ર યાત્રા કરવા માટે ચાલ્યો. સુવર્ણમય – એવા ૧૬૦૦, દેવ મંદિરો અને કાષ્ઠમય શ્રેષ્ઠ એવા 8000 હજાર પ્રમાણવાલા જિનમંદિરે સંઘમાં ચાલ્યાં. બત્રીસ હજાર રાજાઓ ચાલ્યા, અને મનોહર એવા લાખો શેઠિયાઓ ચાલ્યા. અને બીજા પણ કરોડો માણસો ચાલ્યા. ચાલતો એવો સંઘ નગર અને ગામમાં સ્નાત્ર મહોત્સવ કરતો શ્રી શત્રુંજ્યની નજીકમાં સુરાષ્ટ્ર- સોરઠ દેશમાં આવ્યો. હવે તે રાજા દેવમંદિરની પાસે બેઠો હતો ત્યારે કોઇક વિદ્યાધર આવીને નમસ્કાર કરી બેહાથ જોડી હર્ષવડે ઊભો રહયો. રાજાએ પૂછ્યું કે તું કોણ છે? ક્યા સ્થાનથી શા માટે આવ્યો છે ? સુંદરરૂપને ધારણ કરવા છતાં પણ ક્યા કારણથી દીનમુખવાલો દેખાય છે? ખેટ લ્લિાના સ્વામી રત્નપ્રિય વિદ્યાધરનો હું ક્લાપ્રિય નામે પુત્ર પિતાને વલ્લભ હતો. અનુક્રમે પોતાના રાજ્ય ઉપર મહોત્સવપૂર્વક અને સ્થાપન કરીને પિતાએ સોમદેવ આચાર્ય પાસે સંયમ ગ્રહણ કર્યું. હમણાં બલવાન એવા ગોત્રના પુરુષોવડે કરીને બળાત્કાર નગર ઘેરાયું છે. મારા મનુષ્યો વિખરાઇ ગયા છે. તેથી હું વ્યાકુલ થયો છું. મારાવઆરાધના કરાયેલી ચકેશ્વરી દેવીએ આ પ્રમાણે જ્હયું કે હે ક્લાપ્રિય ! હમણાં જો તારે રાજ્યવડે પ્રયોજન હોય તો તું જલદીથી
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy