SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શ્રી શત્રુંજ્ય-લ્યવૃત્તિ-ભાષાંતર मनाक् कषाय सङ्गो न, ममता न प्रियेश्वपि,। यथारुचि नच क्रीडा, प्रमादश्च न किंचन, ॥२॥ विधेयं धर्मरुचिना, पुंसा यतनताजुषा। शुभध्यानवता भाव्यं, परमेष्ठिस्मृति: पुनः ॥३॥ પર્વના દિવસે સ્નાન કરવું નહિ. સ્ત્રી સેવન કરવું નહિ. કજિયો કરવો નહિ. જુગાર રમવો નહિ. બીજાની હાંસી મશ્કરી આદિ કરવી નહિ. બીજાની ઈર્ષ્યા કરવી નહિ. ક્રોધ કરવો નહિ જરાપણ કષાયનો સંગ કરવો નહિ. પ્રિય માણસને વિષે પણ મમતા ન કરવી. ઇચ્છા મુજબ ક્રીડા કરવી નહિ. પ્રમાદ કરવો નહિ. ધર્મને વિષે સચિવાલી - શુભ ધ્યાનવાલા પુરુષે યતનાયુકત (જયણાયુક્ત) થવું. અને પરમેષ્ઠિનું સ્મરણ કરવું. સામાયિક – પૌષધ – છ8 – અઠમ વગેરે તપ કરીને મનુષ્ય જિનેશ્વરની પૂજા કરવી. અને તે પંચમીપર્વ વખાણવા લાયક છે. ગુસ્ના ચરણની પાસે રહેલો – પંચ પરમેષ્ઠિ મંત્રને સ્મરણ કરતો મનુષ્ય દઢપણે આઠે કોનો ક્ષય કરીને મોક્ષ ઉપાર્જન કરે છે. તેરસને દિવસે અને સાતમના દિવસે લોકોને જણાવવા માટે મારા આદેશથી આ પટહની ઉદઘોષણા કરાય છે. ચતુર્દશી અને અષ્ટમીપર્વ આ બન્ને પર્વો ત્રણ લોકમાં દુર્લભ છે. જે માણસ ભક્તિથી તે પર્વનું સેવન કરે છે. તે પરમપદ મોક્ષને પામે છે. આ સાંભળીને ઉર્વશીએ હયું કે હે નાથ ! હમણાં તમારવડે આ મનુષ્યજન્મ ભોગસુખવિના કેમ ફોગટ કરાય છે? આ સાંભળીને રાજાએ કહયું કે રે ! રે ! ધર્મની નિંદા કરનારી તે દુઃખો અને દુર્ગતિ આપનારું અધર્મ વચન કહયું. લ્યાણ કમલાના સુખને આપનારા ધર્મવિના તારી ચતુરતાને ધિકાર હો. રૂપને –લને બલ અને યશને ધિકકાર હો. અષ્ટમીના દિવસે પાક્ષિકને દિવસે (ચૌદશના દિવસે) મૃગ – સિંહ આદિનાં બચ્ચાંઓ પણ આહાર ગ્રહણ કરતાં નથી તો હે પ્રિયા ! હું કેમ ગ્રહણ કરું? શ્રી ઋષભદેવ પ્રભુએ લ્યાણના કારણરૂપ જે પર્વ કહયું છે તે કંઠમાં રહેલા છે પ્રાણો જેના એવો હું ક્યારે પણ તજીશ નહિ. આ સાંભળીને ઉર્વશીએ કહયું કે ચતુર્દશી અને અષ્ટમીના દિવસે જો તમે મને કામક્રીડાનું સુખ નહિ આપો તો નિચ્ચે હું મરી જઈશ. સૂર્યયશારાજાએ કહ્યું કે સૂર્ય જો પૂર્વદિશા છેડીને પશ્ચિમ દિશામાં ઊગશે તો પણ હું ધર્મથી ચલાયમાન નહિ થાઉં. મારું રાજ્ય જાય તો ભલે. મારા પ્રાણ જાય તો ભલે. પરંતુ લોકને વિષે હું પર્વના તપથી ભ્રષ્ટ નહિ થાઉં. હવે ઉર્વશીએ કહયું કે હમણાં પ્રાપ્ત થયેલ આપણા બન્નેની વય ભોગસુખ વિના જશે. કાગડાના નારાની જેમ આપણા બન્નેનું જીવન પણ જશે. એ પ્રમાણે કહીને તે વખતે તે બને ચેષ્ટા વગરની લાકડાની જેમ રહી. તો પણ રાજા જરા પણ તપથી ભ્રષ્ટ ન થયો. ક્ષણવાર પછી તે બન્ને નિ:સાસો લઈને રહી, અને પછી આ પ્રમાણે કર્યું હે રાજા ! ખરેખર તે નિષ્ફર છે. યા વગરનો છે. અમારા બન્નેની હત્યાવડે તારો નરકમાં પાત થશે. તેથી અમને બન્નેને તું જલ્દીથી ભોગસુખ આપ, તે બનેવડે રોકવા માં પણ સવારે રાજા પૌષધ લઈને રહયો. ત્યારે તે બન્નેએ તે વખતે પોતાનું શરીર ચીરી નાંખ્યું. આ બન્નેની ચેષ્ટા સાંભળીને રાજા જ્યારે ચલાયમાન ન થયો. ત્યારે તે બન્ને વડે નગરીની બહાર મોટી સેના લવાઈ. નગર લૂંટાયું ત્યારે પોતાના ચાકરોવડે તે વાત કહેવાઈ. ત્યારે .
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy