SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ થી સગર સ્કવર્તિનો સંબંધ ૧૯૫ તેના ઉદયથી તે સર્વે એકી સાથે બળી ગયા. આથી પુત્રોનું મરણ થવાથી શોક ન કરવો જોઇએ. વળી પુત્રવગેરે સર્વ વસ્તુઓ અનિત્ય છે. જે પાણી પુણ્ય અને પાપ કરે છે તેજ પ્રાણી આલોક અને પરલોકમાં સુખ અને દુઃખ મેળ વે છે. તેમાં સંશય નથી. હે રાજા ! રાજય-પુત્ર અને સ્ત્રીમાં પણ તું મોહ ન કર. સુખને માટે પોતાના હિતનો આશ્રયકર. ફરીથી મનુષ્ય ભવ ક્યાં છે? આ પ્રમાણે જ્ઞાનીના મુખેથી પોતાના પુત્રોના પૂર્વભવોને જાણીને ચક્યૂર્તિ શેકરહિત થયો. ને ફરીથી વૈરાગ્ય પામ્યો. ઈન્દ્ર મહારાજા પણ ચક્વર્તિની પાસે પોતાનો અપરાધ ખમાવીને જ્ઞાની ગુરુને વંદન કરીને પાપ રહિત મનવાલો સ્વર્ગમાં ગયો. સગરચક્રવર્તિએ પણ જ્ઞાની એવા તે ગુરુને ઉત્તમ ભક્તિથી પ્રણામ કરીને બન્ને પુત્ર સહિત પોતાના આવાસને શોભાવ્યો. કોઈક વખત ચક્વર્તિએ શ્રી અજિતનાથ સ્વામી પાસે જઈને આદર કરીને આ પ્રમાણે શ્રી રાગુંજયનું માહાભ્ય સાંભલ્યું. જે મનુષ્યો શ્રી શત્રુંજયતીર્થને વિષયાત્રા કરે છે તેઓને દીર્ધકાલસુધી સ્વર્ગ અને મોક્ષ આદિના સુખની શ્રેણી થાય છે. ક્યું છે કે:- તે તીર્થ ઉપર ચઢેલાં પ્રાણીઓ અતિર્લભ એવા લોક્ના અગ્રભાગને (મોક્ષને) પામે છે. તે શ્રી સિધ્ધગિરિ આલોકમાં પ્રાણીઓને દુર્લભ છે. અભવ્યને પાપી જીવો આ શ્રી સિધ્ધગિરિને ભાવથી જોતાં નથી. નમસ્કાર કરતાં નથી. અને પૂજતાં પણ નથી. શ્રી સિધ્ધગિરિઉપર જેઓ મણિવડે રનઆદિવડે – સોના –પા ને પત્થરોવડે અથવા તો લાકડાંવડે શ્રી જિનેશ્વર ભગવાનનો પ્રાસાદ કરાવે છે. અને જેઓ જિનેશ્વરોની ઘાસની ઝુંપડીઓ પણ કરાવે છે. તેઓ સ્વર્ગમાં અખંડિત સુખોને પામે છે. શ્રી જિનમંદિરમાં કાણું વગેરેના જેટલા પરમાણુ હોય છે. તેટલા લાખ પલ્યોપમ સુધી તેનો કરનાર સ્વર્ગને ભોગવનારો થાય છે. नूतनाद्वरावासे - विधाने यत्फलं भवेत्। तस्मादष्टगुणं पुण्यं - जीर्णोद्धारे विवेकिनाम्॥२२५॥ શ્રી અરિહંત ભગવાનના નૂતન – શ્રેષ્ઠ મંદિરને કરવામાં જે ફલ થાય છે. તેના કરતાં આધ્યણું પુણ્ય વિવેકીપુરુષોને જીર્ણોધ્ધારમાં થાય. શ્રી શત્રુંજયઆદિતીર્થોમાં જેઓ પ્રાસાદ ને પ્રતિમા કરાવે છે. તેનું પુણ્ય જ્ઞાનીઓ જ જાણે છે. મણિવડે– રનવડે– સુવર્ણવડે- રૂપાવડે– કાવૂડે– પત્થરવડે અથવા માટીવડે ભાવની વિશુધ્ધિથી એક અંગૂઠાથી માંડીને સાતસો અંગૂઠા પ્રમાણે પ્રભુનાં બિંબોને જે ભવ્યાત્માઓ કરાવે છે. તેને મુક્તિરૂપી લક્ષ્મી વશ થાય છે. જે સૂરિમંત્રથી અરિહંતની પ્રતિમાને પ્રતિષ્ઠા કરાવે છે તે અરિહંત પદને પામે છે. જેવું વાવ્યું હોય તેવા પ્રકારનું ફલ મલે છે. જેટલાં હજાર વર્ષોસુધી મનુષ્યો શ્રી જિનેશ્વર પ્રભુની પૂજા કરે તેટલા કાલસુધી તે જિનબિંબને કરનાર તેના ફળના અંશને પામે છે. આ પ્રમાણે સાંભળીને સગરચક્રવર્તિએ મંત્રી મારફત ઘણું ધન વાપરીને સોનાનાં શ્રેષ્ઠ ૮૦૦ દેવ મંદિરો કરાવ્યાં ચક્વતિએ તે વખતે તીર્થયાત્રા કરવા માટે કાષ્ઠમય સાતહજાર દેવમંદિરો કરાવ્યાં. તે વખતે ત્રીસ કરોડ માણસોના પ્રમાણવાલો બોલાવાયેલો સંઘ ચવર્તિના સંઘમાં મલ્યો. અને ઘણા આચાર્યો આવ્યા. તે ચક્વર્તિના સંઘમાં યાત્રા કરવા માટે - ૩ર –હજાર મુગટબધ્ધ રાજાઓ આવ્યા. આ વગેરે ઘણા શ્રાવકો ઘણી શ્રાવિકાઓ સાથે
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy