SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સગર ચક્રવર્તિનો સંબંધ તેઓએ જલ્દીથી લાકડાવડે ચિતા રચી. જેટલામાં ચાકરો પોતાની જાતે અગ્નિવડે ચિતા સળગાવે છે તેટલામાં અવધિજ્ઞાનવડે જાણીને બ્રાહ્મણના રૂપને ધારણ કરનાર ઇન્દ્રે આવીને ક્હયું કે હે ચાકરો ! તમે ફોગટ ન મરો. જીવતા માણસવડે રાજ્ય વગેરે બધું મેળવાય છે. પરંતુ મરેલા વડે નહિ. ચાકરોએ ક્હયું કે હું બ્રાહ્મણ ! અમારા સ્વામીના પુત્રો અમારા દેખતાં જ જવલનપ્રભ – નાગદેવવડે અગ્નિ આપવાવડે હોમી દેવાયા. તેથી હું દ્વિજ ! હમણાં અમારા સ્વામી વિના અમારાવડે કેમ જિવાય ? કારણક રાજાઓવડે પોતાની રક્ષા માટે પાપરહિત એવા સેવકો કરાય છે. તેઓ જો સ્વામી પાછળ ન મરે તો ચારે બાજુથી સ્વ સ્વામિભાવ નકામો થાય.. બ્રાહ્મણે કહયું કે :– તમારું આ વચન સારું નથી. આવી રીતે સેવકો મરી જાય તો વિશ્વ નાશ પામે. જે કારણથી સ્વામીની પાછળ સેવકો મરી જાય અને પતિની પાછળ સ્ત્રીઓ મરી જાય તે મોહનીજ ચેષ્ટા છે. જગતમાં સર્વ પ્રાણીઓને મોહજ બલવાન દેખાય છે. કારણ કે મોહ ઘણાં જીવોને બળાત્કારથી નીચે નરકમાં લઇ જાય છે. કહયું છે કે : - पुत्रो मे भ्राता मे स्वजनो मे गृहकलत्रवर्गो मे । कृत शब्द, पशुमिव मृत्युर्जनं हरति ॥ १ ॥ दारा: परिभवकारा, बन्धुजनो बन्धनं विषंविषयाः । હોડ્યું, નસ્યમોહો, યે પિવશ્લેષુ સુહૃદ્વાશરા આ પુત્ર માો – આ ભાઇ મારો – આ મારો સ્વજન . આ મારું ઘર આ મારો સ્ત્રી વર્ગ – એ પ્રમાણે પશુની જેમ મેં મેં શબ્દ કરતું મૃત્યુ મનુષ્યનું હરણ કરે છે. સ્ત્રીઓ પરાભવને કરનારી છે. બંધુજન બંધન છે.. વિષયો વિષ – ઝેર છે. આ લોકનું – અજ્ઞાન કેવા પ્રકારનું છે ? કે જે શત્રુઓ છે તેના વિષેજ મિત્રની આશા છે. તે વખતે આ સાંભળીને ચક્રવર્તિના પુત્રના બધા સેવકો મરણથી અટકી ગયા. અને હૃદયમાં ઘણા શોને ધારણ કરવા લાગ્યા. તે પછી બ્રાહ્મણે કહયું કે ઉત્તમ પુરુષો શોક કરતા નથી. શોકથી આ લોક અને પરલોકમાં દુ:ખની પરંપરા થાય છે. કહયું છેકે : – ૧૯૧ ધર્મ-શોજ-મયા-ઢ઼ારા-નિદ્રા-જામ-રુતિ-જ્ય:। यावन्मात्रा विधीयन्ते, तावन्मात्रा भवन्त्यमी ॥१॥ ધર્મ – શોક ભય – આહાર — નિદ્રા – કામ – કયિો ને ક્રોધ જેટલી માત્રાએ ( પ્રમાણમાં ) કરાય છે. = તેટલા પ્રમાણવાલા થાય છે. એ પ્રમાણે કહેવાયેલા ચક્રવર્તિના સેવકોએ તે વખતે શોક છોડી દીધો. તે પછી વીજળીના પુંજની જેમ જલ્દીથી બ્રાહ્મણ બીજા ઠેકાણે ગયો. બ્રાહ્મણના વેશને ધારણ કરનારો ઇન્દ્ર વૃધ્ધ જેવો થઇને મરેલા પુત્રને ઉપાડીને સગરરાજાની આગળ મૂકીને રુદન કરતાં બોલ્યો. હે પૃથ્વી તું સર્વને સહન કરનારી છે. પરંતુ અત્યંત કઠિન છે. ભરતના અધિપતિ એવા ભરતરાજાની પાછળ તું ન ગઈ. હે સમસ્ત દિકપાલો ! તમે કેમ પૃથ્વીતલમાં રહયાં છો ? જે કારણથી મારો દીન અને નાથ વગરનો બાલક તમારાવડે રક્ષણ કરાતો નથી. તું લોકોવડે હંમેશા ચારે બાજુથી પ્રજાનું પાલન કરનારો કહેવાય છે . તો મારા પહેલાં પુત્રને તું અહીં કેમ જિવાડતો નથી ? હે રાજન્ ! ધડપણમાં
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy