SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રશા રાજાત શ્રી શત્રુંજ્યનો નવમો ઉદ્ધાર કરાવ્યાં. તે પછી રૈવત ગિરિ – સંમેત શિખર – અર્બુદ પર્વત ( આબુ) ઉપર યાત્રા કરીને રાજાએ નવાં જિનમંદિરો કરાવ્યાં. રાજાએ ૫૦ હજાર જિનમંદિરો અને ૫ ક્રોડ જિનબિંબો ઘણા ધનના વ્યયથી કરાવ્યાં. અનુક્રમે ચદ્રયશારાજા પોતાના પુત્રને રાજ્યપર બેસાડીને સંયમ સ્વીકારીને કર્મનો ક્ષય થવાથી મોક્ષને પામ્યા. શ્રી ચંદયશા રાજાએ કરેલા શ્રી શત્રુંજયના નવમા ઉધારનો સંબંધ સંપૂર્ણ. શ્રી શત્રુંજયમાં શ્રી શાંતિનાથ પ્રભુના ચોમાસું રહેવાનો સંબંધ वासासु चउमासं, जत्थ ठिया अजियसंति जिणनाहा । बिय सोल धम्मचक्की, जयउ तयं पुंडरीतित्थं ॥ १८ ॥ ૨૦૩ ગાથાર્થ :– જયાં બીજા અને સોલમા ધર્મ ચક્વર્તિ શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ વર્ષાકાલમાં ચોમાસું રહયા તે પુંડરીક્તીર્થ જય પામો. = ટીકાર્ય :- શ્રી શાંતિનાથ પ્રભુનું વર્ણન હોવાથી આ ગાથાની અહીં વ્યાખ્યા કરવા લાયક છે. શ્રી અજિતનાથ પ્રભુની વ્યાખ્યા તો પહેલાં કરી છે. જે તીર્થમાં બીજા અને સોલમા ધર્મચક્રવર્તિ વર્ષાકાલમાં ચોમાસું રહયા હતા તે પુંડરીક્તીર્થ ય પામો. હવે શ્રી શાંતિનાથપ્રભુનું ચોમાસું રહેવું શ્રી શત્રુંજયઉપર થયું તેનો સંબંધ આ પ્રમાણે છે. શ્રેષ્ઠ એવા હસ્તિનાગપુર નામના નગરમાં વિશ્વસેનરાજાની અચિરા નામની રાણીએ સારે દિવસે પુત્રને જન્મ આપ્યો. તેનો ( તે પુત્રનો ) ઇન્દ્રે કરેલો જન્મોત્સવ આદિ વૃત્તાંત કહેવો ૫ અનુક્રમે ચક્લુર્તિપદ પામીને છ ખંડરૂપી પૃથ્વીને પાલન કરતાં પાપરહિત એવા શાંતિરાજાએ જનતાને સુખી કરી. ચક્વર્તિની ઋધ્ધિનો ત્યાગ કરીને વ્રતરૂપી લક્ષ્મીને લઈને છદ્મસ્થપણાનો ત્યાગ કરીને જલદી પંચમજ્ઞાન પામ્યા. એક વખત કોડાકોડી દેવોવડે સેવાયેલા શ્રી શાંતિનાથપ્રભુ શ્રી શત્રુંજયની પાસે સિંહ નામના ઉધાનમાં રહયા હતા. આ બાજુ પ્રતિષ્ઠાનપુરમાં મદનનામના મિથ્યાત્વી બ્રાહ્મણે શુભદિવસે યજ્ઞની શરુઆત કરી.
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy