SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પુંડરીક સ્વામીનો મોક્ષે જવાનો સંબંધ ૧૬૯ यत: अङ्गुष्ठमात्रमपि यः प्रकरोति बिम्बं, वीरावसान ऋषभादि जिनेश्वराणाम् स्वर्गप्रधानविपुलर्धिसुखानिभुक्त्वा, पश्चादनुत्तरगतिं समुपैति થીર: liા જે મનુષ્ય શ્રી ઋષભદેવથી માંડીને વીરભગવંત સુધીના જિનેશ્વરોનું અંગૂઠાના પ્રમાણવાનું પણ જિનબિંબ કરે છે. તે ધીરપુરુષ સ્વર્ગ જેમાં પ્રધાન છે. એવા વિપુલ ઋધ્ધિવાલાં સુખોને ભોગવીને પછી અનુત્તરગતિને (મોક્ષને) પામે છે. ઈત્યાદિ ધર્મ સાંભળીને ભીમસેન વણિકે શ્રી શત્રુંજ્યઉપર યાત્રા કરીને શ્રી ઋષભદેવ પ્રભુનું મંદિર કરાવ્યું, અને ત્યાં એકાગ્રચિત્તે ધ્યાન કરતાં એવા તેને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું અને અનુક્રમે મુક્તિ થઈ. આ પ્રમાણે શ્રી સિદ્ધગિરિનું મહાભ્ય સાંભળીને ઘણાં લોકો સંયમ ગ્રહણ કરીને મુક્તિનગરીને પામ્યાં. ગ્રહણ ક્યું છે અનશન જેણે એવા ભરતરાજાના પુત્ર પુંડરીક ચૈત્રસુદિ પૂનમના દિવસે સર્વકર્મનો ક્ષય થવાથી મુક્તિનગરીને પામ્યા. તે વખતે પાંચ ક્રોડ મુનિઓ અનશન ગ્રહણ કરી સર્વકર્મને ખપાવી મુક્તિનગરીમાં ગયા. તે વખતે ઈદે ત્યાં આવીને પાંચ કરોડ ઉત્તમ મુનિઓને મોક્ષમાં ગયેલા જોઇને મોક્ષ ગમનનો ઉત્સવ કર્યો. પ્રથમ અરિહંતના પ્રથમ ગણધર પુંડરીક પાંચકરોડ મુનિઓ સાથે મોક્ષનગરમાં ગયા. આથી આ તંગ પર્વતનું ઘણા દેવોવડે સેવા કરાયેલા ઈદે સારા ઉત્સવ પૂર્વક તે વખતે “પુંડરીક” નામ આપ્યું. તે કારણથી “શ્રી પુંડરીક ” એ પ્રમાણે નામનું ધ્યાન કરતાં ઘણાં લોકો સ્વર્ગ અને મોક્ષના સુખો પામ્યાં છે, અને પામશે. જે સુંદર સ્થાનમાં પુંડરીક ગણધર હતા ત્યાં શ્રી ભરત ચક્રવર્તિએ જિનમંદિર કરાવ્યું. સિધ્ધથયેલા પુંડરીક ગણધરની પ્રતિમા હર્ષવડે શ્રી ઋષભદેવ પ્રભુના પ્રથમપુત્ર ભરતચક્રવતિએ સ્થાપન કરી. આ તે પ્રતિમાનું દર્શન કરતાં ભવ્યપ્રાણીઓની મુક્તિ થઈ છે. થાય છે. અને વળી થશે. ચૈત્ર મહિનામાં શ્રી સિધ્ધગિરિ ઉપર જઈને ભવ્ય પ્રાણીઓ હર્ષવડે શ્રી પુંડરીકસ્વામીની શ્રેષ્ઠ પુષ્પોવડે પૂજા કરે છે. તેઓ થોડા જ કાલમાં સઘળાં કર્મોનો ક્ષય કરી મોક્ષનગરીને શોભાવે છે. તેનો આશ્રય કરે છે. એકવીસમા અધિકારમાં પુંડરિક સ્વામીનો સંબંધ હેલો છે. પણ અહીં ગાથાનો સંબંધ હોવાથી મારા વડે ફરીથી હેવાયો છે. શ્રી પુંડરીક સ્વામીનો મોક્ષે જવાનો સંબંધ સંપૂર્ણ
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy